Best Selling Cars: મારુતિ સ્વિફ્ટ નહીં આ છે ભારતની નંબર 1 કાર, જુઓ જૂન મહિનાની બેસ્ટ સેલિંગ ટોપ 10 કારની યાદી

Best Selling Top 10 Car List Of July 2024: ભારતની જૂન 2024ની સૌથી વધુ વેચાતી ટોપ 10 કારની યાદીમાં ફેરફાર થયો છે. છેલ્લા બે મહિનાથી નંબર 1 રહેલી મારૂતિ સુઝુકી હવે નંબર 2 પર આવી ગઇ છે. જુઓ બેસ્ટ સેલિંગ ટોપ 10 કારની સંપૂર્ણ યાદી

Best Selling Top 10 Car List Of July 2024: ભારતની જૂન 2024ની સૌથી વધુ વેચાતી ટોપ 10 કારની યાદીમાં ફેરફાર થયો છે. છેલ્લા બે મહિનાથી નંબર 1 રહેલી મારૂતિ સુઝુકી હવે નંબર 2 પર આવી ગઇ છે. જુઓ બેસ્ટ સેલિંગ ટોપ 10 કારની સંપૂર્ણ યાદી

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Best Selling Cars : ટોપ 10 બેસ્ટ સેલિંગ કારની યાદીમાં મોટો ફેરફાર, જુલાઇમાં ટાટા પંચ નહીં આ કાર સૌથી વધુ વેચાઇ

ટાટા પંચ અને મારૂતિ સ્વિફ્ટ (Image: Social Media)

Best Selling Top 10 Car In July 2024: ટાટા પંચ ફરી એકવાર દેશમાં નંબર વન સેલિંગ કાર બની ગઈ છે. ચાલુ વર્ષ 2024મા માર્ચ-એપ્રિલ દરમિયાન ટાટા પંચ સૌથી વધુ વેચાતી કાર હતી, જો કે મે મહિનામાં તેને પછાડી મારુતિ સ્વિફ્ટ વેચાણની દ્રષ્ટિએ નંબર વન કાર બની હતી. જો કે, જૂન 2024 દરમિયાન ભારતની ટોપ 10 સેલિંગ કારની યાદીમાં ફેરાફાર થયો છે. કાર વેચાણની દ્રષ્ટિએ મારૂતિ સ્વિફ્ટને પાછળ રાખી ટાટા પંચ આગળ નીકળી ગઇ છે અને ફરી ભારતની સૌથી વધુ વેચાતી નંબર 1 કાર બની છે.

Advertisment

ભારતની સૌથી વધુ વેચાતી ટોપ 10 કાર (Best Selling Top 10 Car In India)

મે દરમિયાન ટોપ 10 કારની યાદીમાં ત્રીજા સ્થાને રહેલી મારુતિ ડિઝાયર જૂનમાં સાતમા સ્થાને સરકી ગઈ હતી. હ્યુન્ડાઈ ક્રેટા, જે મે 2024માં ચોથા ક્રમે હતી, તેનું વેચાણ વધતા જૂન મહિનામાં બેસ્ટ સેલિંગ ટોપ 10 કારની યાદીમાં ત્રીજા સ્થાને પહોંચી ગઇ છે. મારુતિ અર્ટિગા સાતમા સ્થાનેથી ચોથા સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે મારુતિ વેગનઆર પાંચમા સ્થાનેથી છઠ્ઠા સ્થાને અને મહિન્દ્રા સ્કોર્પિયો આઠમા સ્થાનેથી નવમા સ્થાને સરકી ગઈ છે.

Best SUV Cars Under 8 Lakh | Top SUV Cars Under 8 Lakh | Best 8 SUV Cars Under 8 Lakh in India | tata punch | Hyundai Exter | Maruti Suzuki Fronx | Mahindra XUV 3XO | Kia Sonet | Renault Kiger | Nissan Magnite | Tata Nexon | Auto News
Tata Nexon: ટાટા નેક્સન (Image: Financial Express)

મે મહિનામાં ટોપ 10ની યાદીમાં છેલ્લું સ્થાન મેળવનાર મારુતિ ફ્રેન્ક જૂનમાં આ યાદીમાંથી બહાર થઈ ગઇ છે. નેક્સોન મોડલ, જે એપ્રિલ અને મે દરમિયાન 11માં નંબરે હતું, તે જૂનમાં ટોપ 10ની યાદીમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યું. ચાલો જાણીએ કે જૂન 2024 દરમિયાન કયા મોડલનું કેટલું વેચાણ થયું અને વાર્ષિક ધોરણે આ કારોના વેચાણમાં કેટલી વૃદ્ધિ થઈ.

બેસ્ટ સેલિંગ ટોપ 10 કાર (Best Selling Top 10 Car In July 2024)

ક્રમબ્રાન્ડ અને મોડલજૂન 2024જૂન 2023મે 2024વાર્ષિક વૃદ્ધિ
1ટાટા પંચ18,23810,99018,949 (2) 66%
2મારુતિ સુઝુકી સ્વિફ્ટ16,42215,95519,393 (1)3%
3હ્યુન્ડાઇ ક્રેટા16,29314,44714,662 (4)13%
4મારુતિ સુઝુકી અર્ટિગા15,9028,42213,893 (7)89%
5મારુતિ સુઝુકી બલેનો14,89514,07712,842 (9)6%
6મારુતિ સુઝુકી વેગન આર13,79017,48114,492 (5)-21%
7મારુતિ સુઝુકી ડિઝાયર13,4219,32216,061 (3)44%
8મારુતિ સુઝુકી બ્રેઝા13,17210,57814,186 (6)25%
9મહિન્દ્રા સ્કોર્પિયો12,3078,64813,717 (8)42%
10ટાટા નેક્સન12,06613,82711457 (11) -13%
Advertisment

આ પણ વાંચો | ટાટા કર્વ ઈવી ની પહેલી ઝલક, લોન્ચ પહેલા ટિઝર રિલીઝ, સિટ્રોએન બેસાલ્ટ સાથે ટકરાશે

ગયા મહિને ઓટો કંપની મારુતિ સુઝુકીનો ભારતીય બજારમાં સૌથી વધુ વેચાતી ટોપ 10 કારની યાદીમાં દબદબો હતો. આ યાદીમાં ટોચની 10 માંથી 6 કાર મારુતિ સુઝુકીનો છે. આ ઉપરાંત ટાટા મોટર્સની બે પંચ અને નેક્સન, હ્યુન્ડાઈ ક્રેટા અને મહિન્દ્રા સ્કોર્પિયો બેસ્ટ સેલિંગ ટોપ 10 કારની યાદીમાં સ્તાન મેળવવામાં સફળ થઇ છે.

Auto news ટેકનોલોજી બિઝનેસ