કારના શોખીનોને તેમની કારમાં સનરૂફ મળે, તો તેમનું ડ્રાઇવિંગ આનંદદાયક બની જાય છે. પરંતુ સામાન્ય રીતે લોકો તેને મોટાભાગે બંધ રાખે છે અથવા ખોટા સમયે તેનો ઉપયોગ કરે છે. સનરૂફ એક ખાસ ફીચર છે જે પહેલા ફક્ત મોટાભાગની SUVમાં જ આવતું હતું. થોડાક વર્ષો પહેલા સનરૂફનો આનંદ જે ફક્ત પ્રીમિયમ કારમાં જ મળતો હતો, તે હવે હેચબેકથી લઇ સબ-4 મીટર એસયુવીમાં જોવા મળી રહ્યો છે. જો તમે પણ સનરૂફવાળી બજેટ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે. અહીં અમે એવી 5 સસ્તી કાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે સનરૂફ ફીચરથી સજ્જ છે.
હ્યુન્ડાઇ વેન્યુ (Hyundai Venue)
બજેટ સનરૂફ વાળી બજેટ કારની યાદમાં પ્રથમ ક્રમે હ્યુન્ડાઇ વેન્યુ (Hyundai Venue) છે, જે ઘણા બધા શાનદાર ફિચર્સ સાથે આવે છે અને તેમાં જોવા મળેલી કેટલીક સુવિધાઓ પણ આ સેગમેન્ટમાં પ્રથમવાર છે. જો કે, સનરૂફની વાત આવે છે ત્યારે Hyundai Venue તેને રજૂ કરનાર પ્રથમ કાર નથી, પરંતુ તે આ ફિચર્સથી સજ્જ સૌથી સસ્તી કાર છે. તાજેતરમાં અપડેટ થયેલા હ્યુન્ડાઈ વેન્યુ પેટ્રોલ અથવા ડીઝલ એન્જિન સાથે આવે છે. Hyundai Venueની કિંમત રૂ. 7.72 લાખથી શરૂ થાય છે.
હ્યુન્ડાઈ i20 (Hyundai i20)
જો નાની કાર તમને પસંદ નથી, તો તમને હ્યુન્ડાઈની આ હેચબેક કારને પસંદ કરી શકાય છે. Hyundai i20 દેશની બેસ્ટ હેચબેક કાર છે અને સનરૂફ તેને વધુ આકર્ષક બનાવે છે. i20 એસ્પિરેટેડ તેમજ ટર્બોચાર્જ્ડ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. Hyundai i20ની કિંમત રૂ. 7.19 લાખથી શરૂ થાય છે.
કિયા સોનેટ (Kia Sonet)
જો તમને દક્ષિણ કોરિયન સબ-4 મીટર એસયુવીની જરૂર હોય પરંતુ તમે હ્યુન્ડાઈ વાહન ખરીદવા માંગતા નથી, તો તમારા માટે કિયા સોનેટ બેસ્ટ વિકલ્પ છે. હ્યુન્ડાઇ વેલ્યુની જેમ જ, સોનેટ પણ એ જ એન્જિન અને ટ્રાન્સમિશન વિકલ્પોનો ઉપયોગ કરે છે. જો તમને મસ્કુલર વ્હિકલ ગમે છે તો તમે આ વ્હિકલ અજમાવી શકો છો. Kia Sonetની એક્સ-શોરૂમ કિંમત રૂ. 7.79 લાખથી શરૂ થાય છે.
ટાટા નેક્સન (Tata Nexon)
જો તમને ઉપરોક્ત કોઈપણ કાર પસંદ નથી તો કોઇ વાંધો નહીં. તમે Tata Nexon અંગે પણ વિચારી શકો છો. નેક્સન મોડલ ટાટા મોટર્સ માટે સૌથી વધુ વેચાતી કાર છે અને બે ઓઇલ – ઇલેક્ટ્રિક વેરિયન્ટ સહિત ઘણા એન્જિન અને ગિયરબોક્સ સાથે ઉપલબ્ધ છે. નેક્સોન દર મહિને સૌથી વધુ વેચાતી ટોપ-10 કારમાં સ્થાન ધરાવે છે, જે વેચાણની દ્રષ્ટિએ Hyundai Cretaને પાછળ છોડી દે છે. Tata Nexonની એક્સ-શોરૂમ કિંમત રૂ. 7.79 લાખ છે.
મહિન્દ્રા XUV300 (Mahindra XUV300)
જો તમે ટાટા મોટર્સ સિવાય અન્ય કોઈ ભારતીય બ્રાન્ડ શોધી રહ્યા છો, તો આ તમારા માટે બેસ્ટ વ્હિકલ છે. XUV300 એક પાવરફુલ ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન સાથે પણ ઓફર કરવામાં આવે છે જે 129bhp અને 230Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. તે મેન્યુઅલ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. Mahindra XUV300ની કિંમત રૂ. 8.41 લાખથી શરૂ થાય છે.
Disclaimer : આ આર્ટિકલ Financial Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.