Top Dividend Yield PSU Stocks October 2023 : જો તમે શેરબજારમાં રોકાણ કરો છો, તો તમે ડિવિડન્ડ સ્ટોર વિશે પણ સાંભળ્યું હશે. કેટલીક કંપનીઓ તેમના નફાનો અમુક હિસ્સો તેમના શેરધારકોને સમયાંતરે ડિવિડન્ડના સ્વરૂપે આપતી રહે છે. આવી કંપનીઓને ડિવિડન્ડ યીલ્ડ સ્ટોક પણ કહેવામાં આવે છે. બજારમાં રોકાણ કરવાની એક સારી રીત એ છે કે તમારે મજબૂત ફંડામેન્ટલ ધરાવતા સ્ટોકમાં રોકાણ કરવું, જે ડિવિડન્ડ આપવાનો સારો ઇતિહાસ ધરાવતા છે. ઉચ્ચ ડિવિડન્ડ ચૂકવતી અને મજબૂત ફંડામેન્ટલવાળી કંપનીઓના શેર રોકાણકારોના પોર્ટફોલિયોને સંતુલિત કરી શકે છે.
મોંઘવારીને માત આપવા
ડિવિડન્ડ સ્ટોક્સ હંમેશા લાઇમલાઇટમાં રહે છે. સામાન્ય રીતે, ડિવિડન્ડ એવી કંપનીઓ દ્વારા આપવામાં આવે છે જે સતત નફો કમાતી હોય છે. તેઓ તેમના નફાનો એક ભાગ શેરધારકોને ડિવિડન્ડના રૂપમાં આપે છે. જો ઊંચા ડિવિડન્ડ શેર પોર્ટફોલિયોમાં હોય, તો તેનો ફાયદો એ છે કે રોકાણકારોને બજારની વધઘટ દરમિયાન સલામત રહે છે. કેટલાક શેર એવા હોય છે જેમનું ડિવિડન્ડ યીલ્ડ કેટલી વખત એફડીના વ્યાજદર જેટલું હોય છે. પરંતુ શું ડિવિડન્ડ ચૂકવનારા શેરો પણ વળતર આપવામાં ચેમ્પિયન છે?

ચાલુ વર્ષે અને એક વર્ષમાં આવા ડિવિડન્ડ સ્ટોકના પર્ફોમન્સ પર એક નજર કરીયે. ડિવિડન્ડ શેર માત્ર ફુગાવાને હરાવવાની ક્ષમતા ધરાવતા નથી, પરંતુ ઉંચી ડિવિડન્ડ યીલ્ડને કારણે તેઓ ખરાબ સમયમાં જોખમ ઘટાડવામાં મદદ કરે છે. અહીં, બ્રોકરેજ હાઉસ રેલિગેર બ્રોકિંગને ટાંકીને, અમે કેટલાક એવા શેર વિશે જણાવી રહ્યા છે જેની ડિવિડન્ડ યીલ્ડ સપ્ટેમ્બર 2023 સુધી ઊંચી હતી.
ટોચના ડિવિડન્ડ શેર (Top Dividend Stocks)
કંપનીનું નામ સેક્ટર CMP P/E(x) DPS (FY23) DPS (FY22) Div Yield (%) કોલ ઈન્ડિયા માઈનિંગ 314 8.9 24.3 17 7.7 Oil India ઓઈલ – ગેસ 299 4 20 14.3 6.7 ઓએનજીસી ઓઈલ – ગેસ 186 4.9 11.3 10.5 6 પીટીસી ઈન્ડિયા પાવર 140 6.8 7.8 7.8 5.6 પાવર ગ્રીડ કોર્પોરેશન  પાવર 202 10.3 10.7 14.8 5.3 પેટ્રોનેટ એલએનજી ઓઈલ – ગેસ 200 10.6 10 11.5 5 ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર  કેમિકલ  કેમિકલ 200 3.7 10 2.5 5 નેશનલ એલ્યુમિનિયમ કંપની મેટલ 92 9.3 4.5 6.5 4.9 ચેન્નઇ પેટ્રોલિયમ કોર્પોરેશન  ઓઈલ – ગેસ 575 1 27 2 4.7 આરઇસી ફાઈનાન્સ 288 2.8 12.6 15.3 4.4 
ડિવિડન્ડ શેરમાં કેવી રીતે કમાણી કરવી
ધારો કે તમારી પાસે કંપનીના 25,000 શેર છે અને તમે તેમાં 200 રૂપિયા પ્રતિ શેરના ભાવે 50,00,000 રૂપિયાનું રોકાણ કર્યું છે. જો આ શેરનું વાર્ષિક વળતર 15 ટકા છે અને કંપનીએ રોકાણકારોને શેર દીઠ 12 રૂપિયાનું ડિવિડન્ડ આપવાનું નક્કી કર્યું છે. તો…
કુલ શેર : 25,000તમારું કુલ રોકાણ : 50,00,000 રૂપિયા (50 લાખ રૂપિયા)1 વર્ષનું વળતર : 14%રોકાણ પર રિટર્ન : 7,50,000 રૂપિયાડિવિડન્ડ : 12 રૂપિયા પ્રતિ શેરકુલ ડિવિડન્ડ : 3,00,000 રૂપિયાકુલ નફો : 7,50,000 + 3,00,000 = 10,50,000 રૂપિયા
આ પણ વાંચો | દિવાળી મુહૂર્ત ટ્રેડિંગમાં આ 10 શેરમાં કરો રોકાણ, વિક્રમ સંવત 2080માં મળશે જંગી વળતર
ડિવિડન્ડ શેરમાં શા માટે રોકાણ કરવું જોઈએ?
ડિવિડન્ડ શેરની વિશેષતા એ છે કે, હાઇ ડિવિડન્ડ યીલ્ડને કારણે આ શેર ઘટાડા સમયે જોખમને સંતુલિત કરી શકે છે. ધારો કે તમારા પોર્ટફોલિયોમાં કેટલાક શેરો ઘટે છે, જ્યારે કેટલાક શેર તમને ડિવિડન્ડની આવક આપે છે. આ કિસ્સામાં પોર્ટફોલિયો સંતુલિત હોઈ શકે છે. સતત 6 થી 8 ટકા ડિવિડન્ડ આપતા સ્ટોક્સ પણ ફુગાવાને હરાવી શકે છે. તે ડિવિડન્ડ ચૂકવતી કંપનીઓને રોકાણ માટે પસંદ કરી શકાય છે, જેમાં કોઈ નકારાત્મક મુદ્દાઓ નથી અને આઉટલૂક સારો દેખાઈ રહ્યો છે. આમાં લાંબા ગાળા માટે રોકાણ કરવું વધુ સારું હોય છે. આકર્ષક ડિવિડન્ડ આપતી કંપનીઓ તેમની બેલેન્સ શીટ પરથી ઓળખી શકાય છે, જેમા નફો વધારે દેખાતો હોય છે.





