/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/Motorcycle-Care-Tips-for-Monsoon.jpg)
Bike Maintenance Tips For Monsoon: બાઇક સ્ટુકર જેવા ટુ વ્હીલર ચોમાસાના વરસાદ પહેલા સારી રીતે સર્વિસ કરાવી લેવા જોઇએ. (Express Photo by Amit Chakravarty)
Bike Maintenance Tips During Monsoon: ચોમાસાના વરસાદમાં વાહન ચલાવતી વખતે બહુ સાવધાની રાખવી પડે છે. વરસાદમાં પાણી ભરાતા કાર બાઇક બંધ થવાની સંભાવના રહે છે. આવી સ્થિતિમાં ચોમાસું શરૂ થતા જ તમારી બાઇક ટુ વ્હીલરને વરસાદથી બચાવવા માટે તૈયારી શરૂ કરી દેવી જોઈએ. અહીં અમે તમને 5 મહત્વપૂર્ણ ટિપ્સ જણાવી રહ્યા છીએ જે આ ચોમાસામાં દરેક બાઇક ચાલકને ઉપયોગી થશે.
વાહન પાર્કિંગનું ખાસ ધ્યાન રાખો
ચોમાસા દરમિયાન તમારી બાઇકની કાળજી લેવાની સૌથી પહેલી અને મુખ્ય બાબત એ છે કે તેને વરસાદથી બચાવો. હંમેશા તમારી બાઇકને છાયડાં નીચે પાર્ક કરો અથવા વોટરપ્રૂફ કવરનો ઉપયોગ કરો. જો તમે તમારી બાઇકને આખી રાત અથવા ખુલ્લા વરસાદમાં લાંબા સમય સુધી પાર્ક કરેલી રાખો છો, તો તે ઇલેક્ટ્રિક પાર્ટ્સ, કેબલ, સીટ કવર અને અન્ય પાર્ટ્સ ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. વરસાદનું પાણી ફ્યુઅલ ટેન્કની અંદર જઇ શકે છે અથવા જૂના મોડેલોમાં કાર્બ્યુરેટર ભરી શકે છે, જેના કારણે બાઇક સ્ટાર્ટ કરવામાં મુશ્કેલી પડે છે.
ટાયરમાં એર પ્રેશર યોગ્ય રાખો
વરસાદમાં સલામત ડ્રાઇવિંગ માટે, ટાયરની સારી સ્થિતિ હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ટાયરના ટ્રેડ ડેપ્થ (tread depth)ની નિયમિત ચેક કરો અને ખાતરી કરો કે તે ન્યૂનતમ જરૂરિયાત લેવલ કરતા ઓછી ન હોય. ઉપરાંત, બાઇકના મેન્યુઅલ મુજબ ટાયર પ્રેશર જાળવી રાખો. યોગ્ય ટાયર પ્રેશર ચીકણા રસ્તાઓ પર પકડ અને સ્થિરતામાં સુધારો કરે છે.
બ્રેક, ચેઇન અને ઇલેક્ટ્રિક પાર્ટ્સ ચકાસો
ચોમાસાના વરસાદથી બાઇકના મહત્વપૂર્ણ પાર્ટ્સ માંથી લુબ્રિકેશન દૂર થાય છે. તેથી ચેઇન, થ્રોટલ કેબલ્સ અને અન્ય મહત્વપૂર્ણ પાર્ટ્સને નિયમિતપણે લુબ્રિકેટેડ રાખો. ભેજથી લાંબા ગાળાનું રક્ષણ પૂરું પાડવા માટે વોટરપ્રૂફ ચેઇન લ્યુબનો ઉપયોગ કરો. સમય સમય પર બ્રેક પેડ્સની સ્થિતિ પણ તપાસો અને જો તે ઘસાઈ ગયા હોય તો તરત જ બદલો. બ્રેક ફ્લુઇડ લીક પણ ચેક કરો કારણ કે આ બ્રેક લાગવાની કામગીરીને અસર કરી શકે છે.
હેડ લાઇટ અને સિગ્નલ લાઇટ ચેક કરો
બાઇકની હેડલાઇટ, ટેલલાઇટ અને ટર્ન સિગ્નલ જેવી બધી લાઇટ્સ યોગ્ય રીતે કામ કરી રહી છે કે નહીં તે તપાસો. ઇલેક્ટ્રિક વાયરિંગ અને કનેક્ટર્સમાં કાટ અથવા નુકસાનના કોઈપણ સંકેતોને તાત્કાલિક રિપેર કરો કારણ કે વરસાદને કારણે તે ભીના થઈ શકે છે. એર ફિલ્ટર પણ તપાસો અને જો જરૂરી હોય તો તેને સાફ કરો અથવા બદલો કારણ કે ગંદા અથવા ભીના એર ફિલ્ટર એન્જિનની કામગીરીને બગાડી શકે છે.
બેટરી સારી રીતે કામ કરે છે?
વરસાદ બાઇકની બેટરીને પણ નુકસાન પહોંચાડી શકે છે. આનાથી બચવા માટે, ખાતરી કરો કે બેટરી યોગ્ય રીતે ફીટ કરેલી છે અને તેના ટર્મિનલ સ્વચ્છ અને કાટમુક્ત છે. જો બાઇક થોડા દિવસો માટે ઉપયોગમાં લેવાની ન હોય, તો બેટરી ડિસ્કનેક્ટ કરો અથવા બેટરી ટેન્ડરનો ઉપયોગ કરો જેથી બેટરીનું જીવન જાળવી શકાય.
વ્હીકલ ઇન્સ્યોરન્સ પોલિસી
ભારતમાં વાહન વીમો ફરજિયાત છે, પરંતુ પૂરના નુકસાનને સામાન્ય વ્હીકલ ઈન્સ્યોરન્સ પોલિસીમાં આવરી લેવામાં આવતું નથી. તેથી, ચોમાસા દરમિયાન વાહનને રક્ષણ માટે તમારે પૂર કવર એડ ઓન લેવું આવશ્યક છે. જેનાથી થોડોક વધારાનો ખર્ચ થાય છે પરંતુ ભારે વરસાદ અને પૂર જેવી ઘટનાઓમાં તમારી બાઇકને મોટા નાણાકીય સામે સુરક્ષા પૂરી પાડે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us