/indian-express-gujarati/media/media_files/2026/01/05/lg-world-thinnest-oled-tv-2026-01-05-15-51-43.jpg)
LG એ દુનિયાનું સૌથી સ્લિમ ટીવી રજુ કર્યું Photograph: (LG)
LG World Thinnest OLED TV Announced : LG એ એક અદ્ભુત OLED ટીવી લોન્ચ કર્યું છે, જેને લઇને કંપની દાવો કરે છે કે તે વિશ્વનું સૌથી પાતળું OLED ટીવી છે. કંપનીએ આ મોડેલ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોન શો (ces) 2026 માટે લોન્ચ કર્યું છે.
LG ના આ મોડલનું નામ OLED evo W6 છે, તેના માટે કંપનીએ LG ના વોલપેપર ડિઝાઇનનો ઉપયોગ કર્યો છે, જે સૌ પ્રથમ 2017 માં રજૂ કરવામાં આવ્યું હતું. હવે આ ટેકનોલોજીને ટ્રુ વાયરલેસ કનેક્ટિવિટી મળીને બનાવવામાં આવ્યું છે.
LG ના આ લેટેસ્ટ ટીવી 9mm થિકનેસ
LG નું આ લેટેસ્ટ ટીવી 9mm થિકનેસ સાથે આવે છે, જ્યારે Samsung Galaxy S24 FE ની થિકનેસ 8mm છે. એટલે કહી શકાય કે આ ટીવીની થિકનેસ લગભગ એક સ્માર્ટફોન જેટલી છે.
LG એવો પણ દાવો કરે છે કે આ ટીવી કંપનીનું સૌથી અદ્યતન પિક્ચર ઇનોવેશન છે. તેને વાયરલેસ બનાવવા માટે કંપનીએ બધા પોર્ટને ઝીરો કનેક્ટ બોક્સમાં શિફ્ટ કર્યા છે, જે ટીવીથી 10 મીટર સુધી મૂકી શકાય છે. જેના કારણે આ ટીવી બધઆ વાયરોથી દૂર રહે છે.
LG ના આ નવા ટીવીમાં ન્યૂ ડિસ્પ્લે સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેને રેડિયન્ટ કલર ટેકનોલોજી નામ આપવામાં આવ્યું છે. આ ટેકનોલોજી બ્રાઇટનેસ અને કલરને સુધારે છે, જેના કારણે રિફ્લેક્શન ડાઉન થાય છે.
આ પણ વાંચો - ટાટા પંચ ફેચલિફ્ટનું ટીઝર રિલીઝ, નવા લૂકમાં મચાવ્યો તરખાટ, જાણો શું હશે ફિચર્સ
LG એ તેને લઇને એક અન્ય પણ દાવો કર્યો છે કે તેના જૂના OLED મોડેલોની સરખામણીમાં 3.9 ગણું વધુ બ્રાઇટ છે. આ માટે કંપનીએ Brightness Booster Ultra ફીચરનો યુઝ કર્યો છે.
LG ટીવી સ્પેસિફિકેશન્સ
LG ના આ ટીવીમાં 4K રિઝોલ્યુશન અને 165Hz રિફ્રેશ રેટને સપોર્ટ મળે છે. તેમાં 0.1ms પિક્સેલ રિસ્પોન્સ ટાઇમ મળે છે. તેમાં Nvidia G-SYNC કંપેટેબિલિટી, AMD FreeSync પ્રીમિયમ અને ઓટો લો લેટન્સીને સપોર્ટ કરે છે.
LG ટીવીમાં યૂઝ થનાર પ્રોસેસર
LG ના આ લેટેસ્ટ ટીવીમાં Alpha 11 AI Processor Gen3 પ્રોસેસર નો ઉપયોગ કરાયો છે, જેની સાથે ન્યુરલ પ્રોસેસિંગ યુનિટ (NPU) આપ્યું છે. આ વર્ઝન પાછલા વર્ઝન કરતા 5.6 ગણું વધુ શક્તિશાળી છે. આ ટીવી webOS પર કામ કરે છે. જોકે તેની કિંમત અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us