ગેલેક્સી AI નો હવે ગુજરાતી ભાષામાં પણ કરી શકાશે ઉપયોગ, આ સાથે કુલ 22 ભાષામાં ઉપલબ્ધ

Samsung adds Gujarati to Galaxy AI: સેમસંગ તરફથી ગુરુવારે કરાયેલી એક જાહેરાત મુજબ કંપનીએ ગેલેક્સી AI માટે બે નવી ભાષાઓ ગુજરાતી અને ફિલિપિનો રજૂ કરી છે. આ નવા અપડેટ સાથે ગેલેક્સી AIનો ઉપયોગ હવે કુલ 22 ભાષાઓમાં કરી શકાશે

Written by Ashish Goyal
Updated : October 30, 2025 16:03 IST
ગેલેક્સી AI નો હવે ગુજરાતી ભાષામાં પણ કરી શકાશે ઉપયોગ, આ સાથે કુલ 22 ભાષામાં ઉપલબ્ધ
Samsung Galaxy AI available in Gujarati : સેમસંગે ગેલેક્સી AI માટે બે નવી ભાષાઓ ગુજરાતી અને ફિલિપિનો રજૂ કરી છે (તસવીર - સોશિયલ મીડિયા)

Samsung Galaxy AI Gujarati chat News: સેમસંગ તરફથી ગુરુવારે કરાયેલી એક જાહેરાત મુજબ કંપનીએ ગેલેક્સી AI માટે બે નવી ભાષાઓ ગુજરાતી અને ફિલિપિનો રજૂ કરી છે. આ નવા અપડેટ સાથે ગેલેક્સી AIનો ઉપયોગ હવે કુલ 22 ભાષાઓમાં કરી શકાશે.

કંપનીનું કહેવું છે કે ગેલેક્સી AI માં નવી ભાષાઓ ઉમેરવાનો હેતુ ભાષા અવરોધોને ઘટાડવાનો છે, જેનાથી વધુને વધુ યુઝર્સ એઆઈનો ઉપયોગ કરી શકે. જેમ જેમ ગેલેક્સી AI વિકસિત થાય છે, તે વધુને વધુ ક્ષેત્રોના યુઝર્સ માટે ઉપલબ્ધ થઈ રહ્યું છે.

શું મળશે સુવિધા

ગેલેક્સી AI રોજિંદા જીવનમાં સંદેશાવ્યવહાર અને પ્રોડક્ટિવિટીને સરળ અને વધુ સાહજિક બનાવવા માટે ડિઝાઇન કરાયેલ છે. ગેલેક્સી AI સાથે યુઝર્સને લાઇવ ટ્રાન્સલેટ, ઇન્ટરપ્રિટેશન, ચેટ, નોટ અને બ્રાઉઝિંગ અસિસ્ટ જેવી સુવિધાઓ મળે છે.

ગેલેક્સી AI માં યુઝર્સને રીઅલ-ટાઇમ, ટૂ-વે વૉઇસ અને ટેક્સ્ટ ટ્રાન્સલેશન સાથે લાઇવ ટ્રાન્સલેટની સુવિધા મળે છે, જેની સાથે દેશની સરહદોની પાર પણ કોલ પર વાતચીત કરવાનું ખૂબ સરળ બનાવે છે. તેવી જ રીતે યુઝર્સ ટ્રાન્સક્રિપ્ટ અસિસ્ટ સાથે મીટિંગ્સ અને લેક્ચર સાથે જોડાયેલી કોઈપણ વોઇસ રેકોર્ડિંગ્સને ટ્રાન્સક્રાઇબ, સારાંશ અને ટ્રાન્સલેટ કરી શકે છે.

ગેલેક્સી AI સાથે બ્રાઉઝિંગ અસિસ્ટ યુઝર્સને નવા મુદ્દાથી અપ ટુ ડેટ રાખે છે. સાથે તે ન્યૂઝ આર્ટિકલ અને વેબ પેજને સારાંશ આપવાની પણ સુવિધા આપે છે.

ગેલેક્સી AI માં ગુજરાતીને સામેલ કરવું એક મહત્વપૂર્ણ પગલું

ભારતમાં સેમસંગ આરએન્ડડી ઇન્સ્ટિટ્યૂટના સિનિયર ડિરેક્ટર અને લેંગ્વેજ એઆઈ ટીમના હેડ ગિરધર જક્કીએ જણાવ્યું હતું કે ગેલેક્સી AI માં ગુજરાતીને સામેલ કરવું ભારતમાં દરેક માટે એઆઈ સુલભ બનાવવાના અમારા મિશનમાં એક મહત્વપૂર્ણ પગલું છે, જ્યાં ભાષાઓની વિશાળ વિવિધતા છે.

આ પણ વાંચો – 10,000 રુપિયાથી ઓછી કિંમતમાં ખરીદો બ્રાન્ડેડ એર પ્યુરિફાયર, ઝેરીલી હવામાં રાહત મળશે

તેમણે આગળ કહ્યું કે અમારી ભાષાઓની યાદીમાં ગુજરાતી ઉમેરીને અમે ગુજરાતી બોલનારાઓને કોલ અસિસ્ટ અને ઇન્ટરપ્રેટર જેવી લોકપ્રિય ગેલેક્સી એઆઈ ફિચર્સને સરળતાથી ઉપયોગ કરવામાં મદદ કરી રહ્યા છીએ, આ બધી અમારી એડવાન્સ ઓન-ડિવાઇસ એઆઈ ટેકનોલોજી દ્વારા સંચાલિત છે.

જક્કીએ કહ્યું કે જેમ જેમ અમે ગેલેક્સી એઆઈની ભાષાકીય પહોંચને વિસ્તૃત કરી રહ્યા છીએ, તેમ તેમ અમે એવી ટેકનોલોજી બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ જે ભારતની બહુભાષી વિરાસતને સાચવે અને સમુદાયોને એકબીજા સાથે જોડાયેલી દુનિયામાં આગળ વધવા માટે સશક્ત બનાવે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ