Top Indian Billionaire List: ભારતના ટોપ- 10 ધનાઢ્યોમાં 5 ગુજરાતી, જાણો દેશના અબજોપતિના નામ અને કેટલી સંપત્તિના માલિક છે

Forbes India Rich List 2023: ભારતમાં દર વર્ષે અબજોપતિઓની સંખ્યા વધી રહી છે. ફોર્બ્સની 2023 વિશ્વના અબજોપતિઓની યાદીમાં 169 ભારતીયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Written by Ajay Saroya
December 19, 2023 18:11 IST
Top Indian Billionaire List: ભારતના ટોપ- 10 ધનાઢ્યોમાં 5 ગુજરાતી, જાણો દેશના અબજોપતિના નામ અને કેટલી સંપત્તિના માલિક છે
ભારતના સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીનો સમાવેશ થાય છે.

Top 10 Richest Indian Tycoons In 2023: ભારતે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. આ વખતે ફોર્બ્સની 2023 વિશ્વના અબજોપતિઓની યાદીમાં 169 ભારતીયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ભારતમાં દર વર્ષે અબજોપતિઓની સંખ્યા વધી રહી છે. અને ભારતીય ઉદ્યોગપતિઓની સંપત્તિમાં પણ વધારો થયો છે. ચાલો જાણીયે ભારતના 10 સૌથી ધનિક વ્યક્તિઓ અને તેમની સંપત્તિ વિશે

ડિસેમ્બર 2023ની વાત કરીએ તો દેશના સૌથી ધનિક લોકોની યાદીમાં મુકેશ અંબાણી નિર્વિવાદપણે નંબર 1 પર છે. તમને જણાવી દઈએ કે આ યાદી ફોર્બ્સ લિસ્ટ પર આધારિત છે. નોંધનિય છે કે, ભારતના ટોપ-10 ધનાઢ્યોમાં 5 ગુજરાતી છે, જેમાં મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, દિલીપ સંઘવી, રાધાકિશન દામાણી અને ઉદય કોટકનો સમાવેશ થાય છે.

મુકેશ અંબાણી (Mukesh Ambani)

ઉંમર : 66 વર્ષનેટ વર્થ : 98 અબજ ડોલરસ્ત્રોત : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Reliance Industries)

Mukesh Ambani | Reliance Industries | ril share price | ril stock outlook | Share market | brokerage house ril target price
મુકેશ અંબાણી (Express Photo)

66 વર્ષીય મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડિરેક્ટર અને ચેરમેન છે. તેમની કુલ સંપત્તિ લગભગ 96.8 અબજ ડોલર છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પેટ્રોકેમિકલ્સ, ઓઇલ એન્ડ ગેસ, રિટેલ અને ટેલિકોમ જેવા વિવિધ સેક્ટરોમાં બિઝનેસ કરે છે. અંબાણીના બિઝનેસની ભારતની અર્થવ્યવસ્થામાં મોટી ભૂમિકા છે.

ગૌતમ અદાણી (Gautam Adani)

ઉંમર : 61 વર્ષનેટ વર્થ : 74.3 અબજ ડોલરસ્ત્રોત : અદાણી ગ્રૂપ (Adani Group)

Adani Group Share | Adani Group Companies | Gautam Adani | Adani Group Marketcap | Gautam Adani | Adani Gas
ગૌતમ અદાણીની માલિકીના અદાણી ગ્રૂપની 10 કંપનીઓ શેર બજારમાં લિસ્ટેડ છે. (Express Photo)

ગૌતમ અદાણી કોર્પોરેટ જૂથ અદાણી ગ્રૂપના માલિક છે અને તેમની કુલ સંપત્તિ લગભગ 74.3 અબજ ડોલર છે. અદાણી જૂથ એનર્જી, ગેસ, પોર્ટ સહિત વિવિધ બિઝનેસમાં કાર્યરત છે. જાન્યુઆરી 2023માં હિંડનબર્ગ રિપોર્ટના વિવાદ બાદ પણ ગૌતમ અદાણીની સંપત્તિ સતત વધી રહી છે.

શિવ નાદર (Shiv Nadar)

ઉંમર: 78 વર્ષનેટ વર્થ : 33.9 અબજ ડોલરસ્ત્રોત : એચસીએલ એન્ટરપ્રાઇઝ

શિવ નાદરની કુલ સંપત્તિ લગભગ 33.9 અબજ ડોલર છે. તેઓ એચસીએલ ટેકનોલોજીના માલિક છે. HCL એક IT કંપની છે. જાણીતા સામાજિક કાર્યકર શિવ નાદરને તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે 2008માં પદ્મ ભૂષણથી પણ સમ્માનિત કરવામાં આવ્યા છે.

સાવિત્રી જિંદાલ અને પરિવાર (Savitri Jindal And Family)

ઉંમર : 73 વર્ષનેટ વર્થ: 28.9 અબજ ડોલરસ્ત્રોત : ઓ.પી. જિંદાલ ગ્રુપ (ઓપી જિંદાલ ગ્રુપ)

પ્રખ્યાત બિઝનેસમેન સાવિત્રી જિંદાલ હાલમાં ઓપી જિંદાલ ગ્રૂપના ચેરપર્સન છે. તેના પુત્રો સાથે તેઓ ઘણા બિઝનેસનું કામકાજ સંભાળે છે, જેમાં જેએસડબ્લ્યુ સ્પોર્ટ્સ પણ સામેલ છે. તેમનું કહેવુ છે કે, તેઓ દેશની સૌથી ધનિક મહિલા છે.

સાયરસ પૂનાવાલા (Cyrus Poonawalla)

ઉંમર : 82 વર્ષનેટ વર્થ : 22.4 અબજ ડોલરસ્ત્રોત : સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા

સાયરસ પૂનાવાલા ફાર્માસ્યુટિકલ બિઝનેસ સાથે સંકળાયેલા છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાએ કોવિડ-19ન વેક્સીન વિકસાવી અને વિશ્વની સૌથી મોટી વેક્સીન ઉત્પાદક કંપની બની હતી.

દિલીપ સંઘવી (Dilip Shanghvi)

ઉંમર : 67 વર્ષનેટ વર્થ : 20.7 અબજ ડોલરસ્ત્રોત : સન ફાર્માસ્યુટિકલ્સ

67 વર્ષીય દિલીપ સંઘવી પાસે 18.7 અબજ ડોલરનું બિઝનેસ એમ્પાયર છે. તેઓ સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝના માલિક છે અને ફાર્મા સેક્ટરના મોટા ખેલાડી છે.

રાધાકિશન દામાણી (Radhakishan Damani)

ઉંમર : 68 વર્ષનેટ વર્થ : $17.8 બિલિયનસ્ત્રોત : એવન્યુ સુપરમાર્ટ્સ લિમિટેડ (ડીમાર્ટ) (Avenue Supermarts Limited.)

રાધાકિશન દામાણી એક જાણીતા રોકાણકાર અને ઉદ્યોગપતિ છે. એવન્યુ સુપરમાર્ટ લિમિટેડની શરૂઆત કરનાર રાધાકિશન અત્યાર સુધીમાં દેશમાં 200 થી વધુ ડીમાર્ટ સ્ટોર ખોલી ચૂક્યા છે.

કુમાર બિરલા (Kumar Birla)

ઉંમર : 56 વર્ષનેટ વર્થ : 19.2 અબજ ડોલરસ્ત્રોત : હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ (Hindalco Industries)

56 વર્ષીય કુમાર બિરલા આદિત્ય બિરલા ગ્રૂપના માલિક છે. બિરલા ગ્રૂપ દેશમાં એલ્યુમિનિયમ, સિમેન્ટ અને ફાઇનાન્સિયલ સેક્ટરમાં બિઝનેસ કરે છે.

લક્ષ્મી મિત્તલ (Lakshmi Mitta)

ઉંમર : 73 વર્ષનેટ વર્થ : $17.4 બિલિયનસ્ત્રોત : આર્સેલર મિત્તલ (Arcelor Mittal)

73 વર્ષીય લક્ષ્મી મિત્તલ સ્ટીલ કંપની આર્સેલર મિત્તલના ચેરમેન છે. આર્સેલર મિત્તલ વિશ્વની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક કંપની છે.

આ પણ વાંચો| અદાણીના શેરમાં વિદેશી ફંડોનું જંગી રોકાણ, ભારતીય શેરબજારમાં આવેલા કુલ વિદેશી રોકાણના 33 ટકા

ઉદય કોટક (Uday Kotak)

ઉંમર : 64 વર્ષનેટ વર્થ : 13.9 અબજ ડોલરસ્ત્રોત : કોટક મહિન્દ્રા બેંક (Kotak Mahindra Bank)

64 વર્ષના ઉદય કોટક ખાનગી ક્ષેત્રની ધિરાણકર્તા કોટક મહિન્દ્રા ગ્રૂપના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ