/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/Tecno-Phantom-Ultimate-G-Fold-Concept.jpg)
Tecno Phantom Ultimate G Fold Concept Launch: ટેક્નો ફેન્ટમ અલ્ટિમેટ જી-ફોલ્ડ કોન્સેપ્ટ ફોન લોન્ચ
Tecno Phantom Ultimate G Fold Concept Tri-Fold Phone launched: ટેકનોએ નવો ફેન્ટમ અલ્ટિમેટ જી ફોલ્ડ કોન્સેપ્ટ ટ્રાઇ-ફોલ્ડ કોન્સેપ્ટ ફોનથી પડદો ઉંચક્યો છે. ટેક્નો ફેન્ટમ અલ્ટિમેટ જી ફોલ્ડ કોન્સેપ્ટ કંપનીનો પહેલો ફોન છે જે ત્રણ વખત ફોલ્ડ થાય છે. નવા ડિવાઇસમાં ઇનવર્ડ-ફોલ્ડિંગ ડ્યુઅલ-હિંજ મિકેનિઝમ આપવામાં આવ્યું છે. આ અનફોલ્ડ હોય ત્યારે ફોનમાં 9.94 ઇંચની મોટી ડિસ્પ્લે મળે છે.
ટેક્નો ફેન્ટમ અલ્ટિમેટ જી ફોલ્ડ કોન્સેપ્ટમાં જી-સ્ટાઇલ ફોલ્ડિંગ ડિઝાઇન અને ટ્રિપલ કેમેરા યુનિટ્સ આપવામાં આવ્યા છે. આ ટ્રાઈ ફોલ્ડ સ્માર્ટફોનમાં 5000mAhની મોટી બેટરી હોવાની પુષ્ટિ થઈ છે. ટેક્નોના આ ટ્રાઈ-ફોલ્ડ સ્માર્ટફોનને લઇને આશા છે કે આ એક કોન્સેપ્ટ ડિવાઈસ બની રહેશે. તમને જણાવી દઈએ કે હાલમાં દુનિયાનો એકમાત્ર ટ્રાઈ ફોલ્ડ સ્માર્ટફોન હુવાવે મેટ એક્સટી અલ્ટીમેટ છે જે સામાન્ય લોકો માટે ઉપલબ્ધ છે.
Transsion Holdings ની સબ્સિડિયરીએ હજી સુધી તેના પ્રથમ ટ્રાઇ-ફોલ્ડ સ્માર્ટફોનના કોર્મશિયલ સેલ વિશે ખુલાસો કર્યો નથી. ટેક્નો ફેન્ટમ અલ્ટિમેટ જી ફોલ્ડ કોન્સેપ્ટને મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ (MWC) 2026 માં પ્રદર્શિત કરવાની પુષ્ટિ કરવામાં આવી છે.
ટેક્નો ફેન્ટમ અલ્ટિમેટ જી ફોલ્ડ કન્સેપ્ટ સ્પેસિફિકેશન્સ
ટેક્નો ફેન્ટમ અલ્ટિમેટ જી ફોલ્ડ કોન્સેપ્ટની ફોલ્ડેબલ સ્ક્રીનને ત્રણ સેક્શનમાં ડિવાઇડ કરવામાં આવી છે.બિલકુલ સેમસંગના કથિત ટ્રાઇ-ફોલ્ડ સ્માર્ટફોનની જેમ. તેમાં જી-સ્ટાઇલ ફોલ્ડિંગ ડિઝાઇન આપવામાં આવી છે. તેની મોટી ઇનર સ્ક્રીન બે તબક્કામાં અંદરની તરફ ફોલ્ડ થાય છે અને ટેક્નો કહે છે કે આ ડિઝાઇન ફોલ્ડ કરવામાં આવે ત્યારે ફોનને પેનલ્સ, સ્ક્રેચ અને નુકસાનથી સુરક્ષિત રહે છે. ડિવાઇસમાં આપવામાં આવેલી સેકન્ડરી કવર ડિસ્પ્લે રેગ્યુલર સ્માર્ટફોન જેવી જ છે.
ટેક્નોના આ સ્માર્ટફોનમાં કસ્ટમ એન્જિનિયર્ડ ડ્યુઅલ એન્જિન સિસ્ટમ છે જે નાના વોટરડ્રોપ હિંજ અને મોટા પ્રાઇમરી હિંજથી સજ્જ છે. જ્યારે ફોલ્ડ કરવામાં આવે છે ત્યારે કોમ્પેક્ટ હિંજ તમે સ્ક્રીનના જમણા ભાગને અંદરની તરફ ફોલ્ડ કરી શકો છે, કોઇ ટિપિકલ બુક સ્ટાઇલમાં. આ સાથે જ મોટી હિંજ સાથે તમે ફોનના બાકીના ભાગને તેની ઉપર વાળી શકો છો. ટેક્નો ફેન્ટમ અલ્ટિમેટ જી ફોલ્ડ કોન્સેપ્ટમાં સેલ્ફ-લોકિંગ સિસ્ટમ છે જે ફોલ્ડ કરવામાં આવે ત્યારે ડિવાઇસને સુરક્ષિત રાખે છે.
આ પણ વાંચો - મારુતિ સુઝુકીની પ્રથમ ઇલેક્ટ્રિક કાર ભારતમાં આ તારીખે થશે લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ
ટેક્નો ફેન્ટમ અલ્ટિમેટ જી ફોલ્ડ કન્સેપ્ટની મુખ્ય ડિસ્પ્લે અનફોલ્ડ રહેવા પર તે 9.94 ઇંચ મોટી રહે છે. મોટા હિંજમાં કસ્ટમ ડ્યુઅલ-કેમ સેટઅપ છે, જે મલ્ટિ-એંગલ હોવરિંગને સક્ષમ કરે છે અને યુઝર્સ તેને વિવિધ ખૂણા પર ખુલ્લા રાખી શકે છે. ટેક્નો ફેન્ટમ અલ્ટિમેટ જી ફોલ્ડ કન્સેપ્ટની જાડાઈ 11.49 મીમી છે. અનફોલ્ડ હોય ત્યારે જાડાઈ 3.44 મીમી હોય છે. ટેક્નોનો દાવો છે કે આ દુનિયાનો અત્યાર સુધીનો સૌથી પાતળો ટ્રાઇ-ફોલ્ડ સ્માર્ટફોન છે.
ટેક્નો ફેન્ટમ અલ્ટિમેટ જી-ફોલ્ડ કોન્સેપ્ટમાં 'હાઈ-પરફોર્મન્સ ચિપસેટ' હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ફોનમાં ટ્રિપલ-રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. ફોનમાં 5000mAh કરતા મોટી બેટરી મળવાની પુષ્ટિ કરવામાં આવી છે. ટેક્નો ફેન્ટમ અલ્ટિમેટ જી ફોલ્ડ કોન્સેપ્ટ સ્માર્ટફોનમાં એઆઇ આધારિત ઘણા ફિચર્સ છે અને તેમાં ટેક્નોની ઇન-હાઉસ એઆઇ આસિસ્ટન્ટ Ella પણ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us