Top 5 Scooters : દિવાળી પર સ્કૂટર ખરીદવું છે! હીરો, હોન્ડા, સુઝુકી સહિતના આ 5 ટુ વ્હીલર છે પાવરફુલ એન્જિનથી સજ્જ

Top 5 125cc scooters : જો તમે આ દિવાળીના તહેવારમાં 125સીસીનું સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યાં છો, તો તમે અહીં ટોપ 5 સ્કૂટર્સની યાદી જોઈ શકો છો

Top 5 125cc scooters : જો તમે આ દિવાળીના તહેવારમાં 125સીસીનું સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યાં છો, તો તમે અહીં ટોપ 5 સ્કૂટર્સની યાદી જોઈ શકો છો

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Top Five 125cc scooters | top five two wheeler in india | auto news | best five scooters in india

Honda Dio 125 સ્કૂટર દિલ્હીના શોરૂમમાં રૂ. 83,400 થી રૂ. 91,300 વચ્ચેની કિંમતમાં ઉપલબ્ધ છે. (એક્સપ્રેસ ફોટો)

Top 5 125cc scooters : દેશમાં તહેવારોની સિઝન ચાલી રહી છે. આગામી દિવસોમાં ધનતેરસ અને દિવાળીની ઉજવણી કરવામાં આવશે. જો તમે આ સેલિબ્રેશનને યાદગાર બનાવવા માટે પાવરફુલ સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો 125સીસી એન્જિનથી સજ્જ ટોપ પાંચ સ્કૂટરની યાદી અહીં શેર કરવામાં આવી છે. તમે શોરૂમ પર પહોંચતા પહેલા એક નજર કરી શકો છો.

Advertisment

એપ્રિલિયા એસઆર 125 (Aprilia SR 125)

Aprilia SR 125 | Top Five 125cc scooters | top five two wheeler in india | auto news | best five scooters in india
Aprilia SR 125

Aprilia SR 125 સ્કૂટર ભારતીય બજારમાં સૌથી પાવરફુલ 125cc સ્કૂટર છે. સ્કૂટર માત્ર એક વેરિઅન્ટમાં આવે છે. કલર વેરિઅન્ટ વિશે વાત કરીએ તો, તે ગ્રાહકો માટે ચાર કલર વિકલ્પોમાં ઉપલબ્ધ છે. તેમાં 125 સીસી એન્જિન છે જે 9.99bhpનો પાવર અને 10.33Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એપ્રિલિયા સ્કૂટરમાં આગળના ભાગમાં 220mm ડિસ્ક બ્રેક અને પાછળના ભાગમાં 140mm ડ્રમ બ્રેક છે. Aprilia SR 125 તેના સેગમેન્ટમાં સૌથી મોંઘું સ્કૂટર છે, પરંતુ તે સૌથી પાવરફુલ પણ છે. આ સ્કૂટર દિલ્હીમાં 1.24 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)ની કિંમતે ઉપલબ્ધ છે.

ટીવીએસ નોર્ક 125 (TVS Norq 125)

TVS Norq 125
TVS Norq 125 | Top Five 125cc scooters | top five two wheeler in india | auto news | best five scooters in india

TVS Norq 125 એક સ્ટાઇલિશ દેખાતું સ્કૂટર છે. તેમાં 125સીસી એન્જિન છે જે 9.25bhp પાવર અને 10.6Nm ટોર્ક જનરેટ કરે છે. TVS અનુસાર Ntorq સ્કૂટર માત્ર 8.9 સેકન્ડમાં 0 થી 60 kmphની સ્પીડ વધારવામાં સક્ષમ છે. તેને મહત્તમ 95 કિમી પ્રતિ કલાકની ઝડપે ચલાવી શકાય છે. તેમાં નેવિગેશન આસિસ્ટ, ફોન સિગ્નલ, બેટરી ડિસ્પ્લે, લાસ્ટ પાર્ક લોકેશન, ઇનકમિંગ કોલ અને SMS એલર્ટ જેવી ઘણી કનેક્ટેડ ફીચર્સ છે. TVS Norq 125 સ્કૂટરમાં બે રાઇડિંગ મોડ છે - સ્ટ્રીટ અને રેસ અને તે ભારતીય બજારમાં કુલ 6 વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. દિલ્હીના શોરૂમમાં આ સ્કૂટરની કિંમત 85,000 રૂપિયાથી 1.05 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) વચ્ચે છે.

Advertisment

સુઝુકી એવેનિસ (Suzuki Avenis)

Suzuki Avenis
Suzuki Avenis | Top Five 125cc scooters | top five two wheeler in india | auto news | best five scooters in india

સુઝુકી એવેનિસ (Suzuki Avenis) ભારતીય બજારમાં બે વેરિઅન્ટ - સ્ટાન્ડર્ડ (standard)અને રેસ એડિશન (Race Edition)માં ઉપલબ્ધ છે. બીજા વેરિઅન્ટની કિંમત માત્ર 300 રૂપિયા વધારે છે. તેમાં 125cc એન્જિન 8.5bhp પાવર અને 10Nm ટોર્ક જનરેટ કરે છે. એક્સેસ 125 અને બર્ગમેન સ્ટ્રીટમાં આવતું એન્જિન પણ એક જ છે. તે ડેશ બોક્સની અંદર એક્સટર્નલ ફ્યૂઅલ લિડ અને યુએસબી પોર્ટ જેવા કેટલાક મહત્વપૂર્ણ ફિચર્સ પ્રદાન કરે છે. સુઝુકી સ્કૂટર કનેક્ટેડ ટેક ફીચર સાથે પણ આવે છે. આ સ્કૂટર દિલ્હીના શોરૂમમાં 92,000 રૂપિયાની કિંમતે ઉપલબ્ધ છે.

હોન્ડા ડીયો 125 (Honda Dio 125)

Honda Dio 125 | Top Five 125cc scooters | top five two wheeler in india | auto news | best five scooters in india
Honda Dio 125 (Express Photo)

હોન્ડાએ Grazia 125 મોડલનું સ્કૂટર બંધ કરી દીધું છે. તેના બદલે, કંપની ભારતીય બજારમાં Dio 125 સ્કૂટર લોન્ચ કર્યુ છે. Honda Dio 125 સ્કૂટર એક્ટિવા 125 મોડલનું સ્પોર્ટી વર્ઝન છે. તે યુવાનોનું મનપસંદ સ્કૂટર છે. તેમાં 124cc એન્જિન 8.1bhpનો પાવર અને 10.4Nmનો ટોર્ક જનરેટ કરે છે. તે ઇડલિંગ સ્ટોપ સિસ્ટમ સાથે આવે છે. આ સ્કૂટરને સ્માર્ટ કી દ્વારા રિમોટલી અનલોક કરી શકાય છે. સાથે જ તેમાં આપવામાં આવેલા કેટલાક સ્માર્ટ ફીચર્સની મદદથી સ્કૂટરને સરળતાથી શોધી શકાય છે. તેમાં ફ્રન્ટ ગ્લોવ બોક્સ, એક્સટર્નલ ફ્યુઅલ લિડ અને ઇન્ટિગ્રેટેડ પાસ સ્વિચ જેવા ઘણા મહત્વપૂર્ણ ફિચરો પણ છે. આ સ્કૂટર દિલ્હીના શોરૂમમાં 83,400 રૂપિયાથી 91,300 રૂપિયાની વચ્ચેની કિંમતમાં ઉપલબ્ધ છે.

હીરો માસ્ટ્રો એજ 125 (Hero Maestro Edge 125)

Hero Maestro Edge 125
Hero Maestro Edge 125 | Top Five 125cc scooters | top five two wheeler in india | auto news | best five scooters in india

Maestro Edge એ હીરોનું પ્રીમિયમ 125cc સ્કૂટર છે જે 125cc એન્જિનથી ચાલે છે. આ એન્જિન 9bhp પાવર અને 104Nm ટોર્ક જનરેટ કરે છે. તે ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને કનેક્ટેડ ટેલિમેટિક્સ સ્યુટ સાથે આવે છે જેમાં ટર્ન-બાય-ટર્ન નેવિગેશન, લાઇવ ટ્રેકિંગ, જિયો-ફેન્સિંગ, લોકેશન એલર્ટ્સ અને રાઇડિંગ એનાલિસિસ રિપોર્ટ્સ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. Maestro Edge 125 સ્કૂટર ભારતીય બજારમાં ત્રણ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે - Cast + Drum, Cast + Disc અને Cast + Disc + Connected વિકલ્પ.

Auto news બિઝનેસ