8000mAh મોટી બેટરી અને પાવરફુલ ચીપસેટ સાથે નવો 5G સ્માર્ટફોન ભારતમાં લોન્ચ

Tecno Pova Curve 2 5G Price And Features : ટેક્નો પોવા કર્વ 2 5G સ્માર્ટફોન 50 એમપી કેમેરા, 8000mAhમોટી બેટરી, મીડિયાટેક ડાયમેન્સિટી 7100 ચિપસેટ જેવા ફીચર્સ સાથે આવે છે. લેટેસ્ટ ટેકનો ફોનની કિંમત અને ફીચર્સ વિશે તમામ વિગત જાણો.

Tecno Pova Curve 2 5G Price And Features : ટેક્નો પોવા કર્વ 2 5G સ્માર્ટફોન 50 એમપી કેમેરા, 8000mAhમોટી બેટરી, મીડિયાટેક ડાયમેન્સિટી 7100 ચિપસેટ જેવા ફીચર્સ સાથે આવે છે. લેટેસ્ટ ટેકનો ફોનની કિંમત અને ફીચર્સ વિશે તમામ વિગત જાણો.

author-image
Ajay Saroya
New Update
Tecno Pova Curve 2 5G Launch

Tecno Pova Curve 2 5G Launch Price In India : ટેકનો પોવા કર્વ 2 5જી સ્માર્ટફોન ભારતમાં 8000mAh બેટરી સાથે લોન્ચ થયો છે. Photograph: (Tecno)

Tecno Pova Curve 2 5G Launch : ટેકનો પોવા કર્વ 2 5જી સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે. આ નવો Tecno પોવા કર્વ સિરીઝનો લેટેસ્ટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. ટેકનો પોવા કર્વ 2 5જી સ્માર્ટફોનમાં 8000mAhમોટી બેટરી, 50 એમપી પ્રાઇમરી રિયર કેમેરા અને મીડિયાટેક ડાયમેન્સિટી 7100 ચિપસેટ જેવા ફીચર્સ છે. લેટેસ્ટ  ટેક્નોના આ નવીનતમ ફોનમાં શું ખાસ છે? કિંમત અને સુવિધાઓ સાથે સંબંધિત દરેક વિગતો જાણો ...

Advertisment

Tecno Pova Curve 2 5G કિંમત

ટેક્નો પોવા કર્વ 2 5 જી સ્માર્ટફોનના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 27,999 રૂપિયામાં છે. તો 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 29,999 રૂપિયા છે. ફ્લિપકાર્ટ પર 20 ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યે હેન્ડસેટનું વેચાણ શરૂ થશે.

ટેકનોનો આ ફોન સ્ટોર્મ ટાઇટેનિયમ, મેલ્ટિંગ સિલ્વર અને મિસ્ટિક પર્પલ કલરમાં ખરીદી શકાય છે. લોન્ચ ઓફર હેઠળ ગ્રાહકોને બેંક કાર્ડ સાથે 3000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે.

Tecno Pova Curve 2 5G ફીચર્સ

ટેકનો પોવા કર્વ 2 5જી ફોન ડ્યુઅલ-સિમ સ્માર્ટફોન છે જે HiOS 16 પર બેઝ્ડ એન્ડ્રોઇડ 16 સાથે આવે છે. નવા ટેકનો પોવા કર્વ 2 5જી સ્માર્ટફોનમાં 6.78-ઇંચની ફુલએચડી + (1,080 x 2,364 પિક્સેલ્સ) કર્વ AMOLED સ્ક્રીન છે જે 144Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. સ્ક્રીન 93.18 ટકા સ્ક્રીન-ટુ-બોડી રેશિયો અને 4500 નિટ્સ પીક બ્રાઇટનેસ સાથે આવે છે. ડિસ્પ્લે પર કોર્નિંગ ગોરિલા ગ્લાસ 7i પ્રોટેક્શન આપવામાં આવ્યું છે.

Advertisment

આ સ્માર્ટફોનમાં મીડિયાટેક ડાયમેન્સિટી 7100 ચિપસેટ છે. આ ડિવાઇસ 256 જીબી રેમ સાથે 8 જીબી સુધી ઇનબિલ્ટ સ્ટોરેજ પ્રદાન કરે છે. હેન્ડસેટના સ્ટોરેજનો ઉપયોગ કરીને, રેમને વર્ચ્યુઅલી 16 જીબી સુધી વધારી શકાય છે. ફોનમાં આર્મ જી 610 એમસી2 જીપીયુ છે.

કેમેરાની વાત કરીએ તો, ટેકનો પોવા કર્વ 2 5G ફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે. હેન્ડસેટમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી સેન્સર અને 2 મેગાપિક્સલનો સેકન્ડરી સેન્સર આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ડિવાઇસમાં 13 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. 

આ પણ વાંચો | 50MP અને 256 જીબી સ્ટોરેજ સાથે બજેટ સ્માર્ટફોન લોન્ચ, કિંમત અને ફીચર્સ જાણો

ટેકનો પોવા કર્વ 2 5જી ડિવાઇસનું માપ 162.68 x 77.15 x 7.42 મીમી છે અને તેનું વજન 192 ગ્રામ છે. ટેકનોના આ હેન્ડસેટને પાવર આપવા માટે, 8000mAh બેટરી આપવામાં આવી છે, જે 45W ચાર્જિંગને સપોર્ટ કરે છે. કંપનીનો દાવો છે કે હેન્ડસેટને એક જ ચાર્જમાં 16.4 કલાકનો વીડિયો પ્લેબેક, 35.7 કલાક મ્યુઝિક પ્લેબેક અને 48.1 કલાકનો કોલિંગ ટાઇમ મળશે. કનેક્ટિવિટી માટે ડિવાઇસમાં બ્લૂટૂથ, જીપીએસ, વાઇ-ફાઇ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

ટેકનોલોજી સ્માર્ટફોન 5G બિઝનેસ