Top 10 highest tax paying Indian celebrities : ટેક્સ જમા કરવાની છેલ્લી તારીખ વીતી ગઈ છે. અને ફોર્ચ્યુન ઇન્ડિયાના તાજેતરના અહેવાલમાં, આ વર્ષ (2024) ભારતના સૌથી ધનિક લોકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં માત્ર નેટવર્થ જ નહીં પરંતુ તેમના દ્વારા જમા કરાયેલા ટેક્સની વિગતો પણ આપવામાં આવી હતી. આ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે નાણાકીય વર્ષ 2023-24માં દેશના સૌથી ધનિક લોકોએ કેટલો આવકવેરો ભર્યો છે.
આ વર્ષે સૌથી વધુ ટેક્સ ચૂકવનાર સેલિબ્રિટી વિશે વાત કરીએ તો, પીઢ અભિનેતા શાહરૂખ ખાન આ યાદીમાં ટોચ પર છે. શાહરૂખ ખાને નાણાકીય વર્ષ 2023-24માં અભિનેતા અક્ષય કુમારને પાછળ છોડી દીધો છે. ‘કિંગ ખાને’ આ વર્ષે એડવાન્સ ટેક્સ તરીકે 92 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે.
શાહરૂખ બાદ તમિલ સુપરસ્ટાર થાલપથી વિજયે 80 કરોડ રૂપિયા, સલમાન ખાને 75 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે જ્યારે અમિતાભ બચ્ચને 71 કરોડ રૂપિયા આવકવેરા વિભાગમાં જમા કરાવ્યા છે.
આ સિવાય અજય દેવગન, રણબીર કપૂર, રિતિક રોશન, શાહિદ કપૂર, પંકજ ત્રિપાઠી પણ સૌથી વધુ ટેક્સ ચૂકવનારા ફિલ્મ સ્ટાર્સની યાદીમાં સામેલ છે. FY24માં કરીના કપૂરે 20 કરોડ રૂપિયા, કેટરીના કૈફે 11 કરોડ રૂપિયા એડવાન્સ ટેક્સ ચૂકવ્યા હતા. ટેક્સના દૃષ્ટિકોણથી આ બંને બોલિવૂડની સૌથી અમીર અભિનેત્રીઓમાં સામેલ છે.
સ્પોર્ટ્સની વાત કરીએ તો ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી સૌથી મોટા કરદાતા તરીકે ઉભરી આવ્યા છે. વિરાટે 66 કરોડ રૂપિયાનો ટેક્સ જમા કરાવ્યો અને આ સાથે તે દેશનો સૌથી અમીર ખેલાડી પણ બની ગયો છે. તેમના પછી ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન એમએસ ધોની છે, જેમણે ટેક્સ તરીકે 38 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા.
આ યાદીમાં દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીના નામ પણ છે. આ સિવાય હાર્દિક પંડ્યા અને રિષભ પંત પણ સૌથી વધુ ટેક્સ ચૂકવનારા ખેલાડીઓમાં સામેલ છે.
10 હસ્તીઓ જે નાણાકીય વર્ષ 2024માં સૌથી વધુ ટેક્સ ચૂકવ્યો
1 શાહરૂખ ખાન ₹91 કરોડ 2 થલાપતિ વિજય ₹80 કરોડ 3 સલમાન ખાન ₹75 કરોડ 4 અમિતાભ બચ્ચન ₹71 કરોડ 5 વિરાટ કોહલી ₹66 કરોડ 6 અજય દેવગન ₹42 કરોડ 7 એમએસ ધોની ₹38 કરોડ 8 રણબીર કપૂર ₹36 કરોડ 9 સચિન તેંડુલકર ₹28 કરોડ 10 રિતિક રોશન ₹28 કરોડ
પરંતુ નોંધનીય છે કે વર્ષ 2022માં આવકવેરા વિભાગ દ્વારા ‘ઓનર લેટર’ મેળવનાર અભિનેતા અક્ષય કુમારનું નામ આ યાદીમાં નથી.
સૌથી વધુ ટેક્સ ભરવામાં આ સ્ટાર્સના નામ પણ સામેલ છે
1 કપિલ શર્મા ₹26 કરોડ 2 સૌરવ ગાંગુલી ₹23 કરોડ 3 કરીના કપૂર ₹20 કરોડ 4 શાહિદ કપૂર ₹14 કરોડ 5 મોહનલાલ ₹14 કરોડ 6 અલ્લુ અર્જુન ₹14 કરોડ 7 હાર્દિક પંડ્યા ₹13 કરોડ 8 કિયારા અડવાણી ₹12 કરોડ 9 કેટરીના કૈફ ₹11 કરોડ 10 આમિર ખાન ₹11 કરોડ 11 પંકજ ત્રિપાઠી ₹10 કરોડ 12 ઋષભ પંત ₹10 કરોડ
આ પણ વાંચોઃ- Aditi Rao Hydari Siddharth : લગ્ન બાદ અદિતિ રાવ હૈદરી સિદ્ધાર્થ મુંબઈ એરપોર્ટ પર દેખાયા, જુઓ ફોટા અને વિડિયોઝ
નોંધનીય છે કે કોમેડિયન કપિલ શર્મા સૌથી વધુ ટેક્સ ચૂકવનારા ટીવી સ્ટાર્સની યાદીમાં ટોપ પર છે. તેમણે FY2024માં ₹ 26 કરોડનો એડવાન્સ ટેક્સ જમા કરાવ્યો હતો.