/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/top-10-richest-city-in-the-world.jpg)
Top 10 Richest City In The World : દુનિયાના ટોપ 10 સૌથી ધનિક શહેર. પ્રતિકાત્મક તસવીર. (Photo: Freepik)
Top 10 wealthiest cities in the world, 2025 : 2025માં દુનિયાના અમીરોની સ્થિતિ બદલાઈ રહી છે. ન્યૂયોર્ક શહેર અને સાન ફ્રાન્સિસ્કો ખાડી વિસ્તાર હજી પણ સૌથી મોટા પૈસા કમાનાર શહેરો છે, પરંતુ સિંગાપોર અને સિડની જેવા નવા શહેરો પણ વધુને વધુ લોકપ્રિય બની રહ્યા છે. તાજેતરમાં, ન્યૂ વર્લ્ડ વેલ્થના સહયોગથી હેનલી એન્ડ પાર્ટનર્સે એક અહેવાલ બહાર પાડ્યો છે જે આ વલણને પ્રતિબિંબિત કરે છે.
દુનિયામાં અમીરોની સંખ્યા વધી રહી છે. આ સાથે જ વર્ષ 2025માં દુનિયાના અમીરોનું સરનામું પણ બદલાઇ રહ્યું છે. હાલ પણ ન્યૂયોર્ક અને સાન ફ્રાન્સિસ્કો સૌથી વધુ ધનિક શહેરો છે, પરંતુ સિંગાપોર અને સિડની જેવા નવા શહેરો પણ વધુને વધુ લોકપ્રિય થઇ રહ્યા છે. તાજેતરમાં, ન્યૂ વર્લ્ડ વેલ્થના સહયોગથી હેનલી એન્ડ પાર્ટનર્સે એક અહેવાલ બહાર પાડ્યો છે જે આ વલણને પ્રતિબિંબિત કરે છે.
ન્યુ યોર્ક સિટી
ન્યૂયોર્ક શહેર લગભગ 384,500 કરોડપતિઓ, 818 સેન્ટી કરોડપતિઓ (100 મિલિયન ડોલરથી વધુની સંપત્તિ સાથે) અને 66 અબજોપતિઓ સાથે દુનિયા સૌથી ધનિક શહેર રહ્યું છે. મજબૂત ફાઇનાન્સ ઉદ્યોગ, મોંઘું રિયલ એસ્ટેટ માર્કેટ, હાઇ કોસ્ટ જીવનશૈલી અને સુરક્ષાની ચિંતાઓ જેવી સમસ્યાઓ હોવા છતાં, આ શહેર ખૂબ જ ધનિક લોકો માટે મહત્વપૂર્ણ આકર્ષણનું કેન્દ્ર છે.
બાય એરિયા (The Bay Area)
બાય એરિયા, જેમા સિલિકોન વેલી અને સાન ફ્રાન્સિસ્કોનો સમાવેશ થાય છે, છેલ્લા 10 વર્ષમાં સંપત્તિમાં વધારા સાથે હવે તે લગભગ 3,05,700 કરોડપતિઓનું ઘર છે. આ વિસ્તાર ટેકનોલોજી અને એક મજબૂત ઇનોવેશન સેન્ટર કલ્ચરમાં વૃદ્ધિ માટે મોટું યોગદાન આપે છે.
ટોક્યો (Tokyo)
ટોક્યો 2,98,300 કરોડપતિઓ સાથે એશિયાનું સૌથી ધનિક શહેર છે.
સિંગાપુર (Singapore)
2,44,800 કરોડપતિઓ અને 30 અબજોપતિઓ સાથે સિંગાપોર ધનિક લોકો માટે લોકપ્રિય સ્થળ બની રહ્યું છે.
લોસ એન્જેલસ (Los Angeles)
લોસ એન્જલસ 43 અબજોપતિ, 516 કરોડપતિઓ અને 212,100 કરોડપતિઓ સાથે એક એવું શહેર છે, જે વ્યવસાય અને મનોરંજનને જોડે છે. હોલિવૂડના આકર્ષણ ઉપરાંત આ શહેર રિયલ એસ્ટેટ, ટેક અને અન્ય ઘણા ઉદ્યોગોનું મુખ્ય કેન્દ્ર છે.
લંડન (London)
છેલ્લા 10 વર્ષમાં લંડનની શ્રીમંત વસ્તીમાં 15 ટકાનો ઘટાડો થયો છે અને હવે 2,27,000 કરોડપતિઓ છે. તે ઉંચા કરવેરા અને રહેઠાણના કાયદામાં સુધારા સહિતના અનેક પરિબળોથી પ્રભાવિત થયું છે.
પેરિસ (Paris)
પેરિસ 1,65,000 કરોડપતિઓ સાથે યુરોપનું સૌથી ધનિક શહેર છે. ફેશન, સંસ્કૃતિ અને વ્યવસાયનું આ શહેર સમૃદ્ધ લોકોને આકર્ષે છે.
હોંગકોંગ (Hong Kong)
થોડા ઘટાડા છતાં, હોંગકોંગ 154,900 કરોડપતિઓ સાથે એક મહત્વપૂર્ણ ફાઈનાન્સિયલ હબ રહ્યું છે.
સિડની (Sydney)
સિડનીએ 1,52,900 હાઇ નેટવર્થ રેસિડેન્ટ્સ સાથે રેન્કિંગમાં આગેકૂચ કરી હતી. આ શહેર તેના આર્થિક વિકાસ અને ઉચ્ચ સ્તરીય માનવ જીવનને કારણે સમૃદ્ધ લોકોમાં વધુને વધુ લોકપ્રિય થઈ રહ્યું છે.
શિકાગો (Chicago)
શિકાગો 1,27,100 કરોડપતિઓ સાથે દુનિયાના ટોપ 10 ધનિક દેશોમાં સ્થાન ધરાવે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us