સેમસંગ ગેલેક્સી F17 5G ની ભારતમાં ધમાકેદાર એન્ટ્રી, જાણો કિંમત અને ફિચર્સ

Samsung Galaxy F17 5G : સેમસંગે પોતાની F-Series નો લેટેસ્ટ સ્માર્ટફોન ગેલેક્સી એફ 17 5જી ભારતમાં લોન્ચ કર્યો છે. સેમસંગ ગેલેક્સી એફ 17 5જી સ્માર્ટફોનની કિંમત અને ફિચર્સ વિશે વધુ જાણો

Samsung Galaxy F17 5G : સેમસંગે પોતાની F-Series નો લેટેસ્ટ સ્માર્ટફોન ગેલેક્સી એફ 17 5જી ભારતમાં લોન્ચ કર્યો છે. સેમસંગ ગેલેક્સી એફ 17 5જી સ્માર્ટફોનની કિંમત અને ફિચર્સ વિશે વધુ જાણો

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
samsung galaxy f17 5g launch in india

સેમસંગે પોતાની F-Series નો લેટેસ્ટ સ્માર્ટફોન ગેલેક્સી એફ 17 5જી ભારતમાં લોન્ચ કર્યો

Samsung Galaxy F17 5G launched: સેમસંગે પોતાની F-Series નો લેટેસ્ટ સ્માર્ટફોન ગેલેક્સી એફ 17 5જી ભારતમાં લોન્ચ કર્યો છે. સેમસંગ ગેલેક્સી એફ 17 5જી એ કંપનીનો લેટેસ્ટ ફોન છે અને તેમાં 5000mAh ની મોટી બેટરી છે. આ સેમસંગ હેન્ડસેટનું IP54 રેટિંગ મળે છે એટલે કે ડસ્ટ અને સ્પ્લેશ રેઝિસ્ટન્સ છે.

Advertisment

ડિવાઇસમાં 50MP રિઅર કેમેરા, 13MP ફ્રન્ટ કેમેરા અને ઘણા બધા Galaxy AI ફિચર્સ પણ છે. સેમસંગ ગેલેક્સી એફ 17 5જી સ્માર્ટફોનની કિંમત અને ફિચર્સ વિશે વધુ જાણો.

સેમસંગ ગેલેક્સી F17 5G કિંમત

સેમસંગ ગેલેક્સી એફ 17 5જીને વાયોલેટ પોપ અને નિયો બ્લેક કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ફોનના 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 14,499 રૂપિયા અને 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 15,999 રૂપિયા છે. આ ફોનને આજથી દેશભરના ઓફલાઇન રિટેલ સ્ટોર્સ, Samsung.com અને ફ્લિપકાર્ટ પર વેચાણ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો - Apple એ રજુ કર્યો અત્યાર સુધીનો સૌથી સ્લીમ iPhone, એટલો પાતળો કે વિશ્વાસ નહીં થાય

Advertisment

લોન્ચ ઓફરની વાત કરીએ તો તમને એચડીએફસી બેંક અને યુપીઆઈ ટ્રાન્ઝેક્શન દ્વારા ફોન ખરીદવા પર 500 રૂપિયાનું કેશબેક મળશે. આ સિવાય 6 મહિના સુધી નો-કોસ્ટ ઇએમઆઈ ઓફર પણ છે.

સેમસંગ ગેલેક્સી એફ17 5જી ફીચર્સ

સેમસંગ ગેલેક્સી એફ 17 5 જી સ્માર્ટફોનમાં Google Gemini અને Circle to Search ફિચર્સ મળે છે. ફોનમાં 6 વર્ષ સુધીના મોટા ઓએસ અને સિક્યોરિટી અપડેટ્સ મેળવવાનો દાવો કરવામાં આવ્યો છે.

સેમસંગ સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ 5G