તમે ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, ફેસબુક અને વ્હોટ્સએપ પર સ્ટેટસમાં લેટેસ્ટ ફોટા અને વિડિયો સ્ટોરીઝ રૂપમાં સામાન્ય રીતે જોવો છો. હવે આ જ સુવિધા ટેલિગ્રામ યુઝર માટે પણ ઉપલબ્ધ થવા જઈ રહી છે. સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામના સીઈઓ પાવેલ દુરોવે ગયા મહિને જાહેરાત કરી હતી કે તેઓ યુઝર્સની પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને ઈન્સ્ટાગ્રામ જેવી સ્ટોરીઝ ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યા છે. જો કે હવે આ ફીચર લાઈવ થઈ ગયું છે, પરંતુ માત્ર થોડા યુઝર્સ જ તેનો લાભ લઇ રહ્યા છે. ટેલિગ્રામના આ નવા ફીચરથી લાખો યુઝર્સને સુવિધા મળવાની આશા છે.
કેવું હશે આ ફીચર?
ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, ફેસબુક અને વ્હોટ્સએપ પર સ્ટોરીઝ જે રીતે કાર્ય કરે છે તે જ રીતે, ટેલિગ્રામ યુઝર્સ ફોટોઝ અને વિડિઓઝ શેર કરી શકે છે. ટેલિગ્રામ સ્ટોરીઝની પણ 24 કલાકની ટાઈમ લિમિટ હશે. ફોટોઝ અને વિડિઓઝ ઉપરાંત, તમે લિંક્સ અને કૅપ્શન્સ પણ એડ કરી શકો છો તેમજ પ્લેટફોર્મ પર અન્ય લોકોને ટેગ પણ કરી શકો છો. આ સિવાય અન્યની સ્ટોરીઝ જોઈને તમે તેના પર રિએક્ટ પણ કરી શકો છો. ટેલિગ્રામ સ્ટોરીઝમાં ‘વીડિયો મેસેજ’ જેવું ફીચર આવ્યું છે, જેનાથી તમે એકસાથે આગળ અને પાછળના કેમેરામાંથી લીધેલી તસવીરો ઉમેરી અને પોસ્ટ કરી શકો છો.
ગોપનીયતા (Privacy)
એપ્લિકેશન તમને ઘણા કોન્ટેક્ટ લિસ્ટ પણ બનાવવા દે છે. આમ કરવાથી, તમે અન્ય લોકોની સ્ટોરીઝ પણ જોઈ શકો છો. એવું માનવામાં આવે છે કે આ ફીચર WhatsApp સ્ટોરીઝની જેમ કામ કરશે. જો કે, પ્રાઈવસીનોને ધ્યાનમાં રાખીને, એપ્લિકેશન તમને પસંદગીના લોકો પાસેથી સ્ટોરીઝ હાઇડ કરવાની સુવિધા પણ આપે છે. વર્તમાન અપડેટમાં, દરેક વ્યક્તિ ટેલિગ્રામ સ્ટોરીઝ જોઈ શકે છે, પરંતુ હવે ફક્ત પ્રીમિયમ સબ્સ્ક્રાઇબર્સ જ સ્ટોરીઝ પોસ્ટ કરી શકે છે. આ ફીચર બધા માટે ફ્રી હશે કે પછી કંપની કેટલાક ચાર્જ પણ વસૂલશે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. ટેલિગ્રામ પ્રીમિયમ હાલમાં દર મહિને ₹ 319 પર અવેલેબલ છે, પરંતુ જો તમે વાર્ષિક સબ્સ્ક્રિપ્શન ખરીદો છો, તો તે તમને પ્રતિ વર્ષ ₹ 2,399 ખર્ચશે.





