Top 5 Petrol Scooters In India: ભારતમાં ટોપ 5 પાવરફુલ સ્કૂટર, દમદાર એન્જિન સાથે સ્પીડ માઇલેજમાં બેસ્ટ, જાણો કિંમત

Top 5 Powerful Petrol Scooters In India: ભારતના સૌથી પાવરફુલ પેટ્રોલ સ્કૂટરમાં BMWથી લઈને ટીવીએસ મોટર્સ સુધીના ટુ વ્હીકલનો સમાવેશ થાય છે. કિંમત, એન્જિન સહિત તમામ ખાસિયતો જાણો

Written by Ajay Saroya
August 25, 2024 09:55 IST
Top 5 Petrol Scooters In India: ભારતમાં ટોપ 5 પાવરફુલ સ્કૂટર, દમદાર એન્જિન સાથે સ્પીડ માઇલેજમાં બેસ્ટ, જાણો કિંમત
Top 5 Petrol Scooters In India: ભારતમાં ટોપ 5 પાવરફુલ સ્કૂટરની યાદી

Top 5 Powerful Petrol Scooters In India: ભારતના ટુ-વ્હીલર સેક્ટરમાં સ્કૂટર સેગમેન્ટ તાજેતરના વર્ષોમાં વધુને વધુ લોકપ્રિય બન્યું છે, જેનું કારણ બાઇકની તુલનામાં સ્કૂટરમાં જોવા મળતા કમ્ફર્ટ અને પર્ફોર્મન્સ છે. બજારમાં સ્કૂટર્સની લાંબી રેન્જ છે જે હાઈ માઈલેજથી લઈને હાઈટેક ફીચર્સનો દાવો કરે છે. પરંતુ કેટલાક લોકો સ્કૂટરની માઇલેજ કે ફિચર્સના બદલે તેનું પરફોર્મન્સ પસંદ કરે છે. આ લેખમાં તમે ભારતના ટોપ 5 સૌથી પાવરફુલ સ્કૂટર્સની સંપૂર્ણ વિગતો જાણો.

BMW C 400 GT: બીએમડબ્લ્યુ સી 400 જીટી

બીએમડબલ્યુ મોટરરાડે ભારતમાં સી 400 જીટીને 2022માં રજૂ કર્યું હતું અને તે ભારતનું અત્યાર સુધીનું સૌથી પાવરફુલ અને સૌથી મોંઘુ પેટ્રોલ સ્કૂટર છે. જેની કિંમત 11.25 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે, જે સી400 જીટી 350સીસી, સિંગલ-સિલિન્ડર, લિક્વિડ-કૂલ્ડ એન્જિન દ્વારા સંચાલિત છે, જે 7500rpm પર 33.5 bhp મહત્તમ આઉટપુટ અને 5750rpm પર 35 એનએમ પીક ટોર્ક ઉત્પન્ન કરે છે. મોટરને સીવીટી ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. બીએમડબલ્યુ મોટરરાડનો દાવો છે કે 0-100 કિમી/કલાકની ઝડપ વધારવામાં તેને 9.5 સેકન્ડનો સમય લાગે છે અને તેની ટોપ સ્પીડ 139 કિમી/કલાકની છે.

યામાહા એરોક્સ 155 : Yamaha Aerox 155

યામાહા એરોક્ષ ભારતનું બીજું સૌથી પાવરફુલ પેટ્રોલ સ્કૂટર છે. વીવીએ ટેકનોલોજી સાથેનું 1-સિલિન્ડર એન્જિન અને ફ્યુઅલ-ઇન્જેક્શન સિસ્ટમથી સંચાલિત આ મોટર 8000rpm પર 14.75 બીએચપી અને 6500rpm પર 13.9 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. આ પાવરપ્લેટને સીવીટી ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે. યામાહ એરોક્ષ 155 સ્કૂટરનું વજન 126 કિલો છે અને તેની ફ્યુઅલ ટેન્કની ક્ષમતા 5.5 લિટર છે.

Aprilia SXR 160 | એપ્રિલિયા એસએક્સઆર 160

એપ્રિલિયા એસએક્સઆર 160 ને પાવર આપતી મોટર 160cc, સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ, થ્રી-વાલ્વ મોટર છે, જે 7,600rpm પર 10.86 બીએચપી અને 6,000rpm પર 11.6Nm પીક ટોર્ક જનરેટ કરે છે. એન્જિનને સીવીટી ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે. એસઆર 160ની કિંમત 1,48,686 રૂપિયા (એક્સ-શોરૂમ)થી શરૂ થાય છે.

Suzuki Burgman Street 125 : સુઝુકી બર્ગમેન સ્ટ્રીટ 125

સુઝુકી બર્ગમેન સ્ટ્રીટ 125 ફીચરથી ભરપૂર સ્કૂટર છે, જે તેના 125 સીસી એન્જિનને આભારી છે, જે 6,750rpm પર 8.5bhp અને 5,500rpm પર 10 Nm પીક ટોર્ક આપે છે. જાપાની મેક્સી સ્ટાઇલના સ્કૂટરની કિંમત 96,824 રૂપિયા (એક્સ-શોરૂમ)થી શરૂ થાય છે. તેનું વજન ૧૧૧ કિલો છે અને તેની ફ્યુઅલ ટેન્કની ક્ષમતા ૫.૫ લિટર છે.

આ પણ વાંચો | ઓલા રોડસ્ટર ઇલેક્ટ્રિક બાઇક 3 મોડલમાં લોન્ચ, કિંમત 74999થી શરૂ, 579km સુધી રેન્જ, જાણો બુકિંગ અને ડિલિવરી ક્યારથી શરૂ થશે

TVS Ntorq Race XP : ટીવીએસ એનટૉર્ક રેસ એક્સપી

ટીવીએસ એનટૉર્ક રેસ એક્સપી એ ભારતમાં વેચાતા સૌથી સ્પોર્ટી 125 સીસી સ્કૂટર્સ પૈકીનું એક છે. તેના ઘણા મોડલ ઉપલબ્ધ છે અને તે તેના સેગમેન્ટમાં સૌથી વધુ ફીચર-સમૃદ્ધ મોડેલોમાંનું એક છે. તેમાં 124.8સીસી, સિંગલ-સિલિન્ડર, ફ્યુઅલ ઇન્જેક્ટેડ મોટર છે. જ્યારે એનટોર્કના નિયમિત પ્રકારો 9.3 બીએચપી અને 10.5 એનએમ પીક ટોર્ક જનરેટ કરે છે, જ્યારે એનટોર્કની રેસ અને રેસ એક્સપી ટ્રિમ્સ સમાન એન્જિનમાંથી 10.06 બીએચપી અને 10.8 એનએમ ટોર્ક ઉત્પન્ન કરે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ