મોંઘવારીનો માર : ટામેટા થયા લાલઘૂમ, ભાવ આસમાને એક કિલોના 100 રૂપિયા

Tomato prices : મોંઘવારીના માર વચ્ચે દેશના મોટાભાગના શાકભાજી માર્કેટમાં ટામેટાના ભાવ 100 રૂપિયા પ્રતિ કિગ્રા કે તેના કરતા ઉંચા ભાવે વેચાઇ રહ્યા છે.

Written by Ajay Saroya
Updated : June 27, 2023 17:26 IST
મોંઘવારીનો માર : ટામેટા થયા લાલઘૂમ, ભાવ આસમાને એક કિલોના 100 રૂપિયા
ભારતના મોટાભાગના શહેરોમાં ટામેટાના ભાવમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે. (File Image)

tomato prices increase : મોંઘવારીના માર પર ટામેટાના આસમાને પહોંચેલા ભાવ ‘ડામ’ આપી રહ્યા છે. દેશના મોટાભાગના શાકભાજી માર્કેટમાં ટામેટાના ભાવ 100 રૂપિયા પ્રતિ કિગ્રા કે તેના કરતા ઉંચા ભાવે વેચાઇ રહ્યા છે. બજારમાં શાકભાજી લેવા ગયેલી ગૃહિણીઓના ચહેરાનો રંગ લાલ ચટાકેદાર ટામેટાના ભાવ સાંભળીને ઉતરી જાય છે. બેંગલુરુ, કાનપુર, દિલ્હી, ચેન્નાઈ અને હૈદરાબાદ જેવા મુખ્ય મેટ્રો શહેરોમાં ટામેટાંના ભાવમાં વધારો થયો છે, એવુ ન્યૂઝ એજન્સી ANIના અહેવાલમાં જણાવાયું છે .

સપ્તાહમાં જ ટામેટાના ભાવ અઢી ગણા વધી ગયા

સપ્તાહની અંદર જ ટામેટામાં લાલચોળ ભાવ વધારો થયો છે. એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યું છે કે, ગ્રાહક બાબતોના મંત્રાલયના આંકડા અનુસાર સમગ્ર ભારતમાં છૂટક બજારોમાં ટામેટાંના ભાવ 24 જૂનના રોજ 20 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 25 જૂને 40 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા હતા. મંત્રાલયના આંકડા એવું પણ દર્શાવે છે કે, કેરળના એર્નાકુલમમાં ટામેટાનો ભાવ 113 રૂપિયા પ્રતિ કિલો અને ઉત્તર પ્રદેશના ઇટાવામાં 99 રૂપિયા કિલો હતો.

ANI સાથે વાત કરતા , બેંગલુરુના રહેવાસી સૂરજ ગૌરે કહ્યું કે પહેલા ટામેટાંની કિંમત 30 રૂપિયા પ્રતિ કિલો હતી, ત્યા બાદમાં તેણે 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખરીદ્યા અને હાલ ટામટાના ભાવ 100 રૂપિયા પ્રતિ કિલો થઇ ગયા છે. તેણે ઉમેર્યું હતું કે, મોંઘવારી વચ્ચે ટામેટામાં ભાવવધારો અસહ્ય બની રહ્યો છે.

તો બેંગલુરુના અન્ય એક રહેવાસી પારુલે ANIને જણાવ્યું કે ટામેટાંની કિંમત ગયા અઠવાડિયે 40-50 રૂપિયા પ્રતિ કિલોની વચ્ચે હતી અને તે હાલ અચાનક વધીને 100 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.

ANI સાથેની વાતચીતમાં દિલ્હીના રહેવાસી મોહમ્મદ રાજુ જણાવે છે કે , “ટામેટા 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. છેલ્લા બે-ત્રણ દિવસમાં ભાવ અચાનક વધી ગયા છે. ભાવમાં આ અચાનક વધારો ભારે વરસાદને કારણે થયો છે. વરસાદથી ટામેટાના પાકને નુકસાન થયું છે. તેવી જ રીતે ઉત્તર પ્રદેશ, ચેન્નાઈ અને હૈદરાબાદમાં પણ ટામેટાના ભાવ રોકેટ ગતિએ આસમાને પહોંચ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ