TECNO PHANTOM V2 Series ની ભારતમાં ધમાકેદાર એન્ટ્રી, નવા ફોલ્ડેબલ ફોનમાં છે 512GB સ્ટોરેજ અને ડ્યુઅલ ડિસ્પ્લે

TECNO PHANTOM V2 Series Launched : TECNOએ આખરે ભારતમાં પોતાની ફેન્ટમ વી2 સીરીઝ લોન્ચ કરી છે. ટેક્નો ફેન્ટન વી ફોલ્ડ 2 અને ફેન્ટમ વી ફ્લિપ 2 કંપનીના નવા સ્માર્ટફોન છે. નવા સ્માર્ટફોન્સ ટેક્નો ફેન્ટમ વી સિરીઝનું અપગ્રેડેડ વેરિઅન્ટ છે

TECNO PHANTOM V2 Series Launched : TECNOએ આખરે ભારતમાં પોતાની ફેન્ટમ વી2 સીરીઝ લોન્ચ કરી છે. ટેક્નો ફેન્ટન વી ફોલ્ડ 2 અને ફેન્ટમ વી ફ્લિપ 2 કંપનીના નવા સ્માર્ટફોન છે. નવા સ્માર્ટફોન્સ ટેક્નો ફેન્ટમ વી સિરીઝનું અપગ્રેડેડ વેરિઅન્ટ છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Tecno Phantom V2 series, Tecno Phantom

TECNO PHANTOM V2 Series Launched : TECNOએ આખરે ભારતમાં પોતાની ફેન્ટમ વી2 સીરીઝ લોન્ચ કરી

TECNO PHANTOM V2 Series Launched : TECNOએ આખરે ભારતમાં પોતાની ફેન્ટમ વી2 સીરીઝ લોન્ચ કરી છે. ટેક્નો ફેન્ટન વી ફોલ્ડ 2 અને ફેન્ટમ વી ફ્લિપ 2 કંપનીના નવા સ્માર્ટફોન છે. નવા સ્માર્ટફોન્સ ટેક્નો ફેન્ટમ વી સિરીઝનું અપગ્રેડેડ વેરિઅન્ટ છે. ફેન્ટમ વી2 સીરીઝમાં એરસેલ બેટરી ટેકનોલોજી, આકર્ષક અને હળવી ડિઝાઇન અને એડવાન્સ એઆઇ સંચાલિત ટૂલ્સ આપવામાં આવ્યા છે. ફેન્ટમ વી ફોલ્ડ 2માં 7.85 ઇંચની પ્રાઇમરી અને 6.42 ઇંચની કવર ડિસ્પ્લે આપવામાં આવી છે. ફેન્ટમ વી ફ્લિપ 2માં 6.9 ઇંચની પ્રાઇમરી અને 3.64 ઇંચની કવર સ્ક્રીન આપવામાં આવી છે. જાણો કિંમત અને તમામ ફીચર્સ વિશે.

Advertisment

ટેક્નો ફેન્ટમ વી ફોલ્ડ 2 5G ફિચર્સ

ટેક્નો ફેન્ટમ વી ફોલ્ડ2 5જી સ્પેસિફિકેશન્સમાં 7.5 ઇંચ (2296 x 2000 પિક્સલ) 2K+ 120Hz LTPO AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં 6.42 ઇંચ (2550 x 1080 પિક્સલ) ફુલએચડી + 120હર્ટ્ઝ એલટીપીઓ એમોલેડ સ્ક્રીન આપવામાં આવી છે. ડિવાઇસમાં 3.2 ગીગાહર્ટ્ઝ ઓક્ટા-કોર મીડિયાટેક ડાઇમેંસિટી 9000+ પ્રોસેસર આપવામાં આવ્યું છે. ગ્રાફિક્સ માટે માલી-જી710 એમસી10 છે.

ટેક્નો ફેન્ટમ વી ફોલ્ડ 2 5જીમાં 12 જીબી રેમ અને 512 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. રેમને વર્ચ્યુઅલ રીતે 12 જીબી સુધી વિસ્તૃત કરી શકાય છે. ડિવાઇસમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી, 50 મેગાપિક્સલનો પોટ્રેટ અને ઓઆઇએસ સાથે 50 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એંગલ લેન્સ આપવામાં આવ્યો છે. આ ડિવાઇસમાં 32 મેગાપિક્સલના બે ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યા છે.

ટેક્નોના આ ફોનમાં ડોલ્બી એટમોસ અને હાઇ-રેઝ ઓડિયો સપોર્ટ આપવામાં આવ્યો છે. ફોનમાં પાવર આપવા માટે 5750mAhની એરસેલ બેટરી આપવામાં આવી છે, જે 70W અલ્ટ્રા ચાર્જ વાયર્ડ અને 15W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ હેન્ડસેટને ગ્રીન અને બ્લૂ કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ટેકનોનો આ ફોલ્ડેબલ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 14 આધારિત હાઇઓએસ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.

Advertisment

આ પણ વાંચો - iQOO 13 : સુપરકંપ્યૂટિંગ ChipQ2, 6000mAh મોટી બેટરી સાથે થશે લોન્ચ, જાણો ફિચર્સ

કનેક્ટિવિટી માટે ટેક્નો ફેન્ટમ વી2 ફોલ્ડ 2 5જીમાં ડ્યુઅલ સિમ સપોર્ટ, 5જી, બ્લૂટૂથ, જીપીએસ અને વાઇ-ફાઇ 6ઇ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. હેન્ડસેટમાં જિયોમેગ્નેટિક, અંડરસ્ક્રીન એમ્બિયન્ટ લાઇટ, પ્રોક્સિમિટી, એક્સેલેરોમીટર જેવા સેન્સર ઉપલબ્ધ છે.

TECNO ફેન્ટમ V Flip2 5G ફિચર્સ

ટેકનો ફેન્ટમ વી ફ્લિપ2 5જીમાં 6.9 ઇંચ (1080 x 2640 પિક્સલ) પ્રાઇમરી ફુલએચડી+ 120હર્ટ્ઝ એલટીપીઓ એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં 3.64 ઇંચ (1056 x 1066 પિક્સલ) એમોલેડ સેકન્ડરી ડિસ્પ્લે આપવામાં આવી છે.

આ ફોનમાં ક્યૂટ પેટ્સ 2.0, સ્માર્ટ એનએફસી ટેગ, પાંચ કસ્ટમ મિની ગેમ્સ જેવા કવર સ્ક્રીન કસ્ટમાઇઝેશન જેવા ફિચર્સ છે. ટેકનોનો આ હેન્ડસેટ ઓક્ટા-કોર ડિમેન્સિટી 8020 6એનએમ પ્રોસેસર સાથે આવે છે. ગ્રાફિક્સ માટે ફોનમાં માલી-જી77 એમસી9 છે. ડિવાઇસમાં 8 જીબી રેમ અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. ડિવાઇસમાં રેમ વર્ચ્યુઅલ રીતે 8 જીબી સુધી એક્સપેંડ કરી શકાય છે.

ટેક્નો ફેન્ટમ વી ફ્લિપ2માં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી અને 50 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. હેન્ડસેટમાં બિલ્ટ-ઇન ફ્લેશ અને પીડીએએફ સાથે 32 મેગાપિક્સલનો ઓટોફોકસ કેમેરો આપવામાં આવ્યો છે. હેન્ડસેટને કવર સ્ક્રીન સેલ્ફી અને ક્લાસિક ડીવી મોડ્સ મળે છે.

TECNO PHANTOM V Flip2 5Gને પાવર આપવા માટે 4720mAhની બેટરી આપવામાં આવી છે, જે 70W અલ્ટ્રા ચાર્જને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે ફોનમાં ડ્યુઅલ સિમ, 5જી, 4જી, 3જી, વાઇ-ફાઇ 6, બ્લૂટૂથ 5.3 જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

ટેક્નોના આ ફ્લિપ સ્માર્ટફોનમાં જિયોમેગ્નેટિક, અંડરસ્ક્રીન એમ્બિયન્ટ લાઇટ, અલ્ટ્રાસોનિક પ્રોક્સિમિટી, એક્સેલેરોમીટર, હોલ, ગાયરો અને ફ્લિક સેન્સર્સ છે. ફોનનું વજન 196 ગ્રામ છે. હેન્ડસેટમાં એન્ડ્રોઇડ 14 આધારિત હાઇઓએસ આપવામાં આવ્યું છે. આ ફોનને ગ્રીન અને મૂનડસ્ટ ગ્રે રંગમાં ઉપલબ્ધ કરવામાં આવ્યો છે.

ટેકનો ફેન્ટમ વી ફ્લિપ2 5જી, ટેકનો ફેન્ટમ વિ ફોલ્ડ2 5G કિંમત

ટેક્નો ફેન્ટમ વી ફ્લિપ 2 સ્માર્ટફોનને 34,999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. જ્યારે ફેન્ટમ વી ફોલ્ડ 2 સ્માર્ટફોન 79,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે. ટેક્નો ફેન્ટમના બંને સ્માર્ટફોન 13 ડિસેમ્બરથી એમેઝોન ઇન્ડિયા પર વેચાણ માટે ઉપલબ્ધ થશે.

સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ 5G