/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/tata-punch.jpg)
ટાટા પંચ ટાટા મોર્ટર્સની સૌથી વધુ વેચાતી કાર છે. (Photo - @TataPunchClub)
Top 10 Best Selling Cars in April 2024 in India: કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો બજારમાં સૌથી વધુ વેચાતી કારની યાદી પર એક નજર અચૂક કરવી જોઇએ. બેસ્ટ સેલિંગ કારની યાદી જોવાથી પ્રવર્તમાન ઓટો કાર માર્કેટનો ટ્રેન્ડ જાણવામાં સરળતા રહે છે. નવું નાણાકીય વર્ષ એપ્રિલ મહિનાથી શરૂ થાય છે. કાર મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે ચાલુ નાણાકીય વર્ષનો પ્રથમ મહિનો મહત્વનો હતો. માર્ચ 2024ની જેમ એપ્રિલમાં પણ મોટાભાગની કારના વેચાણમાં વધારો જોવા મળ્યો હતો. આ સાથે ટોપ 10 સેલિંગ કારની યાદીમાં ટાટા નેક્સન બહાર થઇ ગઇ છે અને તેના સ્થાન મારૂતિ ઇકો વાનનો સમાવેશ થયો છે.
એપ્રિલમાં ટોપ 10 બેસ્ટ સેલિંગ 10 કારની યાદી (Top 10 Best Selling Cars List)
એપ્રિલ મહિનામાં સૌથી વધુ વેચાયેલી ટોપ 10 કારની યાદી અહીં રજૂ કરવામાં આવી છે. ગત મહિને ટાટા પંચ દેશમાં નંબર 1 વેચાણ કરતી કાર બની હતી. આ સાથે સતત બીજા મહિને ટાટા પંચે આ સ્થાન ટકાવી રાખ્યું છે. અગાઉ ફેબ્રુઆરીમાં બલેનો (મારુતિ સુઝુકી બલેનો) અને વેગનઆર (મારુતિ સુઝુકી વેગનઆર) મૉડલ વેચાણમાં પ્રથમ ક્રમા હતા.
| ક્રમ | મોડલ | સેગમેન્ટ | એપ્રિલ 2024 | એપ્રિલ 2023 | વાર્ષિક ફેરફાર (%) | માર્ચ 2024 |
| 1. | ટાટા પંચ | suv | 19158 | 10934 | 75% | 17547 |
| 2 | મારુતિ વેગનઆર | હેચબેક | 17850 | 20879 | -15% | 16368 |
| 3 | મારુતિ બ્રેઝા | suv | 17113 | 11836 | 45% | 14164 |
| 4 | મારુતિ ડિઝાયર | સેડાન | 15825 | 10132 | 56% | 15894 |
| 5 | હ્યુન્ડાઇ ક્રેટા | suv | 15447 | 14186 | 9% | 16458 |
| 6 | મહિન્દ્રા સ્કોર્પિયો | suv | 14807 | 9617 | 54% | 15151 |
| 7 | મારુતિ ફ્રૉન્ક્સ | suv | 14286 | 8784 | 63% | 12531 |
| 8 | મારુતિ બલેનો | હેચબેક | 14049 | 16180 | -13% | 15588 |
| 9 | મારુતિ અર્ટિગા | MUV | 13544 | 5532 | 145% | 14888 |
| 10 | મારુતિ ઈકો | વાન | 12060 | 10504 | 15% | 12019 |
ચાલો જાણીએ ટોપ 10ની યાદીમાં સ્થાન મેળવનાર વાહનો વિશે. અમે એ પણ જાણીએ છીએ કે વાર્ષિક ધોરણે આ વાહનોના વેચાણમાં કેટલો વધારો થયો છે.
માર્ચ અને એપ્રિલમાં આ સ્થાને ટાટા પંચે કબજો જમાવ્યો છે. જો આપણે એપ્રિલ દરમિયાન દેશમાં સૌથી વધુ વેચાતી ટોપ 10 કારની યાદી પર નજર કરીએ તો મારુતિ વેગનઆર બીજા અને મારુતિ બ્રેઝા ત્રીજા ક્રમે છે. આ યાદીમાં મોટાભાગની એસયુવી સેગમેન્ટના વાહનોને સ્થાન મળ્યું છે. ઉપરાંત 2 હેચબેક, સેડાન, એમયુવી અને વેન સેગમેન્ટમાંથી એક-એકનો સમાવેશ થાય છે. જો બ્રાન્ડના આધારે જોવામાં આવે તો બેસ્ટ સેલિંગ ટોપ 10 કારની યાદીમાં મારુતિ સુઝુકીના 7 કાર અને ટાટા મોટર્સ, હ્યુન્ડાઈ અને મહિન્દ્રાના એક-એક મોડલનો સમાવેશ થાય છે.
મારુતિ સુઝુકી ઈકો વેન (Maruti Eeco)
આ વર્ષે એપ્રિલ 2024 દરમિયાન મારુતિ સુઝુકીની ઈકો વાન (Maruti Eeco) ટાટા નેક્સનને પછાડી બેસ્ટ સેલિંગ ટોપ 10 કારની યાદીમાં 10મું સ્થાન મેળવવામાં સફળ રહી. મારુતિ સુઝુકીએ એપ્રિલ 2024માં 12,060 ઇકો વાનનું વેચાણ કર્યું હતું. જ્યારે ગયા વર્ષે આ જ મહિનામાં કંપનીએ 10,504 વાનનું વેચાણ થયું હતું. આમ વાર્ષિક ધોરણે મારૂતિ ઇકો વાનના વેચાણમાં 15 ટકાનો વધારો નોંધાયો છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/maruti-eeco-van.jpg)
આ પણ વાંચો | ભારતની પ્રથમ સીએનજી બાઇક આ તારીખે લોન્ચ થશે, મોંઘા પેટ્રોલની ચિંતા દૂર થશે, જાણો ખાસિયતો
ટાટા પંચ (Tata Punch)
ટાટા મોટર્સ ઓટો કંપની ટાટા પંચ સતત બીજા મહિને સૌથી વધુ વેચાતી ટોચની 10 કારમાં પ્રથમ સ્થાને રહી છે. ટાટા મોટર્સે એપ્રિલમાં ટાટા પંચ મોડલની 19,158 કારનું વેચાણ કર્યું છે. જ્યારે ગત વર્ષે સમાન સમયગાળામાં ટાટા પંચની 10,934 કારનું વેચાણ થયું હતું. આમ વાર્ષિક ધોરણે ટાટા પંચના વેચાણમાં 75 ટકાનો વધારો થયો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us