/indian-express-gujarati/media/media_files/2026/02/21/samsung-galaxy-a35-5g-2026-02-21-18-15-42.jpg)
ગેલેક્સી A શ્રેણીનો Samsung Galaxy A35 5G ભારે ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે
Samsung Galaxy A35 5G : જો તમે 20,000 રુપિયાથી ઓછી કિંમતમાં સેમસંગ ફોન ખરીદવા માંગતા હો તો કંપનીની ગેલેક્સી A શ્રેણીનો Samsung Galaxy A35 5G એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. આ ફોન ફરી એકવાર તેની લોન્ચ કિંમત કરતા ઘણી ઓછી કિંમત પર ઉપલબ્ધ છે. લોન્ચ સમયે 8GB RAM અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત 30,999 હતી. હવે આ ફોન 11,400 ના ડિસ્કાઉન્ટ પછી એમેઝોન ઇન્ડિયા પર 19,599 રુપિયામાં ઉપલબ્ધ છે.
તમે આ ફોનને 979 રુપિયા સુધીના કેશબેક સાથે પણ ખરીદી શકો છો. ફોન પર 18,450 રુપિયા સુધીનું એક્સચેન્જ બોનસ પણ ઓફર કરવામાં આવી રહ્યું છે. એક્સચેન્જ ઓફરમાં મળનાર આ એડિશનલ ડિસ્કાઉન્ટ તમારા જૂના ફોનની કંડીશન, બ્રાન્ડ અને કંપનીની એક્સચેન્જ પોલિસી પર નિર્ભર રહેશે.
સેમસંગ ગેલેક્સી A35 5G ફિચર અને સ્પેસિફિકેશન્સ
આ સેમસંગ ફોનમાં તમને 2340x1080 પિક્સલ રિઝોલ્યુશન સાથે 6.6-ઇંચ સુપર AMOLED ડિસ્પ્લે છે. આ ડિસ્પ્લે 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. ફોન 8GB રેમ અને 256GB સુધીના ઇન્ટરનલ સ્ટોરેજ સાથેના વેરિઅન્ટમાં આવે છે. આ ડિવાઇસ Exynos 1380 ચિપસેટ દ્વારા સંચાલિત છે.
ફોનના બેક પેનલમાં ફોટોગ્રાફી માટે LED ફ્લેશ સાથે ટ્રિપલ કેમેરા સેટઅપ છે. જેમાં 50-મેગાપિક્સલના મુખ્ય લેન્સ સાથે એક 8-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ-એંગલ લેન્સ અને 5-મેગાપિક્સલનો મેક્રો લેન્સ સામેલ છે. તેમાં સેલ્ફી માટે 13-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા પણ છે.
ફોનમાં 5000mAh બેટરી
ફોનમાં 5000mAh બેટરી છે અને 25W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. બાયોમેટ્રિક સુરક્ષા માટે તમને ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર મળશે. આ ફોન IP67 ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્ટ રેટિંગ સાથે આવે છે. ઓપરેટિંગ સિસ્ટમની વાત કરીએ તો આ ફોન એન્ડ્રોઇડ 14 બેસ્ડ OneUI 6.1 પર કામ કરે છે.
આ પણ વાંચો - ગૂગલ પિક્સલ 10a ફોન લોન્ચ, 5,100mAh બેટરી, જાણો કિંમત અને ફિચર્સ
ખાસ વાત એ છે કે કંપની આ ફોનમાં ચાર જનરેશન ઓએસ અપગ્રેડ અને પાંચ સિક્યોરિટી પેચ પણ આપશે. કનેક્ટિવિટી માટે 5G SA/NSA, ડ્યુઅલ 4G VoLTE, Wi-Fi 802.11 ac, બ્લૂટૂથ 5.3, GPS + GLONASS, USB Type-C અને NFC જેવા વિકલ્પો મળશે. દમદાર સાઉન્ડ માટે કંપની આ ફોનમાં સ્ટીરિયો સ્પીકર્સ સાથે ડોલ્બી એટમોસ પણ આપી રહી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us