Top 10 Best Selling Car : સપ્ટેમ્બરમાં ટોપ-10 બેસ્ટ સેલિંગ કારમાં 6 કાર મારૂતિ સુઝુકીની, સૌથી વધુ વેચાતી કારની યાદી ચેક કરો પછી નવી કાર ખરીદો

Top 10 Best Selling Car List : સપ્ટેમ્બરમા કારનું વેચાણ સારું રહ્યુ છે. જો તમે પણ ફેસ્ટિવલ સિઝનમાં નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છે તો પહેલા સપ્ટેમ્બરની ટોપ-10 બેસ્ટ સેલિંગ કારની લિસ્ટ ચેક કરો અને પછી નક્કી કરો

Top 10 Best Selling Car List : સપ્ટેમ્બરમા કારનું વેચાણ સારું રહ્યુ છે. જો તમે પણ ફેસ્ટિવલ સિઝનમાં નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છે તો પહેલા સપ્ટેમ્બરની ટોપ-10 બેસ્ટ સેલિંગ કારની લિસ્ટ ચેક કરો અને પછી નક્કી કરો

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Top 10 Best Selling Car | top cars sales in india 2023 | maruti suzuki baleno |tata nexon | hyundai creta | Auto news | Cars

સપ્ટેમ્બર 2023માં ટોપ-10 બેસ્ટ સેલિંગ કારન યાદી અહીંયા જુઓ. (Photo: FE)

Top 10 Best Selling Car List OF September 2023 : કાર કંપનીઓ માટે સપ્ટેમ્બર મહિનો સારો રહ્યો. આ સમયગાળા દરમિયાન મોટાભાગની કંપનીઓએ તેમના વાહનોના વેચાણમાં વધારો નોંધાવ્યો હતો. સપ્ટેમ્બરમાં ભારતીય બજારમાં ઘણી ટુ-વ્હીલર અને કાર લોન્ચ કરવામાં આવી હતી. સામાન્ય રીતે તહેવારોની મોસમમાં બજારની ચમક વધી જાય છે. વર્ષ 2023ની ફેસ્ટિવલ સિઝન 14 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે.

Advertisment

સપ્ટેમ્બરની બેસ્ટ સેલિંગ કાર (Top 10 Best Selling Car List)

સપ્ટેમ્બરમાં મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ અને હ્યુન્ડાઈના વાહનોનો દબદબો રહ્યો હતો. સપ્ટેમ્બરમાં બેસ્ટ સેલિંગ ટોપ-10 કારમાં 6 મોડલ સાથે મારુતિ સુઝુકીના દબદબો રહ્યો છે. તો સપ્ટેમ્બરમાં સૌથી વધારે વેચાયેલી ટોપ-10 કારમાં ટાટા મોટર્સ અને હ્યુન્ડાઈની 2-2 કાર હતી. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે સપ્ટેમ્બરમાં અમુક કાર મોડલના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે જ્યારે કેટલીક કારના વેચાણમાં સારી વૃદ્ધિ નોંધવામાં આવી છે. ફેસ્ટિવલ સિઝનમાં નવી કાર ખરીદતા પહેલા સપ્ટેમ્બરની બેસ્ટ સેલિંગ કારની યાદી એક વાર જરૂર જોઇ લેવી

સપ્ટેમ્બરમાં કઈ કંપનીની કાર સૌથી વધુ વેચાઈ? (Top 10 Best Selling Car List OF September)

કાર કંપનીકાર મોડલસપ્ટેમ્બર-2023માં વેચાણસપ્ટેમ્બર-2022માં વેચાણવાર્ષિક વેચાણ વૃદ્ધિ
મારુતિ સુઝુકીબલેનો18,417 કાર19,369 કાર-5%
મારુતિ સુઝુકીવેગનર16,250 કાર20,078 કાર-19%
ટાટા મોટર્સનેક્સન15,325 કાર14,518 કાર+6%
મારુતિ સુઝુકીબ્રેઝા15,001 કાર15,445 કાર-3%
મારુતિ સુઝુકીસ્વિફ્ટ14,703 કાર11,988 કાર+23%
મારુતિ સુઝુકીડિઝાયર13,880 કાર9601 કાર+45%
મારુતિ સુઝુકીએર્ટિગા13,528 કાર9299 કાર+45%
ટાટા મોટર્સપંચ13,036 કાર12,251 કાર+6%
હ્યુન્ડાઈક્રેટા12,717 કાર12,866 કાર-1%
હ્યુન્ડાઈવેન્યૂ12,204 કાર11,033 કાર+11%
Advertisment

સૌથી વધારે વેચાતી કાર - મારુતિ સુઝુકી બલેનો (Top 10 Best Selling Car Maruti Suzuki Baleno)

publive-image
Maruti Suzuki Baleno ( મારૂત સુઝુકી બલેનો)

સપ્ટેમ્બરમાં પણ મારુતિ સુઝુકીએ ભારતીય કાર બજારમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું અને સૌથી વધારે બલેનો કારનું વેચાણ કરીને ટોચ પર રહી હતી.

આ પણ વાંચો | મારુતિ ફ્રોન્ક્સ કે હ્યુન્ડાઈ એક્સ્ટર ખરીદવી? કઈ સીએનજી કાર બેસ્ટ છે? સેફ્ટી ફિચર્સ, એન્જિન માઇલેજ અને કિંમત જાણી નક્કી કરો

સપ્ટેમ્બર 2023માં મારૂતિ સુઝુકી કંપનીએ 18,417 બલેનો કારનું વેચાણ કર્યું હતું. જ્યારે પાછલા વર્ષે સમાન મહિનામાં કંપનીએ 19,369 બલેનો કારનું વેચાણ કર્યું હતું. આ વાર્ષિક ધોરણે વેચાણમાં મારૂતિ બલેનો કારના વેચાણમાં 5%નો ઘટાડો થયો છે.

Auto news બિઝનેસ