Today history 9 july: આજે 9 જુલાઇ 2023 (9 july) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજના દિવસે વર્ષ 1816માં સ્પેનની હુકુમતમાંથી આર્જેન્ટીનાએ સ્વતંત્રતા મેળવી હતી. વર્ષ 18175માં ભારતના સૌથી જૂના શેર બજાર બોમ્બે સ્ટોક એક્સચેન્જની સ્થાપના થઇ હતી. લાલ બહાદુર શાસ્ત્રી વર્ષ 1964માં ભારતના વડાપ્રધાન બન્યા હતા. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
9 જુલાઇની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1816 – આર્જેન્ટીનાનો સ્વતંત્રતા દિવસ. આર્જેન્ટીનાએ વર્ષ 1816માં સ્પેનના આધિપત્યમાંથી આઝાદી મેળવી હતી.
- 1875 – બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સ્થાપના દિવસ. બીએસઇ તરીકે ઓળખાતું શેરબજાર ભારતનું સૌથી જુનું સ્ટોક એક્સચેન્જ છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જની સ્થાપના પ્રેમચંદ રોયચંદ દ્વારા 1875માં કરવામાં આવી હતી. હાલ BSE લિમિટેડ હવે દલાલ સ્ટ્રીટનો પર્યાય બની ગયું છે,
- 1964 – લાલ બહાદુર શાસ્ત્રી 9 જૂન, 1964ના રોજ ભારતના બીજા વડાપ્રધાન બન્યા. તેઓ જવાહરલાલ નેહરુના અનુગામી બન્યા
- 2000 – ફિજીમાં જ્યોર્જ સ્પીટ અને લશ્કરી નેતાઓ વચ્ચે કરાર થયો.
- 2001 – ભારત દ્વારા પાક સરહદ પર બે ચોકીઓ સ્થાપવાની ઘોષણા કરાઇ.
- 2002 – આફ્રિકન એકતાના સંગઠનનું નામ બદલીને આફ્રિકન યુનિયન રાખવામાં આવ્યું.
- 2004 – એશિયન ડેવલપમેન્ટ બેંકે તેના 42 સભ્ય દેશો માટે આતંકવાદ સામે લડવા માટે ફંડ બનાવ્યું.
- 2007 – ભારતીય-અમેરિકન વૈજ્ઞાનિક હિમાંશુ જૈનને ગ્લાસ સાયન્સના ક્ષેત્રમાં તેમના અગ્રણી કામગીરી માટે ઓટ્ટો સ્કોટ સંશોધન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.
- 2008 – ઈરાને લાંબા અને મધ્યમ રેન્જની પ્રહાર ક્ષમતા સાથે નવ મિસાઈલનું પરીક્ષણ કર્યું.
આ પણ વાંચોઃ 8 જુલાઇ: વાસ્કો દ ગામા યુરોપથી ભારત આવવા નીકળ્યો, સૌરવ ગાંગુલીનો જન્મદિવસ, નેશનલ વીડિયો ગેમ ડે
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- સુખબીર સિંહ બાદલ (1962) – પ્રખ્યાત ભારતીય રાજકારણી, જે શિરોમણી અકાલી દળના પ્રમુખ છે.
- ગુરુ દત્ત (1925) – પ્રખ્યાત અભિનેતા અને દિગ્દર્શક
- સંજીવ કુમાર (1938) – ભારતીય અભિનેતા
- કે. બાલાચંદર (1930) – ફિલ્મ નિર્માતા દિગ્દર્શક અને પટકથા લેખક
- સત્ય નારાયણ સિંહા (1900) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી, સંસદીય બાબતોના મંત્રી અને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ.
- માણકભાઈ અગ્રવાલ (1923) – બીજી લોકસભાના સભ્ય.
- લોર્ડ મિન્ટો દ્વિતીય (1845) – વર્ષ 1905 થી 1910 સુધી ભારતના વાઈસરોય તથા ગવર્નર-જનરલ હતા.
આ પણ વાંચોઃ 7 જુલાઇનો ઇતિહાસ : હેપી બર્થડે મહિન્દ્ર સિંહ ધોની, વિશ્વ ચોકલેટ દિવસ
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- સરદાર અંજુમ (2015) – ભારતના પ્રખ્યાત કવિ અને લેખક.
- શેરી ભોપાલી (1991) – પ્રખ્યાત કવિ
આ પણ વાંચો- 6 જુલાઇ: વિશ્વ ઝૂનોસીસ દિવસ, લુઈ પાશ્ચરે હડકવાની રસી શોધી





