/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/Car-Sales.jpg)
પ્રતિકાત્મક ફોટો (Photo - Freepik)
નવેમ્બર 2023 કાર કંપનીઓ માટે વેચાણની દ્રષ્ટિએ જબરદ્ત રહ્યું હતું. જેમાં કંપનીઓએ ગયા વર્ષના નવેમ્બર 2022ની સરખામણીમાં વધારે કાર વેચી છે. દર મહિનાની જેમ આ મહિને પણ દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ કાર વેચાણના મામલે દબદબો જાળવી રાખે છે. દેશમાં બેસ્ટ સેલિંગ ટોપ-10 કારમાંથી 6 કાર મારૂતિ સુઝુકીની છે.
જો તમે પણ આ ડિસેમ્બરમાં નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અહીંયા નવેમ્બર 2023ની ટોપ-5 સૌથી વધુ વેચાતી કારની તમામ વિગતો રજૂ કરવામાં આવી છે, જે વાંચ્યા પછી તમે તમારા બજેટ અને પસંદગી અનુસાર તમારા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી શકો છો.
નવેમ્બર 2023ની ટોપ-5 બેસ્ટ સેલિંગ કાર
મારુતિ સુઝુકી વેગનઆર (Maruti Suzuki WagonR)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/js-Maruti-Suzuki-WagonR.jpg)
મારુતિ સુઝુકીની વેગનઆર નવેમ્બર 2023ની ટોચની 5 સૌથી વધુ વેચાતી કારમાં પ્રથમ સ્થાને છે. મારૂતિ સુઝુકી કંપનીએ નવેમ્બર 2023માં વેગનઆર મોડલની 16,567 કાર વેચી છે. જ્યારે કંપની ગયા વર્ષે નવેમ્બર 2022માં માત્ર 14,720 યુનિટ વેચવામાં સફળ રહી હતી. આમ હેચબેક કારના વેચાણમાં વાર્ષિક ધોરણે 13 ટકાની વૃદ્ધિ નોંધાઇ છે.
મારુતિ સુઝુકી ડિઝાયર (Maruti Suzuki Dzire)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/js-Maruti-Suzuki-Dzire.jpg)
નવેમ્બર 2023માં સૌથી વધુ વેચાયેલી ટોપ-10 કારમાં બીજા ક્રમે છે મારુતિ સુઝુકીની ડિઝાયર, જે સેડાન છે. મારુતિએ આ મહિને આ સેડાન કારના 15,965 યુનિટ વેચ્યા છે, જ્યારે નવેમ્બર 2022માં આ સેડાનના 14,456 યુનિટ્સ વેચાયા હતા. મારૂતિ સુઝુકીની સેડાને વાર્ષિક ધોરણે વેચાણમાં 20 ટકાની વૃદ્ધિ હાંસલ કરી છે.
મારુતિ સુઝુકી સ્વિફ્ટ (Maruti Suzuki Swift)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/js-Maruti-Suzuki-Swift.jpg)
મારુતિ સુઝુકી સ્વિફ્ટ ટોપ 5 બેસ્ટ સેલિંગ કારની યાદીમાં ત્રીજા સ્થાને છે, જે તેની સ્પોર્ટિયર ડિઝાઇન, કિંમત અને માઇલેજ માટે પસંદ કરવામાં આવે છે. કંપનીએ નવેમ્બર 2023માં આ હેચબેકના 15,311 યુનિટ અને નવેમ્બર 2022માં 15,153 યુનિટ વેચ્યા હતા. આ હેચબેકે વાર્ષિક ધોરણે 1 ટકાની નજીવી વૃદ્ધિ હાંસલ કરી છે.
ટાટા નેક્સન (Tata Nexon)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/js-Tata-Nexon-2.jpg)
ટાટા મોટર્સની નેક્સન ટોપ 5 બેસ્ટ સેલર્સની યાદીમાં ચોથા સ્થાને છે, જે તેની કંપનીની સૌથી વધુ વેચાતી કાર છે. ટાટાએ નવેમ્બરમાં આ SUVના 14,916 યુનિટ વેચ્યા છે, જ્યારે નવેમ્બર 2022માં કંપની 15,871 યુનિટ વેચવામાં સફળ રહી હતી. વાર્ષિક ધોરણે, આ SUVના વેચાણ વૃદ્ધિમાં 6 ટકાનો ઘટાડો થયો છે, પરંતુ તેમ છતાં તે સૌથી વધુ વેચાતી કારની યાદીમાં સ્થાન બનાવવામાં સફળ રહી છે.
ટાટા પંચ (Tata Punch)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/js-Tata-Punch-3.jpg)
આ પણ વાંચો | ફિટનેસ ટેસ્ટમાં પાસ ન થનાર વાહન ચાલક માટે રાહતના સમાચાર, સરકાર નવો નિયમ બનાવશે, જાણો શું ફાયદો થશે
\ટોપ 5 બેસ્ટ સેલિંગ કારની યાદીમાં છેલ્લું નામ ટાટા પંચ છે જે તેના સેફ્ટી ફીચર્સ અને કિંમત માટે જાણીતું છે. ટાટા મોટર્સે નવેમ્બરમાં આ માઈક્રો એસયુવીના 14,916 યુનિટ વેચ્યા હતા, જ્યારે નવેમ્બર 2022માં માત્ર 12,131 યુનિટ વેચી શક્યા હતા. આ માઇક્રો એસયુવીએ વાર્ષિક ધોરણે 19 ટકાની વૃદ્ધિ હાંસલ કરી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us