ઓછી કિંમતમાં ફ્લેગશિપ ફોન જેવા ફિચર્સ, આવી રહ્યો છે નવો વીવો T4 અલ્ટ્રા સ્માર્ટફોન, શું છે ખાસ

Vivo T4 Ultra Launch Date in India: Vivo T4 અલ્ટ્રા સ્માર્ટફોન ભારતમાં 11 જૂન 2025 (બુધવાર)ના રોજ લોન્ચ કરવામાં આવશે. આ ફોનને મિડ-રેન્જ સેગમેન્ટમાં ફ્લેગશિપ-લેવલ ફીચર્સ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી અપેક્ષા છે

Written by Ashish Goyal
Updated : June 05, 2025 22:16 IST
ઓછી કિંમતમાં ફ્લેગશિપ ફોન જેવા ફિચર્સ, આવી રહ્યો છે નવો વીવો T4 અલ્ટ્રા સ્માર્ટફોન, શું છે ખાસ
Vivo T4 અલ્ટ્રા સ્માર્ટફોન ભારતમાં 11 જૂન 2025 (બુધવાર)ના રોજ લોન્ચ કરવામાં આવશે

Vivo T4 Ultra Launch Date in India: વીવોએ ભારતમાં પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન લોન્ચ કરવાની જાહેરાત કરી છે. Vivo T4 અલ્ટ્રા સ્માર્ટફોન ભારતમાં 11 જૂન 2025 (બુધવાર)ના રોજ લોન્ચ કરવામાં આવશે. આ ફોનને મિડ-રેન્જ સેગમેન્ટમાં ફ્લેગશિપ-લેવલ ફીચર્સ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી અપેક્ષા છે. વીવો ટી4 અલ્ટ્રા સ્માર્ટફોન ખાસ કરીને એવા યૂઝર્સ માટે લોન્ચ કરવામાં આવશે જે ઓછી કિંમતમાં હાઇ-એન્ડ ફીચર્સ ઇચ્છે છે.

વીવોનો આ ફોન ટેગલાઇન ” “Turbo performance at its finest” સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ ડિવાઇસનું પરફોર્મન્સ-સેન્ટ્રિક ડિવાઇસ તરીકે માર્કેટિંગ કરવામાં આવી રહ્યું છે. કંપનીના જણાવ્યા પ્રમાણે આ સ્માર્ટફોનમાં ઇન્ડસ્ટ્રી ફર્સ્ટના ઘણા ફીચર્સ આપવામાં આવ્યા છે.

વીવો ટી4 અલ્ટ્રામાં 10x ટેલિફોટો મેક્રો ઝૂમ આપવામાં આવે તેવી અપેક્ષા છે, જે સામાન્ય રીતે આ પ્રાઇસ સેગમેન્ટમાં ઉપલબ્ધ નથી. ફોનમાં 1.5K ક્વાડ-કર્વ્ડ ડિસ્પ્લે હશે, જેની સાથે યુઝરનો અનુભવ વધુ સારો બનાવવાનો છે.

Vivo T4 અલ્ટ્રા લીક થયેલા સ્પેસિફિકેશન્સ

જોકે વીવોએ હજુ સુધી સત્તાવાર રીતે આગામી સ્માર્ટફોનના સ્પેસિફિકેશન્સ જાહેર કર્યા નથી. પરંતુ અનેક ઓનલાઇન લીક્સ સૂચવે છે કે ટી 4 અલ્ટ્રા સ્માર્ટફોનમાં 6.67 ઇંચની ડિસ્પ્લે હોઈ શકે છે. જે 120હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથે આવશે. આ ડિવાઇસને મીડિયાટેક ડાઇમેંસિટી 9300-સીરીઝ ચિપસેટ સાથે લોન્ચ કરવામાં આવશે, જે ગેમિંગ અને મલ્ટિટાસ્કિંગ માટે મજબૂત પરફોર્મન્સ આપશે.

આ પણ વાંચો – વાઇફાઇ એસી કે નોન વાઇફાઇ એસી કયું વીજળી બિલ ઘટાડે? જાણો અહીં

Vivo T4 અલ્ટ્રા કેમેરા

કેટલાક મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે ડિવાઇસમાં 50 MP Sony IMX921 પ્રાઇમરી રિયર કેમેરો અને 50 MP પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ હશે. ડિવાઇસમાં આવા ઘણા ફોટોગ્રાફી ફીચર્સ મળવાની અપેક્ષા છે જે પ્રીમિયમ ફોનમાં આપવામાં આવશે. Vivo T4 અલ્ટ્રા સ્માર્ટફોનને 90W ફાસ્ટ ચાર્જિંગ ફીચર્સ સાથે લોન્ચ કરી શકાય છે. હેન્ડસેટમાં એન્ડ્રોઇડ બેસ્ડ Funtouch OS 15 મળવાની અપેક્ષા છે.

Vivo T4 અલ્ટ્રા ઇન્ડિયા લોન્ચ

ઉલ્લેખનીય છે કે વીવો ટી4 અલ્ટ્રાને સત્તાવાર રીતે 11 જૂને લોન્ચ કરવામાં આવશે. આ લોન્ચ ઇવેન્ટને વીવો ઇન્ડિયાના ડિજિટલ પ્લેટફોર્મ પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે. ઇવેન્ટમાં હેન્ડસેટની કિંમત અને ઉપલબ્ધતા વિશેની માહિતી આપવામાં આવે તેવી અપેક્ષા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ