/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/exynos-2600-Samsung-galaxy.jpg)
Samsung : સેમસંગે વિશ્વનું પ્રથમ 2nm સ્માર્ટફોન પ્રોસેસર રજૂ કર્યું છે (Image Source: Samsung)
Samsung : સેમસંગે વિશ્વનું પ્રથમ 2nm સ્માર્ટફોન પ્રોસેસર રજૂ કર્યું છે. આ 2nm ચિપ Exynos 2600 ના નામે રજૂ કરવામાં આવી છે. આ પ્રોસેસર Snapdragon 8 Elite Gen 5 અને Dimensity 9500 જેવા દમદાર ચિપ્સને ટક્કર આપશે.
ગયા વર્ષે સેમસંગે તેના પોતાના Exynos પ્રોસેસરને બદલે Snapdragon 8 Elite નો ઉપયોગ કર્યો હતો. પરંતુ આ વખતે એવું નહીં થાય. નવી Exynos 2600 આવવાથી આશા છે કે Galaxy S26 સિરીઝના કેટલાક વેરિઅન્ટમાં ફરીથી સેમસંગના ઇન-હાઉસ Exynos પ્રોસેસર જોવા મળશે.
Exynos 2600 માં એક અપગ્રેડ કરાયેલ NPU છે
ઈન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા અનુસાર સેમસંગે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે Exynos 2600 માં એક અપગ્રેડ કરાયેલ NPU છે જે તેના અગાઉના મોડલ કરતા 113% વધુ પર્ફોમન્સ આપે છે. TSMC ના 2nm પ્રોસેસ પર બનેલ, Exynos 2600 માં 10-કોર સીપીયુ છે જે નવા C1-Ultra અને C1-Pro કોરનો ઉપયોગ કરે છે. ઉપરાંત સેમસંગે લો-પાવર કોરને હટાવી દીધા છે અને તેના બદલે મધ્યમ અને ઉચ્ચ-પ્રદર્શન કોરના મિક્સચરનો ઉપયોગ કર્યો છે.
ગયા વર્ષના Exynos 2500 ની સરખામણીમાં નવી ચિપ 39% વધુ પર્ફોમન્સ આપે છે. તે Xclipse 960 GPU સાથે પણ આવે છે, જે 50% સુધી વધા રે-ટ્રેસિંગ પર્ફોમન્સ આપે છે અને AI આધારિત રિઝોલ્યુશન સ્કેલિંગ અને ફ્રેમ જનરેશન લાવે છે.
નવું ફ્લેગશિપ ચિપસેટ 320 મેગાપિક્સલ સુધીના કેમેરાને સપોર્ટ કરે છે
ધ ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર સેમસંગનું કહેવું છે કે તેનું સૌથી નવું ફ્લેગશિપ ચિપસેટ 320 મેગાપિક્સલ સુધીના કેમેરાને સપોર્ટ કરે છે અને 108 મેગાપિક્સલના સેન્સરમાં શૂન્ય શટર લેગ લાવે છે. તે HDR સાથે 8 30 એફપીએસ પર 8K વીડિયો અને 120 એફપીએસ પર 4K વીડિયો પણ રેકોર્ડ કરે છે.
આ પણ વાંચો - કેમેરા સાથે બદલાશે નવા આઈફોનનો અંદાજ, જાણો લીકમાં શું-શું માહિતી સામે આવી
કંપનીના જણાવ્યા અનુસાર, તેણે હાઇ-કે ઇએમસીનો ઉપયોગ કરીને થર્મલ ડિસ્સિપેશન કાર્યક્ષમતામાં સુધારો કર્યો છે. આ હિટને વહેવા દે છે અને થર્મલ રેજિસ્ટેંસને 16% સુધી ઓછી કરે છે, જેનાથી ચિપનું અંદરનું ટેમ્પરેચર ભારે વર્કલોડ હેઠળ પણ સ્થિર રહે છે. આશા છે કે Exynos 2600, ગેલેક્સી એસ 26 અને ગેલેક્સી એસ 26 પ્લસમાં આવશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us