Best Mutual Funds Return on SIP: મ્યુચ્યુઅલ ફંડ યોજનામાં SIP ઓછી મૂડી સાથે રોકાણ કરી મોટું મૂડીભંડોળ બનાવવાની તક આપે છે. ઘણી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકાણકારોને જંગી રિટર્ન મળ્યું છે. અહીં છેલ્લા 5 વર્ષમાં કેટલાક શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સે રોકાણકારોની સંપત્તિમાં કેવી રીતે વધારો કર્યો છે તેના ડેટા શેર કર્યા છે. અમુક ફંડ્સ એવા છે જેમા રોકાણકારોની મૂડી 5 વર્ષમાં લગભગ 5 થી 6 ગણી વધી ગઇ છે. પરંતુ જે લોકો એક સાથે બધી રકમ રોકવાના બદલે માસિક SIP દ્વારા ઇક્વિટી ફંડ્સમાં નાની રકમનું રોકાણ કરે છે, તેમને ઘણા ઇક્વિટી ફંડ્સે ઉંચું વળતર આપ્યું છે. અહીં અમે આવા 5 ઇક્વિટી ફંડ્સ વિશે જણાવી રહ્યા છીએ, જેમણે છેલ્લા 5 વર્ષમાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે SIP દ્વારા કરવામાં આવેલા રોકાણ પર સૌથી વધુ વળતર આપ્યું છે.
SIP પર પૈસા બમણા કરનાર 5 મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ
અહીં આપણે જે ટોચના 7 ઇક્વિટી ફંડ્સ વિશે વાત કરી રહ્યા છીએ તેમણે SIP પર વાર્ષિક 30 થી 32% વળતર આપીને 5 વર્ષમાં રોકાણકારોના પૈસા બમણા કે તેથી વધુ કર્યા છે. સારી વાત એ છે કે આ બધા ફંડ્સનું રેટિંગ પણ 4 કે 5 સ્ટાર છે, એટલે કે ખૂબ જ મજબૂત.
ICICI પ્રુડેન્શિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ – ડાયરેક્ટ પ્લાન
- વેલ્યૂ રિસર્ચ રેટિંગ: 5 સ્ટાર
- SIP પર 5 વર્ષનું વાર્ષિક વળતર: 32.86%
- 10 હજારના માસિક SIP સાથે 5 વર્ષમાં કુલ રોકાણ: 6 લાખ રૂપિયા
- 10 હજાર માસિક SIPની 5 વર્ષમાં ફંડ વેલ્યૂ: 13,16,064 રૂપિયા
- લંપસમ રોકાણપર 5 વર્ષનું સરેરાશ વાર્ષિક વળતર (CAGR): 38.03%
- 1 લાખ રૂપિયાના લંપસમ રોકાણની 5 વર્ષ બાદ વેલ્યૂ: 5,00,970 રૂપિયા
- એક્સપેંસ રેશિયો : 1.14%
મોતીલાલ ઓસવાલ Midcap Fund – ડાયરેક્ટ પ્લાન
- વેલ્યૂ રિસર્ચ રેટિંગ: 5 સ્ટાર
- SIP પર 5 વર્ષનું વાર્ષિક વળતર: 32.31%
- 10 હજારના માસિક SIP સાથે 5 વર્ષમાં કુલ રોકાણ: 6 લાખ રૂપિયા
- 10 હજાર માસિક SIPની 5 વર્ષમાં ફંડ વેલ્યૂ: 12,99,648 રૂપિયા
- લંપસમ રોકાણપર 5 વર્ષનું સરેરાશ વાર્ષિક વળતર (CAGR): 37.44 %
- 1 લાખ રૂપિયાના લંપસમ રોકાણની 5 વર્ષ બાદ વેલ્યૂ: 4,90,431 રૂપિયા
- એક્સપેંસ રેશિયો : 0.68%
બંધન સ્મોલ કેપ ફંડ – ડાયરેક્ટ પ્લાન
- વેલ્યૂ રિસર્ચ રેટિંગ: 5 સ્ટાર
- SIP પર 5 વર્ષનું વાર્ષિક વળતર: 31.48%
- 10 હજારના માસિક SIP સાથે 5 વર્ષમાં કુલ રોકાણ: 6 લાખ રૂપિયા
- 10 હજાર માસિક SIPની 5 વર્ષમાં ફંડ વેલ્યૂ: 12,74,986 રૂપિયા
- લંપસમ રોકાણપર 5 વર્ષનું સરેરાશ વાર્ષિક વળતર (CAGR): 38.04 %
- 1 લાખ રૂપિયાના લંપસમ રોકાણની 5 વર્ષ બાદ વેલ્યૂ: 5,01,139 રૂપિયા
- એક્સપેંસ રેશિયો : 0.39%
LIC MF ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ – ડાયરેક્ટ પ્લાન
- વેલ્યૂ રિસર્ચ રેટિંગ: 4 સ્ટાર
- SIP પર 5 વર્ષનું વાર્ષિક વળતર: 31.33%
- 10 હજારના માસિક SIP સાથે 5 વર્ષમાં કુલ રોકાણ: 6 લાખ રૂપિયા
- 10 હજાર માસિક SIPની 5 વર્ષમાં ફંડ વેલ્યૂ: 12,70,705 રૂપિયા
- લંપસમ રોકાણપર 5 વર્ષનું સરેરાશ વાર્ષિક વળતર (CAGR): 34.27 %
- 1 લાખ રૂપિયાના લંપસમ રોકાણની 5 વર્ષ બાદ વેલ્યૂ: 4,36,380 રૂપિયા
- એક્સપેંસ રેશિયો : 0.50%
ફ્રેન્કલિન બિલ્ડ ઇન્ડિયા ફંડ – ડાયરેક્ટ પ્લાન
- વેલ્યૂ રિસર્ચ રેટિંગ: 4 સ્ટાર
- SIP પર 5 વર્ષનું વાર્ષિક વળતર: 30.22%
- 10 હજારના માસિક SIP સાથે 5 વર્ષમાં કુલ રોકાણ: 6 લાખ રૂપિયા
- 10 હજાર માસિક SIPની 5 વર્ષમાં ફંડ વેલ્યૂ: 12,38,504 રૂપિયા
- લંપસમ રોકાણપર 5 વર્ષનું સરેરાશ વાર્ષિક વળતર (CAGR): 34.76 %
- 1 લાખ રૂપિયાના લંપસમ રોકાણની 5 વર્ષ બાદ વેલ્યૂ: 4,44,468 રૂપિયા
- એક્સપેંસ રેશિયો : 0.95%
આ આંકડા શું સૂચવે છે?
આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે જો યોગ્ય ઇક્વિટી ફંડ પસંદ કરવામાં આવે અને લાંબા ગાળા માટે SIP દ્વારા નિયમિત રોકાણ કરવામાં આવે, તો નાની રકમનું રોકાણ કરીને પણ મોટી રકમ એકત્ર કરી શકાય છે. જેમ કે આ ફંડ્સના નામ સૂચવે છે. તેમના રોકાણ માળખાને કારણે, આ બધા ઇક્વિટી ફંડ્સ ખૂબ ઊંચા જોખમનું રેટિંગ ધરાવે છે.
જો કે, SIP દ્વારા રોકાણ કરતી વખતે, એક્સપેન્સ રેશિયોને કારણે જોખમ અમુક અંશે ઓછું થાય છે. તેમ છતાં, આ ખૂબ જ ઊંચુ જોખમ ઉચું વળતર પણ આપી શકે છે. તેથી તેમના વિશે નિર્ણય લેતા પહેલા, તમારે તમારી જોખમ લેવાની ક્ષમતા વિશે વિચારવું જોઈએ. એ પણ ધ્યાનમાં રાખો કે મ્યુચ્યુઅલ ફંડ્સના ભૂતકાળના વળતર ભવિષ્યમાં ચાલુ રહેવાની ખાતરી નથી.
(અસ્વીકરણ: આ લેખનો હેતુ ફક્ત માહિતી પૂરી પાડવાનો છે. રોકાણની ભલામણ કરવાનો નથી. રોકાણ સંબંધિત કોઈપણ નિર્ણય લેતા પહેલા, કૃપા કરીને તમારા રોકાણ સલાહકારની