Tecno Spark 40 Series Launch: મીડિયાટેક હેલિયો G200 ચિપસેટ સાથે દુનિયાનો પ્રથમ ટેક્નો સ્પાર્ક 40 પ્રો+ લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

Tecno Spark 40 Pro, 40 Pro+ Launch : ટેકનો સ્પાર્ક 40 પ્રો+ લોન્ચઃ ટેકનો સ્પાર્ક 40 પ્રો પ્લસ સ્માર્ટફોન 50 MP કેમેરા, મીડિયાટેક હેલિયો જી200 ચિપસેટ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. અહીં કિંમત અને ફીચર્સ સહિત તમામ વિગત આપી છે.

Written by Ajay Saroya
July 04, 2025 10:40 IST
Tecno Spark 40 Series Launch: મીડિયાટેક હેલિયો G200 ચિપસેટ સાથે દુનિયાનો પ્રથમ ટેક્નો સ્પાર્ક 40 પ્રો+ લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
Tecno Spark 40 Pro, 40 Pro+ Launch : ટેક્નો સ્પાર્ક 40 સ્માર્ટફોન સીરિઝમાં 3 વેરિયન્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. (Photo: @TecnoMobileGH)

Tecno Spark 40 Series Launch Price: ટેકનોએ પોતાની લેટેસ્ટ ટેક્નો સ્પાર્ક 40 સીરિઝ સ્માર્ટફોન પસંદગીના વૈશ્વિક બજારોમાં લોન્ચ કર્યા છે. નવી સીરિઝમાં Tecno Spark 40, Spark 40 Pro અને Spark 40 Pro+ સ્માર્ટફોન સામેલ છે. Pro+ વેરિઅન્ટ અંગે કંપનીનું કહેવું છે કે, MediaTek Helio G200 ચિપસેટ સાથે રજૂ થનારો આ દુનિયાનો પહેલો સ્માર્ટફોન છે. કંપનીએ મીડિયાટેક હેલિયો જી100 અલ્ટિમેટ સાથે બેઝ મોડલ લોન્ચ કર્યું છે જ્યારે પ્રો વેરિઅન્ટને મીડિયાટેક હેલિયો જી81 પ્રોસેસર સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. આ ત્રણેય સ્માર્ટફોનને 50 MP પ્રાઇમરી રિયર કેમેરા અને IP64 રેટિંગ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

Tecno Spark 40 Pro+ Price : ટેક્નો સ્પાર્ક 40 પ્રો+ કિંમત

ટેકનો સ્પાર્ક 40 પ્રો+ 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની યુગાન્ડામાં 7,69,000UGX (લગભગ 18,300 રૂપિયા) છે. આ ફોનને ઇંક બ્લેક, મિરાજ બ્લૂ, વ્હીલ વ્હાઇટ અને ટાઇટેનિયમ ગ્રે કલર ઓપ્શનમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.

Tecno Spark 40 Pro Price : ટેકનો સ્પાર્ક 40 પ્રો કિંમત

તો ટેક્નો સ્પાર્ક 40 પ્રોના 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 679,000UGX (લગભગ 16,200 રૂપિયા) છે. હેન્ડસેટ શાહી બ્લેક, બામ્બુ ગ્રીન, લેક બ્લુ અને મૂન ટાઇટેનિયમ કલરમાં આવે છે.

Tecno Spark 40 Price : ટેકનો સ્પાર્ક 40 કિંમત

ટેક્નો સ્પાર્ક 40 ના 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 4,79,000 UGX (લગભગ 11,400 રૂપિયા) છે. આ ફોનને ઇંક બ્લેક, મિરાજ બ્લૂ, વીલ વ્હાઇટ અને ટાઇટેનિયમ ગ્રે કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે.

Tecno Spark 40 Pro+ Specifications : ટેકનો સ્પાર્ક 40 પ્રો+ સ્પેસિફિકેશન્સ

ટેકનો સ્પાર્ક 40 પ્રો+ સ્માર્ટફોનમાં 144 હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથે 6.8 ઇંચની 1.5K (1,224×2,720 પિક્સલ) 3D AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં મીડિયાટેક હેલિયો જી200 ચિપસેટ, 8 જીબી રેમ અને 256 જીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે. ફોન એન્ડ્રોઇડ 15 બેઝ્ડ HiOS સાથે આવે છે.

કેમેરાની વાત કરીએ તો Tecno Spark 40 Pro+ સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલ પ્રાઇમરી રિયર સેન્સર, 13 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. ડિવાઇસને પાવર આપવા માટે 5200Ah મોટી બેટરી આપવામાં આવી છે, જેમાં 45W વાયર્ડ, 30W વાયરલેસ અને 5W રિવર્સ વાયરલેસ ચાર્જિંગ મળે છે. હેન્ડસેટમાં IP64 ડસ્ટ અને સ્પ્લેશ-રેઝિસ્ટન્ટ બિલ્ડ છે. ડિવાઇસનું ડાયમેન્શન 163.9×75.8×6.49 mm છે.

કનેક્ટિવિટી વિકલ્પોમાં બ્લૂટૂથ, વાઇ-ફાઇ, જીપીએસ, એફએમ રેડિયો, ઓટીજી, એનએફસી અને યુએસબી ટાઇપ-સી પોર્ટનો સમાવેશ થાય છે. સુરક્ષા માટે હેન્ડસેટમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. ફોનમાં Dolby Atmos બેઝ્ડ ડ્યુઅલ સ્પીકર્સ અને IR બ્લાસ્ટર આવે છે.

Tecno Spark 40 Pro Specifications : ટેકનો સ્પાર્ક 40 પ્રો સ્પેસિફિકેશન્સ

ટેકનો સ્પાર્ક 40 પ્રો સ્માર્ટફોનમાં મીડિયાટેક હેલિયો જી100 અલ્ટિમેટ ચિપસેટ આપવામાં આવ્યો છે. ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. સ્માર્ટફોનમાં પ્રો+ વેરિઅન્ટની જેમ જ ડિસ્પ્લે, ઓપરેટિંગ સિસ્ટમ, કેમેરા, બેટરી, ચાર્જિંગ સ્પીડ, બિલ્ડ અને કનેક્ટિવિટી છે. ઉપકરણની જાડાઈ 6.69mm છે.

Tecno Spark 40 Specifications : ટેક્નો સ્પાર્ક 40 સ્પેસિફિકેશન્સ

ટેક્નો સ્પાર્ક 40 સ્માર્ટફોનમાં 120હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથે 6.67 ઇંચની એચડી+ (720×1,600 પિક્સલ) સ્ક્રીન આપવામાં આવી છે. ફોનમાં મીડિયાટેક હેલિયો જી81 ચિપસેટ આવે છે. આ સ્માર્ટફોનમાં 8 જીબી સુધીની રેમ અને 256 જીબી સુધી ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે. કેમેરાની વાત કરીએ તો હેન્ડસેટમાં 8 મેગાપિક્સલનું સેલ્ફી સેન્સર, 50 મેગાપિક્સલનું પ્રાઇમરી રિયર સેન્સર આપવામાં આવ્યું છે. ડિવાઇસમાં ફિંગરપ્રિન્ટ સેન્સર છે. ફોનના ડાયમેન્શન 165.6x77x7.67mm છે. બાકીની તમામ સુવિધાઓ ટેક્નો સ્પાર્ક પ્રો વેરિઅન્ટ જેવી જ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ