/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/js-buisness-rbi-two-thousand-notes.jpg)
2000 રૂપિયાની નોટ બદલવાની અંતિમ તારીખ 7 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી છે.
2000 રૂપિયાની નોટ બદલવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર હતી. પરંતુ ભારતીય રિઝર્વ બેંકે શનિવારે એક પ્રેસ રિલીઝ જારી કરીને કહ્યું કે હવે તેની સમયમર્યાદા વધારીને 7 ઓક્ટોબર, 2023 કરવામાં આવી છે. એટલે કે, જો તમારી પાસે બે હજાર રૂપિયાની નોટ છે, તો તમે તેને 7 ઓક્ટોબર સુધી બદલી શકો છો. ભારતીય રિઝર્વ બેંકે કહ્યું કે આ નિર્ણયની સમીક્ષા કરવામાં આવી હતી અને તેના આધારે નિર્ણય લેવામાં આવ્યો હતો કે તેને 7 ઓક્ટોબર સુધી લંબાવવો જોઈએ.
આરબીઆઈના રિપોર્ટ અનુસાર, અત્યાર સુધીમાં 2000 રૂપિયાની 93 ટકા નોટો બેંકમાં પાછી આવી છે. 19 મે 2023ના રોજ, RBIએ ₹2000ની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આરબીઆઈએ ગ્રાહકોને કહ્યું હતું કે તમે બેંકમાં જઈને તમારી નોટો બદલી શકો છો અને અન્ય મૂલ્યોની નોટો મેળવી શકો છો.
જ્યારે RBIએ નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી ત્યારે 3 લાખ 62 હજાર કરોડ રૂપિયાની નોટો ચલણમાં હતી. 1 સપ્ટેમ્બર સુધીમાં 3 લાખ 32 હજાર કરોડ રૂપિયાની નોટો બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ હતી. આરબીઆઈના નિયમો અનુસાર, વ્યક્તિ એક દિવસમાં બેંકમાં ₹2000ની માત્ર 10 નોટ જ જમા કરાવી શકે છે. ત્યારપછી જો તેની પાસે કોઈ નોટો બચે તો તેણે બીજા દિવસે બેંકમાં આવવું પડશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us