Tecno Camon 30S Launched: ટેક્નો કેમોન 30એસ સ્માર્ટફોન લોન્ચ, 50MP કેમેરા અને 5000mAh બેટરી, જાણો કિંમત અને ફીચર્સ

Tecno Camon 30S Price And Features: ટેક્નો કેમોન 30એસ સ્માર્ટફોન 50 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા અને 5000mAhની પાવરફુલ બેટરી સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. જાણો લેટેસ્ટ ટેક્નો કેમોન સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે બધું

Written by Ajay Saroya
October 11, 2024 13:55 IST
Tecno Camon 30S Launched: ટેક્નો કેમોન 30એસ સ્માર્ટફોન લોન્ચ, 50MP કેમેરા અને 5000mAh બેટરી, જાણો કિંમત અને ફીચર્સ
Tecno Camon 30S Launched: ટેક્નો કેમોન 30એસ સ્માર્ટફોનમાં ડિસ્પ્લે પ્રોટેક્શન માટે ગોરિલ્લા ગ્લાસ છે. આથી સ્ક્રીનનો ઉપયોગ ભીના હાથથી પણ કરી શકાય છે. (Photo: Social Media)

Tecno Camon 30S Launched: ટેક્નો કેમોન 30એસ સ્માર્ટફોન કંપનીની ગ્લોબલ વેબસાઇટ પર લિસ્ટ થયો છે. આ લિસ્ટિંગમાં નવી ટેક્નો કેમોન 30એસની કિંમત, ફીચર્સ સાથે જોડાયેલી જાણકારી આપવામાં આવી છે. નવા CAMON 30S સ્માર્ટફોનમાં 6.78 ઇંચનો મોટો ફુલએચડી + ડિસ્પ્લે, 256GB સ્ટોરેજ અને 50MPનો પ્રાઇમરી રિયર કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોનમાં 5000mAhની મોટી બેટરી આપવામાં આવી છે. ચાલો લેટેસ્ટ ટેક્નો કેમોન 30S સ્માર્ટફોનની કિંમત અને ફિચર્સ વિશે બધું…

Tecno Camon 30S Specifications : ટેક્નો કેમોન 30S સ્પેફિકેશન

ટેકનો કેમોન 30એસ સ્માર્ટફોનમાં 6.78 ઇંચની ફુલએચડી + OLED ડિસ્પ્લે છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. ડિસ્પ્લે 1300 નિટ્સ સુધીની પીક બ્રાઇટનેસ આપે છે. ડિસ્પ્લે પ્રોટેક્શન માટે ફોનમાં ગોરિલ્લા ગ્લાસ છે. સ્ક્રીનનો ઉપયોગ ભીના હાથથી પણ કરી શકાય છે.

ટેક્નો કેમોન 30એસ મીડિયાટેક હેલિયો G100 ચિપસેટ દ્વારા સંચાલિત છે. એટલે કે તે 4જી ડિવાઇસ છે. આ ફોનમાં 6 જીબી રેમ અને 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ, 8 જીબી રેમ અને 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ અને 8 જીબી રેમ અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે. ફોનમાં 8GB વર્ચ્યુઅલ રેમ સપોર્ટ આપવામાં આવ્યો છે.

ટેક્નોના કેમોન 30એસ સ્માર્ટફોનમાં 5000mAhની મોટી બેટરી આપવામાં આવી છે જે 33W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કેમોન 30એસ ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્ટ સામે IP53 રેટિંગ ધરાવે છે. આ ડિવાઇસમાં ડોલ્બી એટમોસ સપોર્ટ સાથે સ્ટિરિયો સ્પીકર્સ આપવામાં આવ્યા છે, પરંતુ તેમાં 3.5 એમએમ હેડફોન જેક નથી. સિક્યોરિટી માટે આ ડિવાઇસમાં ઇન-સ્ક્રીન ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.

ટેક્નો કેમોન 30એસમાં OIS સાથે 50 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરો આપવામાં આવ્યો છે. ડિવાઇસમાં 2 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર પણ આપવામાં આવ્યું છે. ફોનમાં પંચ હોલ કટઆઉટમાં ડ્યુઅલ એલઇડી ફ્લેશ સાથે 13 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો | સેમસંગ ગેલેક્સી એમ15 5G પ્રાઇમ સ્માર્ટફોન લોન્ચ, કિંમત ₹ 11000થી ઓછી, જાણો ફીચર્સ

Tecno Camon 30S Price : ટેકનો કેમોન 30એસ કિંમત

ટેક્નો કેમોન 30એસ સ્માર્ટફોન ની કિંમત પાકિસ્તાનમાં PKR 60000 (લગભગ 18000 રૂપિયા)થી શરૂ થાય છે. આ ફોન બ્લૂ, નેબ્યુલા વાયોલેટ, સેલેસ્ટિયલ બ્લેક અને ડોન ગોલ્ડ કલરમાં આવે છે. બ્લુ વેરિઅન્ટમાં કલર ચેન્જિંગ ટેક્નોલોજી મળે છે જે રિયર પેનલમાં સૂર્યપ્રકાશને કારણે લાઇટને પર્પલમાંથી ડાર્ક બ્લૂ કલરમાં બદલી નાખે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ