Tecno Camon 30 5G Series: સેલ્ફી માટે શાનદાર ટેકનો કેમોન સિરીઝના સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, 50MP કેમેરા, 512 જીબી સ્ટોર, જાણો કિંમત અને ફીચર્સ

Tecno Camon 30 5G Series Launch: ટેકનો કેમોન 30 5G સિરીઝ ભારતમાં 50 મેગાપિક્સલના ફ્રન્ટ કેમેરા સાથે લોન્ચ કરવામાં આવ્યા છે. જાણો લેટેસ્ટ સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ...

Written by Ajay Saroya
May 20, 2024 22:11 IST
Tecno Camon 30 5G Series: સેલ્ફી માટે શાનદાર ટેકનો કેમોન સિરીઝના સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, 50MP કેમેરા, 512 જીબી સ્ટોર, જાણો કિંમત અને ફીચર્સ
Tecno Camon 30 5G Series: ટેકનો કેમોન 30 સિરીઝના બે સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયા છે. (Image: @tecnomobile)

Tecno Camon 30 5G Series: ટેકનો એ ભારતમાં પોતાની CAMON 30 5G સિરીઝના નવા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. લેટેસ્ટ ટેક્નો કેમોન 30 5જી અને કેમોન 30 પ્રીમિયર 5જી સ્માર્ટફોન HiOS 14 સાથે આવે છે. પ્રીમિયર મોડલમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરો આપવામાં આવ્યો છે. ટેક્નો સીએમોન 30 5જી અને સીએમોન 30 પ્રીમિયર 5જીમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 50 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા, 5000mAhની બેટરી અને 70W વાયર્ડ ચાર્જિંગ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ચાલો નવા ટેકનો કેમોન 30 5જી સિરીઝના સ્માર્ટફોન વિશે વિસ્તારથી જણાવીએ

ટેક્નો કેમોન 30 5જી, ટેક્નો કેમોન 30 પ્રીમિયર 5જી કિંમત (Tecno Camon 30 5G, Tecno Camon 30 Premier 5G Price In India)

ટેકનો કેમોન 30 5જીના 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 22,999 રૂપિયા છે. તો 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 26,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યા છે. જ્યારે કેમોન 30 પ્રીમિયર 5જીનું 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ મોડલ 39,999 રૂપિયામાં ખરીદી શકાય છે.

બંને સ્માર્ટફોન ભારતમાં 23 મે, 2024ના રોજથી વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. ગ્રાહકો 3000 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે ટેક્નો કેમોન 30 કેમોન 30 5G અને CAMON 30 પ્રીમિયર 5G સ્માર્ટફોન ખરીદી શકે છે.

ટેક્નો કેમોન 30 5જી, ટેક્નો કેમોન 30 પ્રીમિયર 5જી સ્પેસિફિકેશન (Tecno Camon 30 5G, Tecno Camon 30 Premier 5G Specifications

ટેક્નો કેમોન 30 5જી અને કેમોન 30 પ્રીમિયર 5જી સ્માર્ટફોન ડ્યુઅલ સિમને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 14 આધારિત HiOS 14 સાથે આવે છે. સ્ટાન્ડર્ડ મોડલમાં 6.78 ઇંચ (1,080×2,436 પિક્સલ) ફુલએચડી+ એમોલેડ સ્ક્રીન છે, જેનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. હેન્ડસેટમાં 6 એનએમ ડિમેન્સિટી 7020 ચિપસેટ મળે છે. જ્યારે પ્રીમિયર મોડલમાં 6.77 ઇંચ (1,264×2,7800 પિક્સલ) 1.5K LTPO AMOLED સ્ક્રીન મળે છે. સ્ક્રીનમાં 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ છે અને તે 4nm ડિમેન્સિટી 8200 અલ્ટિમેટ ચિપ દ્વારા સંચાલિત છે. ટેક્નો કેમોન 30 5જીમાં 256 જીબી સ્ટોરેજ છે. જ્યારે કેમોન 30 પ્રીમિયર 5જીમાં 512 જીબી સ્ટોરેજ છે.

ફોટો અને વીડિયોની વાત કરીએ તો CAMON 30 5G સિરીઝમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરો આપવામાં આવ્યો છે. સ્ટાન્ડર્ડ મોડલમાં 2 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર છે અને કેમોન 30 પ્રીમિયર 5જીમાં 50 મેગાપિક્સલના ટેલિફોટો (3એક્સ ઓપ્ટિકલ), 50 મેગાપિક્સલના અલ્ટ્રા-વાઇડ એંગલ કેમેરા આપવામાં આવ્યા છે. બંને હેન્ડસેટમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 50 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો | સેમસંગ ગેલેક્સી ફોલ્ડેબલ સ્માર્ટફોન 34000 ના ડિસ્કાઉન્ટમાં ખરીદવાનો મોકો, જાણો ઓફરની છેલ્લી તારીખ

ટેક્નો કેમોન 30 સિરીઝના આ બંને સ્માર્ટફોન માં 5000mAhની બેટરી આપવામાં આવી છે જે 70W વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે આ ફોનમાં વાઇ-ફાઇ, બ્લૂટૂથ, જીપીએસ અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ફોનમાં એક્સેલેરોમીટર, ગાયરોસ્કોપ, એમ્બિયન્ટ લાઇટ સેન્સર અને પ્રોક્સિમિટી સેન્સર આપવામાં આવ્યું છે. આ મોબાઇલમાં IR બ્લાસ્ટર આપવામાં આવ્યું છે, એટલે કે સ્માર્ટફોનને અન્ય ઉપકરણો અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ માટે ફોન રિમોટ તરીકે કન્ટ્રોલ કરી શકે છે. આ સ્માર્ટફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ