ભારતમાં કાર અને એસયુવીનું વેચાણ ઝડપથી વધી રહ્યુ છે. તેમાંય એસયુવી પેસેન્જર વ્હિકલ હાલ કાર મેન્યુફેક્ચર્ડ કંપનીઓ અને કાર સેક્ટર માટે હોટ ફેવરિટ ટોપિક બની ગયો છે કારણ કે ભારતમાં આ સેગમેન્ટની ડિમાન્ડ ઝડપથી વધી રહી છે. જો તમે પણ નવી એસયુવી ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો અમે તમને જાન્યુઆરી 2023માં સૌથી વધારે વેચાયેલા ટોપ – 5 એસયુવી પેસેન્જર, તેની કિંમત અને કેટલા મોડલ વેચાયા તેની માહિતી જણાવી રહ્યા છે, જે તમને કઇ એસયુવી ખરીદવી તે નક્કી કરવામાં મદદ કરશે.
જાન્યુઆરી SUV વ્હિકલના વેચાણ પર એક નજર
જાન્યુઆરીમાં સૌથી વધારે વેચાયેલા એસયુવી પેસેન્જર વ્હિકલમાં ટાટા મોટર્સ (Tata Motors)ના ટાટ નેક્સન (Tata Nexon), હ્યુન્ડાઇ મોટર્સ (Hyundai Motors)ની હ્યુન્ડાઇ ક્રેટા ( Hyundai Creta) અને મારુતિ સુઝીકીની (Maruti Suzuki)ની મારુતિ બ્રેઝા (Maruti Brezza) ટોપ-5માં પ્રથમ ત્રણ સ્થાન પર છે.
ટાટા નેક્સન (Tata Nexon)
ટાટા નેક્સન (Tata Nexon) એ એસયુવી સેગમેન્ટમાં સૌથી વધુ વેચાતી SUV છે, જે છેલ્લા ઘણા મહિનાઓથી સૌથી વધુ વેચાતી SUVની યાદીમાં ટોપ-3માં વર્ચસ્વ ધરાવી રહી છે. Tata Nexonએ જાન્યુઆરીમાં 15,567 યુનિટ્સ વેચ્યા છે જ્યારે જાન્યુઆરી 2022માં આ SUVના 13,816 યુનિટ્સ વેચાયા હતા. આમ Tata Nexonના વેચાણમાં વાર્ષિક ધોરણે 13 ટકાની વૃદ્ધિ થઇ છે.
Tata Nexonની પ્રારંભિક કિંમત રૂ. 7.80 લાખ (એક્સ-શોરૂમ, દિલ્હી) છે અને ટોચના મોડલમાં રૂ. 14.30 લાખ સુધી જાય છે.
હ્યુન્ડાઇ ક્રેટા (Hyundai Creta)
હ્યુન્ડાઇ મોટર્સની (Hyundai Motors) હ્યુન્ડાઇ ક્રેટા (Hyundai Creta) સૌથી વધુ વેચાતી SUVમાં ટોપ-2 પર છે. હ્યુન્ડાઇએ જાન્યુઆરી મહિનામાં આ SUVના 15,037 યુનિટ વેચ્યા છે જ્યારે વર્ષ પૂર્વેના સમાન મહિનામાં હ્યુન્ડાઇ ક્રેટાના માત્ર 9,869 યુનિટ વેચાયા હતા. આમ જાન્યુઆરીમાં હ્યુન્ડાઇ ક્રેટા કારનું વેચાણ 52 ટકા વધ્યું છે.
Hyundai Cretaની દિલ્હી એક્સ-શોરૂમ પ્રાઇસ 10.64 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને ટોપ મોડલમાં પ્રાઇસ 18.68 લાખ રૂપિયા સુધી પહોંચે છે.
મારુતિ સુઝુકી બ્રેઝા (Maruti Suzuki Brezza)
મારુતિ સુઝુકી બ્રેઝા, એક આકર્ષક ડિઝાઇન અને હાઇબ્રિડ સિસ્ટમ સાથે આવતી SUV છે, જાન્યુઆરીમાં દેશમાં ત્રીજી સૌથી વધુ વેચાતી SUV તરીકે ઉભરી આવી છે. મારુતિએ જાન્યુઆરીમાં બ્રેઝા મોડરની 14,359 કારનું વેચાણ કર્યું છે જ્યારે જાન્યુઆરી 2022માં કંપનીએ આ મોડલની માત્ર 9,576 કાર વેચી હતી. આમ વાર્ષિક તુલનાએ જાન્યુઆરીમાં મારુતિ સુઝુકી બ્રેઝાના વેચામમાં 50 ટકાનો વધારો થયો છે.
મારુતિ સુઝુકી બ્રેઝાની દિલ્હી એક્સ- શોરૂમ પ્રાઇસ 8.19 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ, દિલ્હી) છે અને ટોપ મોડલની પ્રાઇસ 14.04 લાખ રૂપિયા સુધી પહોંચે છે.
ટાટા પંચ (Tata Punch)
ટાટા મોટર્સની ટાટા પંચ (Tata Punch) લો બજેટની SUV કાર છે, તેણે જાન્યુઆરી 2023માં દેશમાં ચોથી સૌથી વધુ વેચાતી SUV તરીકે સ્થાન મેળવ્યું છે. જાન્યુઆરીમાં ટાટા પંચ એસયુવી કારનુ વેચાણ વાર્ષિક તુલનાએ 20 ટકા વધીને 12,006 કાર થયુ છે. જ્યારે જાન્યુઆરી 2022માં આ SUVની 10,027 કાર વેચાઇ હતી.
ટાટા પંચની દિલ્હી એક્સ-શોરૂમ પ્રાઇસ 6 લાખ રૂપિયા છે અને ટોપ મોડલ પર ખરીદવા માટે 9.54 લાખ રૂપિયા સુધી ખરીદવા પડે છે.
હ્યુન્ડાઇ વેન્યૂ (Hyundai Venue)
હ્યુન્ડાઇ મોટર્સની હ્યુન્ડાઇ વેન્યૂ (Hyundai Venue) એ આકર્ષક ડિઝાઇન સાથે આવતી કોમ્પેક્ટ SUV છે, જેનું ફેસલિફ્ટ વર્ઝન તાજેતરમાં Hyundai મોટર દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. જાન્યુઆરી 2022 આ એસયુવી કારના 11,377 યુનિટ્સના વેચાણની સામે આ વખતે જાન્યુઆરી 2023માં તેના 10,738 યુનિટનું વેચાણ થયુ છે, જે હ્યુન્ડાઇ વેન્યૂને જાન્યુઆરીમાં પાંચમી સૌથી વધુ વેચાતી SUV બનાવે છે. અલબત્ત જાન્યુઆરી 2023માં વાર્ષિક તુલનાએ હ્યુન્ડાઇ વેન્યૂ કારના વેચાણમાં 6 ટકાનો ઘટાડો નોંધાયો છે.
હ્યુન્ડાઇ વેન્યૂની દિલ્હીમાં એક્સ-શોરૂમ પ્રાઇસ 7.68 લાખ રૂપિયા છે અને તેના ટોપ મોડલની પ્રાઇસ 13.11 લાખ રૂપિયા સુધી છે.