Samsung Galaxy S25 FE ની ધમાકેદાર એન્ટ્રી, નવા પ્રીમિયમ ફોનમાં 256GB સ્ટોરેજ અને AI ફિચર્સ, જાણો કિંમત

Samsung Galaxy S25 FE : સેમસંગે પોતાનો નવો ગેલેક્સી S25 FE સ્માર્ટફોન ગ્લોબલ માર્કેટમાં લોન્ચ કર્યો છે. સેમસંગ ગેલેક્સી એસ 25 એફઇ કંપનીનો નવો હેન્ડસેટ છે

Written by Ashish Goyal
Updated : September 04, 2025 18:28 IST
Samsung Galaxy S25 FE ની ધમાકેદાર એન્ટ્રી, નવા પ્રીમિયમ ફોનમાં 256GB સ્ટોરેજ અને AI ફિચર્સ, જાણો કિંમત
સેમસંગે પોતાનો નવો ગેલેક્સી S25 FE સ્માર્ટફોન ગ્લોબલ માર્કેટમાં લોન્ચ કર્યો

Samsung Galaxy S25 FE Launched : સેમસંગે પોતાનો નવો ગેલેક્સી S25 FE સ્માર્ટફોન ગ્લોબલ માર્કેટમાં લોન્ચ કર્યો છે. સેમસંગ ગેલેક્સી એસ 25 એફઇ કંપનીનો નવો હેન્ડસેટ છે અને તેમાં સેમસંગનું Exynos 2400 ચિપસેટ છે.

નવા સેમસંગ ગેલેક્સી એસ 25 એફઇમાં 50MPનો ટ્રિપલ રિયર કેમેરો અને 12 મેગાપિક્સલનો સેલ્ફી સેન્સર આપવામાં આવ્યો છે. આ ફોનમાં 7 વર્ષ માટે એન્ડ્રોઇડ અને સિક્યોરિટી અપગ્રેડનો વાયદો છે. સેમસંગના આ સ્માર્ટફોનમાં વાયર્ડ અને વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે. જાણો સેમસંગના નવા સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે.

સેમસંગ ગેલેક્સી S25 FE કિંમત

સેમસંગ ગેલેક્સી એસ 25 એફઇના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 650 ડોલર (લગભગ 57,300 રૂપિયા) છે. જ્યારે 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિએન્ટને 710 ડોલર (લગભગ 62,570 રૂપિયા)માં લોન્ચ કરવામાં આવ્યા છે. આ ફોન આઈસીબ્લૂ, જેટબ્લેક, નેવી અને વ્હાઇટ કલરમાં આવે છે. આ ફોન કંપનીની વેબસાઇટ દ્વારા અમેરિકામાં ખરીદી માટે ઉપલબ્ધ છે. ટૂંક સમયમાં ભારતમાં ફોનની કિંમત અને ઉપલબ્ધતા વિશે માહિતી આપવામાં આવી શકે છે.

સેમસંગ ગેલેક્સી S25 FE ફીચર્સ

સેમસંગ ગેલેક્સી એસ 25 એફઇ સ્માર્ટફોનમાં 6.7 ઇંચની ફુલએચડી + ડાયનેમિક AMOLED 2X સ્ક્રીન છે જે 120હર્ટ્ઝ સુધીનો રિફ્રેશ રેટ અને 1900 એનઆઇટી પીક બ્રાઇટનેસ પ્રદાન કરે છે. ડિસ્પ્લે Vision Booste ને સપોર્ટ કરે છે અને તેમાં Gorilla Glass Victus+ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. આ ફોનમાં 8જીબી રેમ અને Exynos 2400 ચિપસેટ છે.

આ પણ વાંચો – રોયલ એનફીલ્ડની પ્રથમ ઇલેક્ટ્રિક બાઇક ફ્લાઇંગ Flea C6 ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી

સેમસંગ ગેલેક્સી એસ 25 એફઇ 256 જીબી સુધી ઇનબિલ્ટ સ્ટોરેજ સાથે આવે છે. આ ફોન એન્ડ્રોઇડ 16 બેસ્ડ One UI 8 સાથે આવે છે. ડિવાઇસમાં 7 વર્ષ સુધી ઓએસ અને સુરક્ષા અપગ્રેડનું વચન આપવામાં આવ્યું છે. હેન્ડસેટ 6 મહિનાના ફ્રી Google AI Pro સાથે આવશે. આ સ્માર્ટફોનમાં ગૂગલનું Circle to Search, Gemini Live અને બીજા AI ફીચર્સ આપવામાં આવ્યા છે.

50 મેગાપિક્સલનો વાઇડ-એંગલ પ્રાઇમરી રિયર કેમેરો

કેમેરાની વાત કરીએ તો ગેલેક્સી S25 FEમાં 50 મેગાપિક્સલનો વાઇડ-એંગલ પ્રાઇમરી રિયર કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં 8 મેગાપિક્સલનો ટેલિફોટો અને 12 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ લેન્સ પણ આપવામાં આવ્યો છે. કેમેરો 30fps પર 8K વીડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 12 મેગાપિક્સલનું ફ્રન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે. આ ડિવાઇસમાં Generative Edi જેવા AI-સંચાલિત એડિટીંગ ટૂલ્સનો સપોર્ટ મળે છે.

સેમસંગના આ સ્માર્ટફોનને પાવર આપવા માટે 4900mAhની મોટી બેટરી આપવામાં આવી છે, જે 45W વાયર્ડ અને 15W વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે ડિવાઇસમાં 5જી, 4જી એલટીઇ, વાઇ-ફાઇ 6ઇ, બ્લૂટૂથ 5.4, જીપીએસ અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ હેન્ડસેટ ડસ્ટ અને વોટર રેજિસ્ટેંસ માટે IP68 રેટિંગ સાથે આવે છે. ફોનની જાડાઈ 7.4 mm અને વજન 190 ગ્રામ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ