Tecno Pova Curve 5G launched: ટેકનો પોવા કર્વ 5જી સ્માર્ટફોન આજે (29 મે 2025) ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ટેક્નોના આ નવા હેન્ડસેટમાં 5500mAhની મોટી બેટરી, IP64 રેટિંગ અને સ્ટારશિપ જેવી ડિઝાઇન આપવામાં આવી છે. ટેક્નો પોવા કર્વ 5જી મીડિયાટેક ડાઇમેંસિટી 7300 Ultimate ચિપસેટ, 12 જીબી સુધીની રેમના ઓપ્શન આપવામાં આવ્યા છે. નવા ટેક્નો સ્માર્ટફોનમાં શું છે ખાસ? જાણો નવા ટેક્નો પોવા કર્વ 5જીની કિંમત અને ફીચર્સ સાથે જોડાયેલી તમામ વિગતો.
ભારતમાં ટેકનો પોવા કર્વ 5G કિંમત
ટેક્નો પોવા કર્વ 5જીના 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ મોડલની કિંમત 15,999 રૂપિયા છે. આ ફોન ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ કરાવવાની પુષ્ટિ કરવામાં આવી છે. જ્યારે 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 16,999 રૂપિયા છે. હેન્ડસેટને ઓફલાઇન રિટેલ સ્ટોર્સમાંથી પણ ખરીદી શકાય છે. આ સ્માર્ટફોનને ગીક બ્લેક, મેજિક સિલ્વર અને નિયોન સાયન કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ડિવાઇસનું વેચાણ 5 જૂનથી શરૂ થશે.
ટેક્નો પોવા કર્વ 5G સ્પેસિફિકેશન્સ
ટેક્નો પોવા કર્વ 5જીમાં 6.78 ઇંચની ફુલએચડી+ (1,080×2,436 પિક્સલ) કર્વ્ડ AMOLED ડિસ્પ્લે છે, જે 144હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથે છે. સ્ક્રીનમાં 93.8 ટકા સ્ક્રીન-ટુ-બોડી રેશિયો આપવામાં આવ્યો છે. સ્ક્રીન 1300 નીટ પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે. ડિસ્પ્લે માટે ગોરિલા ગ્લાસ 5 કોટિંગ સાથે આવે છે. આ ફોનમાં મીડિયાટેક ડાઇમેંસિટી 7300 અલ્ટિમેટ પ્રોસેસર આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં 8 જીબી રેમ અને 12 જીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. સ્ટોરેજની મદદથી રેમને 16GB સુધી વધારી શકાય છે.
આ પણ વાંચો – Xiaomi નું સ્માર્ટ ટાવર એસી, ફક્ત 40 સેકન્ડમાં રુમ થઇ જશે ઠંડો, જાણો કિંમત
ટેક્નો પોવા કર્વ 5 જીમાં એઆઈ સુવિધાઓ સાથે ડ્યુઅલ કેમેરા સેટઅપ છે. હેન્ડસેટમાં 64 MP Sony IMX682 સેન્સર છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 13 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. ટેક્નોના આ સ્માર્ટફોનને ભારતનો સૌથી સ્લિમ કર્વ્ડ સ્માર્ટફોન બતાવવામાં આવી રહ્યો છે અને તેની મોટાઇ 7.45 mm છે. ડિવાઇસને પાવર આપવા માટે 5500mAh ની મોટી બેટરી આપવામાં આવી છે, જે 45W ચાર્જિંગને સપોર્ટ કરે છે.
કનેક્ટિવિટી માટે ટેક્નો પોવા કર્વ 5જી સ્માર્ટફોનમાં બ્લૂટૂથ 5.4, એનએફસી અને વાઇ-ફાઇ 6 જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ફોનમાં ડોલ્બી એટમોસ સપોર્ટ સાથે સ્ટિરિયો સ્પીકર્સ છે અને તે IP64 રેટિંગ સાથે આવે છે. આ ટેક્નો સ્માર્ટફોન ઇન-હાઉસ વોઇસ આસિસ્ટન્ટ એલા સાથે આવે છે. ડિવાઇસમાં એઆઇ વોઇસપ્રિન્ટ સપ્રેસન, એઆઇ ઓટો કોલ આન્સરિંગ અને એઆઇ કોલ આસિસ્ટન્ટ જેવા અનેક એઆઇ ફીચર્સ આપવામાં આવ્યા છે.