/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/Cars-1.jpg)
Cars : કાર પ્રતિકાત્મક તસવીર. (Photo: Freepik)
Top 10 Best Selling SUV Car In February 2025: એસયુવી કાર સેગમેન્ટ ભારતમાં સતત વિકસી રહ્યું છે. ઓટો કંપનીઓ વચ્ચે પણ એસયુવી વેચવા કટ્ટર હરિફાઇ ચાલી રહી છે, જેમાં એસયુવીમાં ગ્રાહકોનો રસ વધી રહ્યો છે ત્યારે વધુને વધુ એસયુવી વેચવા માટે કંપનીઓમાં સ્પર્ધા જામી છે. જેમાં નંબર 1 એસયુવી કારનું સ્થાન મેળવવા માટે ટાટા પંચ, મારુતિ સુઝુકી બ્રેઝા અને હ્યુન્ડાઇ ક્રેટા હરિફાઇ ચાલી રહ્યા છે. જો કે ફેબુ્રઆરીમાં આ તમામ કારને પાછળ સાથે ફ્રોન્ક્સે No 1 સ્થાન મેળવી ભારતમાં સૌથી વધુ વેચાતી ટોપ 10 એસયુવી કારન યાદીમાં જોરદાર એન્ટ્રી મારી હતી.
ભારતની ટોપ 10 બેસ્ટ સેલિંગ કારની યાદીમાં મોટો ઉલટફેર થયો છે. અત્યાર સુધી મારૂતિ સુઝુકીની વેગનઆર અને ટાટા પંચ વચ્ચે નંબર 1 માટે હરિફાઇ ચાલી હતી. જો કે ફેબ્રુઆરીમાં આ બંને કારને પાછળ રાખી મારૂતિ સુઝુકીની ફ્રોંક્સ સૌથી આગળ નીકળી ગઇ છે. જાન્યુઆરી 2025માં મારૂતિ વેગનઆર 24078 યુનિટના વેચાણ સાથે આ યાદીમાં પ્રથમ ક્રમે હતી.
મારૂતિ ફ્રોંક્સ
મારૂતિ ફ્રોંક્સ ફેબ્રુઆરી 2025માં ભારતની સૌથી વધુ વેચાયેલી કાર બની છે. ફેબ્રુઆરી 2025માં મારુતિ સુઝુકીની સબ-4 મીટર એસયુવીના 21461 યુનિટ વેચાયા છે. જ્યારે ફેબ્રુઆરી 2024માં મારૂતિ ફ્રોંક્સની 14168 કાર વેચાઇ હતી. આમ વાર્ષિક ધોરણે મારૂતિ ફ્રોંક્સ કારના વેચાણમાં 51 ટકાનો વધારો થયો છે. તો જાન્યુઆરી 2025માં મારૂતિ ફ્રોંક્સની માત્ર 15192 કાર વેચાઇ હતી.
મારૂતિ વેગનઆર
જાન્યુઆરીમાં નંબર 1 પહેલી મારૂતિ વેગનઆર કાર ફેબ્રુઆરી બીજા ક્રમે આવી ગઇ છે. ફેબ્રુઆરી 2025માં મારૂતિ વેગનઆર કારના 19879 યુનિટ વેચાયા છે, જ્યારે ફેબ્રુઆરી 2024માં 19412 વેનગઆર કાર વેચાઇ હતી. આમ વાર્ષિક ધોરણ વેચાણ 2.41 ટકા વધ્યું છે. જાન્યુઆરી 2025માં 24078 વેનગઆર કાર વેચાઇ હતી.
હ્યુન્ડાઇ ક્રેટા
હ્યુન્ડાઇ ક્રેટા આ યાદીમાં ત્રીજા સ્થાન પર છે. ફેબ્રુઆરી 2025માં હ્યુન્ડાઇ ક્રેટા કારનું વેચાણ 16,317 યુનિટ થયું છે, જે વાર્ષિક ધોરણે 6.81 ટકા વધુ વેચાણ છે. ફેબ્રુઆરી 2024માં આ એસયુવી કારના 15276 યુનિટ વેચાયા હતા. તો જાન્યુઆરી 2025માં કારના 18522 યુનિટ વેચાયા હતા.
| નંબર | કાર મોડલ | ફેબ્રુઆરી 2025 | ફેબ્રુઆરી 2024 | વેચાણ વૃદ્ધિ |
|---|---|---|---|---|
| 1 | મારૂતિ ફ્રોંક્સ | 21461 | 14168 | +51.48% |
| 2 | મારૂતિ વેગનઆર | 19879 | 19412 | +2.41% |
| 3 | હ્યુન્ડાઇ ક્રેટા EV | 16317 | 15276 | +6.81% |
| 4 | મારૂતિ સ્વિફ્ટ | 16269 | 13165 | +23.58% |
| 5 | મારૂતિ બલેનો | 15480 | 17517 | -11.63% |
| 6 | મારૂતિ બ્રેઝા | 15392 | 15765 | -2.37% |
| 7 | ટાટા નેક્સન EV | 15349 | 14395 | +6.63% |
| 8 | મારૂતિ અર્ટિગા | 14868 | 15519 | -4.19% |
| 9 | મારૂતિ ડિઝાયર | 14694 | 15837 | -7.22% |
| 10 | ટાટા પંચ EV | 14559 | 18438 | -21.04% |


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us