scorecardresearch

બાળકોને નાનપણથી જ બચત અને રોકાણના બોધપાઠ શિખવો, જાણો કેવી રીતે…

Teach Your Child to Save Money : બાળકોના ઉછેર અને અભ્યાસના ખર્ચા વધી રહ્યા છે ત્યારે તેમને બચત અને રોકાણના બોધપાઠ શિખવવા બહું જ જરૂર છે, જેથી તેઓ મોટા થઇને આર્થિક રીતે સશક્ત બની શકે અને સારી રીતે જીવન જીવી શકે.

બાળકોને નાનપણથી જ બચત અને રોકાણના બોધપાઠ શિખવો, જાણો કેવી રીતે…

આજની દુનિયામાં, માતાપિતા બનવું એ સરળ કામ નથી. દેખીતી રીતે માતાપિતા બન્યા બાદ બાળકનો સારી રીતે ઉછેર કરવો અને ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે સક્ષમ બનાવવા તે મહત્વપૂર્ણ છે. જો કે હાલના સમયમાં બાળકો માટે આ બધું કરવું સહેલું નથી. સતત વધતી જતી મોંઘવારી અને ઝડપથી બદલાતી જીવનશૈલી, વધતી ઉંમરની સાથે બાળકોના ઉછેર અને અભ્યાસનો ખર્ચ અને તેમની અન્ય જરૂરિયાતોને કારણે નાણાકીય પડકાર વધી રહ્યો છે.

તમે તમારા બાળકના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે બચત અને રોકાણો પર ભાર મુકો છો અને તેના માટે સતત પ્રયત્નો કરો છો. આથી આ બાબત પણ એટલી જ મહત્વપૂર્ણ બની જાય છે કે તમારું બાળક પણ પૈસાનું મહત્વ સમજે અને તે પણ કમાણી અને બચત કરવાનો પ્રયત્ન કરે. એવું પણ કહેવાય છે કે શિક્ષણમાં રોકાણ કરવાથી શ્રેષ્ઠ વળતર મળે છે. આ વખત બાળ દિવસ એટલે કે 14 નવેમ્બર, સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુંના જન્મદિવસ નિમિત્તે તમારા બાળકને આર્થિક રીતે મજબૂત અને જવાબદાર બનવાની તાલીમ આપવા માટે પહેલ કરો. જેથી કરીને તેઓ તેમની કુશળતાથી આર્થિક રીતે સશક્ત બની શકે અને મોટા થાય ત્યારે વધુ સારી રીતે જીવન જીવી શકે.

ઉદાહરણ આપીને મની મેનેજમેન્ટના પાઠ શીખવો

આપણે બાળકોને નાનપણથી જ વાંચતા, લખતા, બોલતા શીખવીએ છીએ કારણ કે તે તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. એવી જ રીતે મની મેનેજમેન્ટના બોધપાઠ પણ તેમના માટે જરૂરી છે. એકવાર બાળક પૈસા સંબંધિત બાબતોને સમજવાના તબક્કે પહોંચી જાય, પછી તેને પૈસાના મહત્વ વિશે શીખવવાનું શરૂ કરવું જોઈએ. પૈસા શા માટે મહત્વપૂર્ણ છે?, તે કયા હેતુઓ પૂરા કરે છે? પૈસા કેવી રીતે કમાવી શકાય છે? તેની બચત, ઉપયોગ અને રોકાણના પાસાઓ ઉદાહરણો આપીને બાળકોને સમજાવી શકાય છે.

જો કે પૈસા કેવી રીતે કમાવી શકાય છે તે બાળકને શીખવવામાં મુશ્કેલી પડી શકે છે. મોટા ભાગના બાળકો કંઈક કરવા બદલમાં ગીફ્ટ અથવા ભેટો મેળવવાની લાલચથી પૈસાનું મહત્વ કિંમત શીખે છે. તમે આને પોકેટ મની જેવી વસ્તુઓ પર પણ લાગુ કરી શકો છો. તમારો પ્રયત્ન એવો હોવો જોઈએ કે બાળક જલ્દી સમજી જાય કે મફતમાં પૈસા મેળવવાની કોઇ ટ્રિક નથી. બાળકોને સમજાવવું જોઈએ કે કામ નાનું હોય કે મોટું, કામ કરીને પોતાની પોકેટ મની જેટલી કમાણી કરી છે.

બાળકોને ઉદાહરણ આપીને પણ શીખવી શકાય છે કે તેઓ પૈસા એકત્ર કરીને કેવી રીતે ટાર્ગેટ પૂરા કરી શકે છે. જો બાળકને કોઈ વિશેષ રમકડું કે ગેજેટ જોઈતું હોય તો તેને બતાવો કે કેવી રીતે પ્લાનિંગ નાણાં એક્ત્ર કરી શકાય છે અને ત્યારબાદ આ નાણાંથી રમકડા કે કોઇ ચીજ ખરીદી શકાય છે. બચત કેવી રીતે કરી શકાય તેના પાઠ બાળકોને શિખવો. આમ કરવાથી, બાળક બચત કરવાની યોજના વિશે સમજશે અને આવી રીતે તે ધીમે ધીમે ઉજ્જવળ ભવિષ્ય માટે નાણાકીય આયોજનના મહત્વને પણ સમજવા લાગશે.

Web Title: Tips to teach your child to save money and investment know how to learn

Best of Express