/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/Vivo-X300-vs-OnePlus-15.jpg)
Vivo X300 vs OnePlus 15 : વનપ્લસ 15 અને વીવો X300 ફોનમાંથી કયો શ્રેષ્ઠ છે
Vivo X300 vs OnePlus 15 : Vivo એ હાલમાં જ ભારતમાં પોતાનો મોસ્ટ-અવેટેડ સ્માર્ટફોન Vivo X300 લોન્ચ કર્યો છે. વીવો એક્સ 300 સ્માર્ટફોનમાં મીડિયાટેક ડાયમેન્સિટી 9500 ચિપસેટ છે જે 3nm પ્રક્રિયા પર આધારિત છે. આ વીવો હેન્ડસેટ લેટેસ્ટ વનપ્લસ 15 સાથે સ્પર્ધા કરશે. Snapdragon 8 Elite Gen 5 પ્રોસેસર વનપ્લસ ના આ ફ્લેગશિપ ફોનમાં મળે છે. જો તમે નવો ફ્લેગશિપ ફોન મેળવવાનું વિચારી રહ્યા છો તો અમે તમને જણાવી રહ્યા છીએ કે વનપ્લસ અને વીવોના આ ફોનમાંથી કયો શ્રેષ્ઠ છે?
Vivo X300 vs OnePlus 15: ડિઝાઇન અને ડિસ્પ્લે
વીવો એક્સ 300 સ્માર્ટફોનમાં 6.31 ઇંચની એમોલેડ ડિસ્પ્લે છે જે 1216×2640 પિક્સેલ રિઝોલ્યુશન ઓફર કરે છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝનો અને ટચ સેમ્પલિંગ રેટ 300 હર્ટ્ઝ સુધી છે. ડિસ્પ્લે એચડીઆરને સપોર્ટ કરે છે. આ ડિવાઇસનું ડાઇમેંશન 150.57×71.92×7.95mm અને તેનું વજન 190 ગ્રામ છે.
વનપ્લસ 15 માં મોટી 6.78-ઇંચની QHD+ AMOLED સ્ક્રીન આપવામાં આવી છે જે 165 હર્ટ્ઝ રિફ્રેશ રેટ ઓફ કરે છે. સ્ક્રીન 1800 નિટ્સ સુધી પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે. ડિસ્પ્લેનો આસ્પેક્ટ રેશિયો 20:9 છે. મોટી સ્ક્રીન હોવા છતાં ફોન સ્લીક છે. હેન્ડસેટનું વજન લગભગ 215 ગ્રામ છે.
વીવો એક્સ 300 vs વનપ્લસ 15: પર્ફોમન્સ અને હાર્ડવેર
Vivo X300 સ્માર્ટફોનમાં MediaTekનો Dimensity 9500 ચિપસેટ છે, જે 3nm પ્રોસેસ પર બિલ્ટ છે. હેન્ડસેટમાં વધુ સારી ફોટોગ્રાફી અને ઇમેજિંગ પર્ફોમન્સ માટે Vivo ની Pro Imaging VS1 અને V3+ ચિપ્સ મળે છે. ફોનમાં 16GB રેમ અને 512GB ઇનબિલ્ટ સ્ટોરેજ છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 16 બેસ્ડ OriginOS 6 સાથે આવે છે.
વનપ્લસ 15 સ્માર્ટફોનમાં ક્વાલકોમનું Snapdragon 8 Elite Gen 5 છે, જે 3nm પ્રોસેસ પર આધારિત છે. ફોનમાં Adreno 840 GPU છે. સ્માર્ટફોનમાં 16 જીબી રેમ અને 512 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ મળે છે. હેન્ડસેટમાં 3D વૈપર ચેમ્બર અને 360 Cryo-Velocity Cooling સિસ્ટમ છે. ફોન એન્ડ્રોઇડ 16 બેસ્ડ OxygenOS 16 સાથે આવે છે.
બંને ફોનની કેમેરા ટેક્નોલોજીમાં મોટો તફાવત છે. Vivo X300 માં Zeiss ટ્યુન ટ્રિપલ રિયર કેમેરા છે. ફોનમાં OIS સાથે 200MP પ્રાઇમરી સેન્સર છે. આ સિવાય 50MP વાઇડ-એંગલ લેન્સ અને 3x ઓપ્ટિકલ ઝૂમ સાથે 50MP ટેલિફોટો સેન્સર પણ છે. ડિવાઇસમાં 50MP ફ્રન્ટ કેમેરા છે જે 4K વિડિઓઝ રેકોર્ડ કરી શકે છે.
આ પણ વાંચો - Hyundai Verna Facelift 2026 ફરી થઇ સ્પોટ, મળશે નવો લૂક, મોટી ડિસ્પ્લે, જાણો લોન્ચ ટાઇમલાઇન
વનપ્લસ 15 સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનો સોની IMX906 પ્રાઇમરી રિયર કેમેરા છે. હેન્ડસેટમાં 3.5x ઓપ્ટિકલ ઝૂમ સાથે સેમસંગ JN5 ટેલિફોટો લેન્સ અને OV50D અલ્ટ્રાવાઇડ લેન્સ પણ છે. રિયર કેમેરો 30fps પર 8K રેકોર્ડિંગ, 120fps પર 4K રેકોર્ડિંગને સપોર્ટ કરે છે. હેન્ડસેટમાં 32-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે જે 60fps પર 4K વીડિને સપોર્ટ કરે છે.
વીવો એક્સ 300 vs વનપ્લસ 15: બેટરી અને ચાર્જિંગ
Vivo X30 સ્માર્ટફોનમાં મોટી 6040mAh બેટરી છે જે 90W વાયર્ડ અને 40W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. જ્યારે વનપ્લસ 15 માં 7300mAh મોટી સિલિકોન-કાર્બન બેટરી છે જે 120W અને 50W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કંપનીનું કહેવું છે કે ફોન 39 મિનિટમાં ફૂલ ચાર્જ થઈ જશે.
વીવો એક્સ 300 vs વનપ્લસ 15: કનેક્ટિવિટી
બંને સ્માર્ટફોનમાં 5G, Wi-Fi, બ્લૂટૂથ 6, NFC અને GPS જેવા ફીચર્સ મળે છે. Vivo X300 IP68 અને IP69 ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ રેટિંગ્સ મેળવે છે. જ્યારે વનપ્લસ 15 IP66+IP68+IP69+IP69K રેટિંગ્સ મળે છે. બંને ડિવાઇસમાં ઇન-ડિસ્પ્લે અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સેન્સર છે.
વીવો એક્સ 300 vs વનપ્લસ 15: કિંમત અને ઉપલબ્ધતા
વીવો એક્સ 300 સ્માર્ટફોનના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 75,999 રૂપિયા છે. જ્યારે ટોપ-એન્ડ 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ મોડેલની કિંમત 85,999 રૂપિયા છે. આ ફોન દેશમાં ખરીદી માટે ઉપલબ્ધ છે.
વનપ્લસ 15 સ્માર્ટફોનના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 72,999 રૂપિયા છે. જ્યારે 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 79,999 રૂપિયા છે. આ ફોનને કંપનીના ઓનલાઇન સ્ટોર અને એમેઝોન પર ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે.
વીવો એક્સ 300 vs વનપ્લસ 15 : કયો વધુ સારો છે?
વીવો એક્સ 300 શાનદાર કેમેરા પર્ફોમન્સ પ્રદાન કરે છે. ડિવાઇસની ડિઝાઇન કોમ્પેક્ટ છે જ્યારે વનપ્લસ 15 માં મોટી, હાઇ-રિફ્રેશ રેટ ડિસ્પ્લે, વધુ એડવાન્સ વીડિયો રેકોર્ડિંગ અને ઝડપી ચાર્જિંગ સાથે મોટી બેટરી મળે છે.
જો તમે શાનદાર ફોટોગ્રાફી ફિચર્સ વાળો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો વીવો એક્સ 300 એ એક શાનદાર ઓપ્શન છે. જ્યારે વનપ્લસ 15 મલ્ટિમીડિયા, ગેમિંગ અને એક શાનદાર બેટરી શોધી રહેલા યુઝર્સ માટે એક સારો વિકલ્પ હોઈ શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us