Tecno Spark 20 Pro 5G Launched: ટેકનો દ્વારા ભારતમાં પોતાની સ્પાર્ક સિરીઝનો નવો એફોર્ડેબલ ફોન લોન્ચ કર્યો છે. ટેકનો સ્પાર્ક 20 પ્રો 5જી સ્માર્ટફોનમાં ડિમેન્સિટી 6080 પ્રોસેસર, 108MP પ્રાઇમરી રિયર કેમેરા અને 5000 mAh બેટરી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. લેટેસ્ટ ટેક્નો સ્માર્ટફોનની ફીચર્સ અન કિંમત જાણો
ટેકનો સ્પાર્ક 20 પ્રો 5G કિંમત (Tecno Spark 20 Pro 5G Price)
ટેકનો સ્પાર્ક 20 પ્રો 5જીના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 15999 રૂપિયા છે. તો 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 16999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
ટેકનો સ્પાર્ક 20 પ્રો 5જી સ્માર્ટફોનનું વેચાણ 11 જુલાઇથી એમેઝોન ઇન્ડિયા પર શરૂ થશે. ટેકનો સ્પાર્ક 20 પ્રો 5જી સ્માર્ટફોન ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને યુપીઆઈ પેમેન્ટ મારફતે લિમિટેડ ટાઇમ ઓફર હેઠળ 2000 રૂપિયાના વધારાના કેશબેક સાથે ખરીદી શકાય છે.
ટેકનો સ્પાર્ક 20 પ્રો 5G ફીચર્સ, સ્પેસિફિકેશન્સ (Tecno Spark 20 Pro 5G Features)
ટેકનો સ્પાર્ક 20 પ્રો 5જી કંપનીનો મિડ રેન્જ સ્માર્ટફોન છે. આ ડિવાઇસમાં પાછળના ભાગમાં મોટો કેમેરા મોડ્યુલ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન સ્ટાર્ટરેલ બેક અને ગ્લોસી વ્હાઇટ કલરમાં આવે છે.
હેન્ડસેટમાં 6.78 ઇંચની IPS LCD ડિસ્પ્લે છે. આ સ્ક્રીન ફુલ એચડી + (2460×1080 પિક્સલ) રિઝોલ્યુશન સાથે આવે છે, જેનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. ડિવાઇસમાં મીડિયાટેક ડિમેન્સિટી 6080 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ગ્રાફિક્સ માટે Mali G57 MC2 મળે છે. આ મોબાઈલમાં 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ અને 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ ઓપ્શન આપવામાં આવ્યા છે. સ્ટોરેજ માઈક્રોએસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે.
ટેકનો સ્પાર્ક 20 પ્રો 5જી એન્ડ્રોઇડ 14 બેઝ્ડ HiOS 14 પર ચાલે છે. ડિવાઇસને પાવર આપવા માટે 5000mAhની બેટરી આપવામાં આવી છે, જે 33W ફાસ્ટ વાયર્ડ અને 10W રિવર્સ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
ટેકનો સ્પાર્ક 20 પ્રો 5G કેમેરા (Tecno Spark 20 Pro 5G Camera)
ફોટોગ્રાફી માટે, ફોનમાં એપર્ચર એફ / 1.8 સાથે 108 મેગાપિક્સલ પ્રાઇમરી, એપર્ચર એફ / 2.4 સાથે 2 મેગાપિક્સલની ઊંડાઈ અને સહાયક લેન્સ છે. આ ફોન 30fps પર 1440 પિક્સલ સુધી વીડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો | ભારતમાં Vivo Y28s અને Vivo Y28e સસ્તા સ્માર્ટફોન લોન્ચ, જેમાં છે 5000mAh બેટરી અને 128GB સ્ટોરેજ
કનેક્ટિવિટી માટે ટેક્નો સ્પાર્ક 20 પ્રો 5જી સ્માર્ટફોન માં ડ્યુઅલ સિમ, 5જી, 4જી એલટીઇ, વાઇ-ફાઇ 5, બ્લૂટૂથ 5.3, જીપીએસ અને એફએમ રેડિયો જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ડિવાઇસનું ડાયમેન્શન 168.5 x 76.2 x 8.3 mm અને વજન 201 ગ્રામ છે. ટેક્નોના આ ફોનમાં IP53 ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્ટ રેટિંગ, ડોલ્બી એટમોસ સાથે સ્ટીરિયો સ્પીકર્સ અને ફિંગરપ્રિન્ટ સેન્સર્સ આપવામાં આવ્યા છે.





