Thomson Mini Google TV Price in India: થોમસને ભારતમાં પોતાના લેટેસ્ટ સ્માર્ટ ટીવી લોન્ચ કર્યા છે. નવી થોમોસ્ન માસ્ટરક્લાસ સિરીઝ મિની એલઇડી સ્માર્ટ ગૂગલ ટીવી 2025 એડિશન સ્માર્ટ ટીવી 65 ઇંચ અને 75 ઇંચની સ્ક્રીન ઓપ્શન અને ફ્રેમલેસ મેટાલિક બોડી સાથે આવે છે. આ સ્માર્ટ ટીવી આઈપીએસ એલસીડી ટેકનોલોજી સાથે રજૂ કરવામાં આવ્યા છે. તેમાં ક્વોન્ટમ ડોટ લેયર અને મીની એલઇડી બેકલાઇટ જેવા ફીચર્સ છે. આ બંને મોડલમાં 4K (3840 × 2160 પિક્સલ) રિઝોલ્યુશન ડિસ્પ્લે છે. આ બંને ટીવીની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર જાણો.
Thomson Masterclass Series Mini LED Smart Google TV 2025 Edition ફીચર્સ
થોમસન માસ્ટરક્લાસ સિરીઝ મિની એલઇડી ગૂગલ ટીવી (2025)માં ફ્રેમલેસ મેટાલિક બોડી આપવામાં આવી છે. આ ટીવીને 65 ઇંચ અને 75 ઇંચ 4કે (3840 × 2160 પિક્સલ) ડિસ્પ્લે સાથે લોન્ચ કરવામાં આવ્યા છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. તેમની પાસે ક્યૂડી મિની એલઇડી પેનલ છે જે 1500 નીટ્સ પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે.
આ બંને થોમસન ટીવીમાં અલ્ટ્રા વાઇડ કલર ગેમટ (Ultra WCG) છે. ટીવી એચડીઆર સપોર્ટ – HDR10, HLG, Dolby Vision સાથે આવે છે. પ્રોટેક્શન માટે સ્માર્ટ આઇ શિલ્ડ આપવામાં આવી છે, જે લો બ્લ્યુ લાઇટ અને ફ્લિકર-ફ્રી ટેકનોલોજીને સપોર્ટ કરે છે.
લેટેસ્ટ મિની એલઇડી ગૂગલ ટીવીમાં બ્લાઉપંકટ સંચાલિત 108W સાઉન્ડ આઉટપુટ સાથે 6-સ્પીકર સેટઅપ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટ ટીવીમાં મેજિક સાઉન્ડ સાથે ઇનબિલ્ટ ડ્યુઅલ સબવૂફર્સ છે. આ ડિવાઇસમાં ડોલ્બી એટમોસ, ડોલ્બી ડિજિટલ પ્લસ, થંડર ઓડિયો જેવા ઓડિયો ફોર્મેટ આપવામાં આવ્યા છે.
ટીવીમાં MediaTek AiPQ પ્રોસેસર અને Mali-G52 GPU આપવામાં આવ્યું છે. આ સ્માર્ટ ટીવીમાં 2 જીબી રેમ અને 16 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. આ ટીવી બિલ્ટ-ઇન ક્રોમકાસ્ટ, વોઇસ આસિસ્ટન્ટ અને એપલ એરપ્લે સપોર્ટ સાથે આવે છે. કનેક્ટિવિટી માટે, ટીવીમાં ડ્યુઅલ-બેન્ડ વાઇ-ફાઇ, બ્લૂટૂથ 5.0, 3x એચડીએમઆઇ પોર્ટ અને બે યુએસબી પોર્ટ છે.
થોમસનના આ સ્માર્ટ ટીવી 1 વર્ષની વોરંટી સાથે આવે છે.
Thomson Masterclass Series Mini LED Smart Google TV 2025 Edition કિંમત
કિંમતની વાત કરીએ તો ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પર માસ્ટરક્લાસ મિની એલઈડી સ્માર્ટ ગૂગલ ટીવીને એક્સક્લુઝિવ રીતે લોન્ચ કરવામાં આવ્યા છે. 65 ઇંચના આ મોડલની કિંમત 61,999 રૂપિયા અને 75 ઇંચના વેરિએન્ટની કિંમત 95,999 રૂપિયા છે.