/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/Vivo-T4R-5G.jpg)
Vivo T4R 5G : વીવો ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહ્યું છે, જેનું નામ Vivo T4R 5G હશે (તસવીર - વીવો)
Vivo T4R 5G : વીવો ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહ્યું છે, જેનું નામ Vivo T4R 5G હશે. આ હેન્ડસેટ અંગે એક ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે Coming Soon. આ બતાવે છે કે આ હેન્ડસેટ ટૂંક સમયમાં ભારતમાં આવશે. ફ્લિપકાર્ટ પર વેચાણ માટે ઉપલબ્ધ આ હેન્ડસેટ અંગે કંપનીએ દાવો કર્યો છે કે તે ભારતનો સૌથી પાતળો ક્વોડ કર્વ્ડ ડિસ્પ્લે ફોન હશે. આ હેન્ડસેટની જાડાઈ 7.39mm હશે.
Samsung Galaxy S25 Edge લોન્ચ કરવામાં આવ્યો છે અને તે ગેલેક્સી S શ્રેણીનો અત્યાર સુધીનો સૌથી પાતળો ફોન છે. સત્તાવાર વેબસાઇટ પર લિસ્ટેડ ડિટેલ્સ દર્શાવે છે કે આ હેન્ડસેટની જાડાઈ 5.8mm છે, પરંતુ તેમાં કર્વ્ડ ડિસ્પ્લે નથી. આ સ્માર્ટફોનનું વજન 163g છે. આ સ્માર્ટફોન ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ સાથે આવી શકે છે અને તેમાં ઘણા સારા ફિચર્સ મળે છે.
ટીઝર ઇમેજ બતાવે છે કે Vivo T4R 5G માં iQOO Z10R જેવો કેમેરા સેટઅપ છે, જે આવતા અઠવાડિયે ભારતમાં લોન્ચ થઈ શકે છે. Vivo ના આ આગામી હેન્ડસેટમાં ઘણા સારા ફિચર્સ હોઈ શકે છે.
Vivo T4R 5G ના સંભવિત ફિચર્સ
Vivo T4R 5G માં 6.77-ઇંચ FHD+ Quad-curved ડિસ્પ્લે આપવામાં આવી શકે છે, જે 120Hz હોઈ શકે છે. તેની અંદર MediaTek Dimensity 7400 ચિપસેટ જોવા મળી શકે છે. તે 8GB અને 12GB RAM વેરિઅન્ટ સાથે આવી શકે છે.
આ પણ વાંચો - ભારતમાં આઇફોન 17, આઇફોન 17 પ્રો, આઇફોન 17 પ્રો મેક્સની કિંમત કેટલી હશે? લોન્ચ પહેલા કિંમત લીક
Vivo T4R 5G સંભવિત કેમેરા સેટઅપ
Vivo T4R 5G સંબંધિત ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમાં iQOO Z10R નો કેમેરા સેટઅપ હોઈ શકે છે. તેમાં 50MP રીઅર કેમેરામાં આપવામાં આવી શકે છે, જેમાં IMX882 સેન્સર હશે. તેમાં 2MP સેકન્ડરી કેમેરા અને 32MP સેલ્ફી કેમેરા હોઈ શકે છે.
વેચાણ ફ્લિપકાર્ટ પર શરૂ થશે
Vivo T4R 5G ને ફક્ત એક્સક્લૂસિવલી ફ્લિપકાર્ટ પર સેલ કરી શકાય છે. ઉપરાંત કંપની તેને Vivo ઓનલાઈન સ્ટોર ઉપર પણ વેચશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us