/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/WhatsApp-new-features.jpg)
WhatsApp સતત ફીચર્સ અપડેટ કરતું હોય છે
WhatsApp update 2025 : મેટાની માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsApp એ એક નવું ટૂલ એડ કર્યું છે. સંભવતઃ ઘણા લોકોની જેમ તમે પણ આ ફિચર પર ધ્યાન નહીં આપ્યું હોય. આપણામાંના મોટાભાગના લોકો આ ટૂલનો ઉપયોગ ફક્ત સંદેશાઓ અથવા ફોટા મોકલવા માટે કરે છે. હવે આ એપ્લિકેશન ઘણા દમદાર ફિચર ઓફર કરે છે જે ચેટિંગને પહેલા કરતા સરળ, સુરક્ષિત અને અનુકૂળ બનાવે છે. અહીં આવા પાંચ કામના ફિચર્સ વિશે જણાવી રહ્યા છીએ જેનો તમારે ઉપયોગ કરવો જોઇએ.
Passkeys સાથે મજબૂત પ્રોટેક્શન
સિક્યોરિટી હવે યુઝર્સની સૌથી મોટી પ્રાથમિકતા બની ગઈ છે. વોટ્સએપ પર યુઝર્સ હવે Passkeys દ્વારા પોતાનું એકાઉન્ટ સુરક્ષિત કરી શકે છે. જ્યારે પણ તમે લોગ ઇન કરો છો ત્યારે પાસકી એન્ટર કરવાને બદલે યુઝર્સ હવે તેમની ઓળખની પુષ્ટિ કરવા માટે ફોનની ફિંગરપ્રિન્ટ અથવા ફેસ અનલોકનો ઉપયોગ કરી શકે છે. આ નવા સિક્યોરિટી ફીચરના આગમન સાથે તમારા વોટ્સએપ એકાઉન્ટને હવે કોઈ અન્ય વ્યક્તિ દ્વારા એક્સેસ કરી શકાશે નહીં. જ્યાં સુધી તેને તમારું સિમ કાર્ડ ના મળી જાય અથવા અન્ય ડિવાઇસ પર નંબર રજિસ્ટર કરવાનો પ્રયાસ કરે.
એક ફોન પર એક કરતા વધુ એકાઉન્ટ
જે લોકો પર્સનલ અને વર્ક બંને ફોન નંબરોનો ઉપયોગ કરે છે તેમને ઘણીવાર એકાઉન્ટ્સ વચ્ચે સ્વિચ કરવામાં મુશ્કેલી પડે છે. વોટ્સએપે હવે બિલ્ટ-ઇન મલ્ટિપલ એકાઉન્ટ ફીચર સાથે આ સમસ્યા હલ કરી છે. કોઈપણ વ્યક્તિ હવે એપ્લિકેશનમાં જ બીજો નંબર ઉમેરી શકે છે અને એક જ ટેપમાં એકાઉન્ટ્સ વચ્ચે સ્વિચ કરી શકે છે. એટલે કે હવે યુઝર્સને કોઈ થર્ડ પાર્ટી એપ અથવા ફોન ક્લોનિંગની જરૂર નથી અને લોકો માટે એક સાથે બે એકાઉન્ટનો ઉપયોગ કરવો સરળ બની ગયો છે.
ચેટમાં મેસેજ ટ્રાન્સલેશન
હવે કોઈ બીજી ભાષા બોલતી વ્યક્તિ સાથે વાત કરવી એ કોઈ સમસ્યા નથી. વોટ્સએપ હવે તમને ચેટની અંદર મેસેજ ટ્રાન્સલેટ કરવાની સુવિધા આપે છે. આ માટે તમારે ટેક્સ્ટની કોપી કરીને બીજી એપ પર લઈ જવાની જરૂર નથી. ફક્ત મેસેજ દબાવીને રાખો અને Translate વિકલ્પ પસંદ કરો, તેને તરત જ તમારી પસંદની ભાષામાં જુઓ. જો તમે ઇચ્છો તો લેંગ્વેજ પેક પણ ડાઉનલોડ કરી શકો છો જે અનુવાદને વધુ ઝડપી બનાવે છે.
AI-પાવર્ડ મેસેજ સમરી
ગ્રુપ ચેટમાં સતત મેસેજ આવતા હોય છે અને તેથી શક્ય છે કે તમે જરૂરી અપડેટ્સ ચૂકી શકો છો. આ કારણોસર, વોટ્સએપ હવે AI-પાવર્ડ મેસેજ સમરીની સુવિધા પણ પ્રદાન કરે છે. તેથી તમે ન વાંચેલા (unread) મેસેજની એક નાની અને સ્પષ્ટ સમરી જોઈ શકો છો. સેંકડો મેસેજ સ્ક્રોલ કરવાને બદલે તમે ફક્ત થોડી લાઇન્સમાં આવશ્યક બાબતો સમજી શકો છો. આ સમયની બચત કરે છે અને તમને કોઈપણ મુશ્કેલી વિના અપડેટ રહી શકો છો.
આ પણ વાંચો - ફોલ્ડેબલ iPhone આવતા વર્ષે થઇ શકે છે લોન્ચ! હિડેન કેમેરા સહિત જાણો અન્ય ડિટેલ્સ
આ ફીચર્સ બતાવે છે કે વોટ્સએપ કેટલી ઝડપથી પોતાને શાનદાર બનાવે છે. વધુ સારા ફોટો શેરિંગથી લઈને AI ની મદદથી મેસેજની સમરી આપવા સુધી આ એપ્લિકેશન હવે પહેલા કરતા વધુ પાવરફુલ અને યુઝર ફ્રેન્ડલી થઇ ગઇ છે. આ ટૂલ્સને એક્સપ્લોર કરવાથી તમારા મેસેજિંગને સરળ, સલામત અને વધુ મનોરંજક બનાવી શકાય છે.
ફોટા અને વીડિયોની બેસ્ટ ક્લોલિટી શેર કરવી
અગાઉ વોટ્સએપ ફોટો અને વીડિયોની સાઇઝ ઘટાડવા માટે તેની ક્વોલિટી ઘટાડી દેતું હતું જેના કારણે ફોટા ઘણીવાર અસ્પષ્ટ દેખાતા હતા. હવે એપ્લિકેશન તમને હાઇ ક્વોલિટીમાં મીડિયા શેર કરવાની સુવિધા આપે છે જે રંગ, ડિટેલ્સ અને સ્પષ્ટતા જાળવી રાખે છે.
તમે સેટિંગ્સમાં જઈને HD અપલોડનો વિકલ્પ પસંદ કરી શકો છો. જેથી તમારા ફોટા અને વીડિયો બરાબર તેવા જ દેખાશે જેવા તે હોવા જોઈએ. જોકે યુઝર્સે ધ્યાનમાં રાખવું જોઈએ કે હાઇ ક્વોલિટી ફાઇલો વધુ ડેટા અને સ્ટોરેજનો વપરાશ કરે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us