ભારતમાં લોન્ચ થશે Tecno Spark Go 2, 5000mAh બેટરી, હિન્દીમાં કામ કરશે AI, જાણો કિંમત

Tecno Spark Go 2 : Tecno Spark Go 2 ફોન 24 જૂને બપોરે 12 વાગ્યે ભારતીય બજારમાં લોન્ચ થશે. આગામી ફોનમાં શું ખાસ હશે અને તેની કિંમત કેટલી હશે. ચાલો વિગતો પર એક નજર કરીએ

Written by Ashish Goyal
Updated : June 21, 2025 18:49 IST
ભારતમાં લોન્ચ થશે Tecno Spark Go 2, 5000mAh બેટરી, હિન્દીમાં કામ કરશે AI, જાણો કિંમત
Tecno Spark Go 2 24 જૂને બપોરે 12 વાગ્યે ભારતીય બજારમાં લોન્ચ થશે (તસવીર - સોશિયલ મીડિયા)

Tecno Spark Go 2 : Tecno ભારતીય બજારમાં તેના સસ્તા સ્માર્ટફોન તરીકે Tecno Spark Go 2 ને લોન્ચ કરવા માટે તૈયાર છે. આગામી ફોનની માઇક્રોસાઇટ હવે ફ્લિપકાર્ટ પર લાઇવ થઈ ગઈ છે, જ્યાં કંપનીએ ફોનની લોન્ચ તારીખ સાથે કેટલીક ખાસ ફિચર્સન ટીઝ કર્યો છે. કંપનીએ ખુલાસો કર્યો છે કે આ ફોન 24 જૂને બપોરે 12 વાગ્યે ભારતીય બજારમાં લોન્ચ થશે.

ફ્લિપકાર્ટ લિસ્ટિંગ દર્શાવે છે કે લોન્ચ પછી તે ફક્ત ફ્લિપકાર્ટ પર જ વેચાશે. આ ફોન બાંગ્લાદેશમાં લોન્ચ થઈ ચૂક્યો છે. આગામી ફોનમાં શું ખાસ હશે અને તેની કિંમત કેટલી હશે. ચાલો વિગતો પર એક નજર કરીએ

ફ્લિપકાર્ટ લિસ્ટિંગમાં ફોનના કલર ઓપ્શનની પણ પુષ્ટિ કરવામાં આવી છે. ભારતમાં તે બ્લેક, વ્હાઇટ, લાઇટ બ્લૂ અને લાઇટ ગોલ્ડ કલરમાં આવશે. ફોનમાં સેલ્ફી કેમેરા માટે આગળના ભાગમાં પંચ-હોલ કટઆઉટ અને પાછળ ડ્યુઅલ-કેમેરા સેટઅપ છે. ફ્લિપકાર્ટ લિસ્ટિંગ અનુસાર આ સેગમેન્ટનો પહેલો ફોન છે, જેમાં AI ભારતીય ભાષાને સપોર્ટ કરે છે. આ સેગમેન્ટમાં આ પહેલો ફોન છે જે નો નેટવર્ક કમ્યુનિકેશને સપોર્ટ કરે છે.

ભારતમાં કેટલી હોઇ શકે છે કિંમત

બાંગ્લાદેશમાં Tecno Spark Go 2 ની કિંમત BDT 10,999 (આશરે 7,800 રૂપિયા) છે. તમને જણાવી દઈએ કે ભારતમાં અગાઉના મોડલ એટલે કે Spark Go 1 ની કિંમત 7,299 હતી. તેથી Go 2 પણ ભારતીય બજારમાં આ જ કિંમતે આવવાની અપેક્ષા છે.

આ પણ વાંચો – 50MP કેમેરા, AI ફિચર્સ અને 6000mAh બેટરી સાથે સેમસંગનો દમદાર ફોન થશે લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

ટેકનો સ્પાર્ક ગો 2 ફિચર્સ

આ મહિનાની શરૂઆતમાં બાંગ્લાદેશમાં ટેકનો સ્પાર્ક ગો 2 લોન્ચ થયો હતો. જેથી તેના બધા સ્પેસિફિકેશન્સ પહેલાથી જ સામે આવી ચુક્યા છે. ફોનમાં 6.67-ઇંચનું LCD પેનલ છે જે HD પ્લસ રિઝોલ્યુશન અને 120Hz રિફ્રેશ રેટ આપે છે. સ્ક્રીન 1300 nits ની પીક બ્રાઇટનેસ પણ આપે છે.

ફોન Unisoc T615 ચિપથી સજ્જ છે. તે 4GB RAM અને 64GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે જોડાયેલ છે. તેના સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ વડે વધારી શકાય છે. સ્પાર્ક ગો 2 માં 15W ચાર્જિંગ સપોર્ટ સાથે 5000mAh બેટરી છે. ફોનમાં આગળ 8-મેગાપિક્સલનો કેમેરો અને પાછળ 13-મેગાપિક્સલ કેમેરા છે. તે IR બ્લાસ્ટર અને સાઇડ-ફેસિંગ ફિંગરપ્રિન્ટ સેન્સર જેવી સુવિધાઓ પેક કરે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ