List of TOP 10 Richest City in India 2024: ભારતમાં અબજોપતિની સંખ્યા ચાલુ વર્ષે રોકેટ ગતિથી વધી રહી છે. આ સાથે ભારતનું મુંબઇ બેઇજિંગને પછાડી એશિયાનું સૌથી ધનિક શહેર બની ગયું છે. હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2024 રિપોર્ટ મુજબ વર્ષ 2023 દરમિયાન ભારતના અબજોપતિની યાદીમાં નવા 94 ધનિક વ્યક્તિઓ ઉમેરાયા છે અને આ મામલે અમેરિકા બાદ ભારત બીજા ક્રમે છે. આ રિપોર્ટ અનુસાર ભારતના અબજોપતિઓ એ સંયુક્ત રીતે કૂલ 1 લાખ કરોડ ડોલરની કમાણી કરી છે, જે કુલ વૈશ્વિક સંપત્તિના 7 ટકા બરાબર છે.
બેઇજિંગ ને પછાડી મુંબઇ એશિયાનું સૌથી ધનિક શહેર બન્યું
એશિયાના અબજોપતિ શહેરની યાદીમાં મોટો ફેરફાર થયો છે. જેમાં ચીનની રાજધાની બેઇજિંગને પછાડી ભારતનું આર્થિક પાટનગર મુંબઇ એશિયાનું બિલિયોનર કેપિટલ બની ગયું છે. રિચેસ્ટ સિટી એટલે જ્યાં સૌથી વધારે અબજોપતિ રહે છે. હુરુન ઈન્ડિયા રિપોર્ટ મુજબ મુંબઇ હવે દુનિયાનું ત્રીજું સૌથી ધનિક શહેર બની ગયું છે.
ભારતમાં કુલ 1539 અબજોપતિ
ભારતમાં અબજોપિતન સંખ્યા ઝડપથી વધી રહી છે. હુરુ ઇન્ડિયા રિચ લિસ્ટ 2024 રિપોર્ટ અનુસાર ભારતમાં છેલ્લા એક વર્ષમાં 334 નવા અબજોપતિ ઉમેરાયા છે. આ સાથે ભારતમાં અબજોપતિની કુલ સંખ્યા 1539 થઇ થઇ છે. જે વ્યક્તિની સંપત્તિ 1000 કરોડ કે તેથી વધુ હોય તેમને અબજોપતિની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. આ વખેત ગૌતમ અદાણીને પાછળ રાખી મુકેશ અંબાણી ભારતના નંબર 1 અબજોપતિ બની ગયા છે.
ભારતના ટોચના 10 સૌથી ધનિક શહેર (Top 10 Richest Cities in India, as of 2024)
ક્રમ ભારતીય શહેર 2024માં અબજોપતિઓની સંખ્યા શહેરમાં સૌથી ધનિક વ્યક્તિ 1 મુંબઈ 386 મુકેશ અંબાણી અને પરિવાર 2 નવી દિલ્હી 217 શિવ નાદર અને પરિવાર 3 હૈદરાબાદ 104 મુરલી દિવી અને પરિવાર 4 બેંગલુરુ 100 અઝીમ પ્રેમજી અને પરિવાર 5 ચેન્નાઈ 82 વેણુ શ્રીનિવાસન 6 કોલકાતા 69 બેનુ ગોપાલ બાંગુર અને પરિવાર 7 અમદાવાદ 67 ગૌતમ અદાણી અને પરિવાર 8 પુણે 53 સાયરસ એસ પૂનાવાલા અને પરિવાર 9 સુરત 28 અશ્વિન દેસાઈ અને પરિવાર 10 ગુરુગ્રામ 23 નિર્મલ કુમાર મિંડા અને પરિવાર
મુંબઇમાં કુલ 386 અબજોપતિ
એશિયાનું બિલિયોનર કેપિટલ મુંબઇમાં ચાલુ વર્ષે નવા 58 અબજોપતિ ઉમેરાયા છે. આ સાથે મુંબઇમાં રહેતા અબજોપતિની કુલ સંખ્યા 386 થઇ ગઇ છે. તો ભારતના પાટનગર દિલ્હીમાં ચાલુ વર્ષે નવા 18 અબજોપતિ ઉમેરાયા છે. આ સાથે દિલ્હીમાં અબજોપતિની સંખ્યા 217 થઇ ગઇ છે. ભારતના અબજોપતિ શહેરોની યાદીમાં હૈદરાબાદ 103 ધનિક સાથે ત્રીજા નંબર છે, ત્યાં આ વર્ષે નવા 17 બિલિયોનર્સ ઉમેરાયા છે.
ભારતના ટોચના 10 સૌથી ધનિક રાજ્ય (Top 10 Richest States In India, as of 2024)
ક્રમ ભારતીય રાજ્ય 2024માં અબજોપતિઓની સંખ્યા 1 મહારાષ્ટ્ર 470 2 દિલ્હી 213 3 ગુજરાત 129 4 તમિલનાડુ 119 5 તેલંગાણા 109 6 કર્ણાટક 108 7 પશ્ચિમ બંગાળ 70 8 હરિયાણા 40 9 ઉત્તર પ્રદેશ 36 10 રાજસ્થાન 28
ગુજરાત 129 અબજોપતિ સાથે ભારતનું ત્રીજા નંબરનું બિલિયોનર્સ સિટી
જો ગુજરાતની વાત કરીયે તો 129 અબજોપતિ સાથે ભારતના બિલિયોનર્સ સિટીની યાદીમાં ત્રીજા નંબર છે. આ યાદીમાં મહારાષ્ટ્ર 470 અબજોપતિ સાથે પ્રથમ નંબર પર અને 213 ધનિકો સાથે દિલ્હી બીજા નંબર પર છે.
આ પણ વાંચો | કૈવલ્ય વોહરા ભારતનો સૌથી યુવા અબજોપતિ, સંપત્તિ જાણી ચોંકી જશો
અમદાવાદમાં 67 અને સુરતમાં 28 અબજોપતિ
ગુજરાતમાં અમદાવાદ ધનિકોનું શહેર છે. અમદાવાદમાં 67 અબજોપતિ છે, જેમા ગૌતમ અદાણી અને પરિવાર સામલે છે. તો સુરતમાં 28 અબજોપતિ રહે છે. સુરતમાં એક વર્ષમાં નવો એક અબજોપતિ ઉમેરાયો છે. ભારતના ટોપ 10 બિલિયોનર્સ સિટીમાં અમદાવાદ 7 અને સુરત 9માં ક્રમે છે. બેંગ્લોર 100 અબજોપતિ સાથે આ યાદીમાં ચોથા નંબર છે, જો કે છેલ્લા એક વર્ષમાં ત્યાં નવો એક પણ વ્યક્તિ અબજોપતિ ઉમેરાયો નથી.





