Top 5 Mutual Funds Return : આ 5 મ્યુચ્યુઅલ ફંડે આપ્યું જોરદાર રિટર્ન, માત્ર 500 રૂપિયાથી રોકાણ શરૂ કરો

Best 5 Mutual Funds Return : મ્યુચ્યુઅલ ફંડ રોકાણ માટે લોકપ્રિય વિકલ્પ છે. સૌથી ખાસ વાત એ છે કે, તમે માત્ર 500 રૂપિયા થી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ શરૂ કરી શકો છો. નવા રોકાણકાર માટે સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP/ એસઆઈપી) સૌથી બેસ્ટ વિકલ્પ છે.

Written by Ajay Saroya
April 19, 2024 22:02 IST
Top 5 Mutual Funds Return : આ 5 મ્યુચ્યુઅલ ફંડે આપ્યું જોરદાર રિટર્ન, માત્ર 500 રૂપિયાથી રોકાણ શરૂ કરો
મ્યુચ્યુઅલ ફંડ્સએ માર્કેટમાં રોકાણ કરવાની સરળ અને સુવિધાજનક રીતે છે. (Photo - Canva)

Best 5 Mutual Funds Return : મ્યુચ્યુઅલ ફંડ રોકાણ કરવા માટેનો લોકપ્રિય વિકલ્પ છે. બેન્ક એફડી સહિતના રોકાણના અન્ય વિકલ્પ કરતાં મ્યુચ્યુઅલ ફંડમાં આકર્ષક વળતર મળે છે. છેલ્લા એક દાયકામાં વિવિધ મ્યુચ્યુઅલ ફંડો રોકાણકારોને ઉંચુ રિટર્ન આપ્યું છે. હકીકતમાં મ્યુચ્યુઅલ ફંડ કરતાં ઈક્વિટી માર્કેટમાં વધુ સારું રિટર્ન મળે છે પરંતુ ત્યાં જોખમ વધુ છે. ઘણી વખત શેરબજારમાં આડેધડ રોકાણ કરવાથી નુકસાન થઈ શકે છે. તેથી સામાન્ય લોકો શરૂઆતમાં મ્યુચ્યુઅલ ફંડ દ્વારા શેરબજારમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. કારણ કે મ્યુચ્યુઅલ ફંડનું સંચાલન પ્રોફેશનલ ફાઈનાન્સિયલ એક્સપર્ટ્સ દ્વારા કરવામાં આવે છે.

માત્ર 500 થી રોકાણ શરૂ કરો

મ્યુચ્યુઅલ ફંડની સૌથી ખાસ વાત એ છે કે, તમે માત્ર 500 રૂપિયા થી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ શરૂ કરી શકો છો. નવા રોકાણકાર માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP/ એસઆઈપી) સૌથી બેસ્ટ વિકલ્પ છે. SIP માં તમે દર મહિને ચોક્કસ મૂડીનું રોકાણ કરી એક મોટું ફંડ બનાવી શકો છો.

હાલ ઘણા બધા મ્યુચ્યુઅલ ફંડ અને SIP સ્કીમ છે. આવી પરસ્થિતિમાં કઇ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકાણ કરવું તે અંગે રોકાણકારો મૂંઝવણ અનુભવે છે. દરેક મ્યુચ્યુઅલ ફંડનું રિટર્ન અલગ અલગ હોય છે. તો બીજી બાજુ પ્રત્યેક રોકાણકારોની જરૂરિયાત અને જોખમ લેવાની ક્ષમતા પણ અલગ અલગ હોય છે. અમુક રોકાણકારો લાંબા ગાળા માટે તો કેટલાક શોર્ટ ટર્મ માટે રોકાણ કરવા ઇચ્છે છે. આવી પરિસ્થિતિમાં પ્રત્યેક રોકાણકાર માટે અલગ અલગ મ્યુચ્યુઅલ ફંડ ઉપલબ્ધ છે, જેમા રોકાણ કરી રોકાણકારો પોતાના નાણાંકીય લક્ષ્યાંક હાંસલ કરી શકે છે.

આ 5 મ્યુચ્યુઅલ ફંડ માંથી રોકાણ કરવા માટે બેસ્ટ ફંડ પસંદ કરો

જો તમે નવા રોકાણકાર છો અને પહેલીવાર મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે તમારી જોખમ ક્ષમતા અને નાણાંકીય લક્ષ્યાંક અનુસાર મ્ચુય્યુઅલ ફંડ પસંદ કરવા જોઇએ. અહીં તમારી સક્ષમ 5 મ્ચુય્યુઅલ ફંડ વિશે માહિતી રજૂ કરવામાં આવી છે. આ મ્યુ. ફંડોએ અત્યાર સુધી આકર્ષક રિટર્ન આપ્યું છે. એક વાત ધ્યાનમાં રાખો કે, માત્ર ભૂતકાળના રિટર્ન પર્ફોર્મન્સના આધારે ક્યારે કોઇ સ્કીમમાં રોકાણ ન કરવું જોઇએ.

નિપ્પોન ઇન્ડિયા લાર્જ કેપ ફંડ (Nippon India Large Cap Fund)

નિપ્પોન ઈન્ડિયા લાર્જ કેપ ફંડ એક લાર્જ કેપ ફંડ સ્કીમ છે. આ મ્યુ. ફંડે એક વર્ષમાં 36.69 ટકા રિટર્ન અને ત્રણ વર્ષમાં સરેરાશ વળતર 17.27 ટકા આપ્યું છે. તો આ ફંડ સ્કીમમાંથી છેલ્લા 5 વર્ષમાં રોકાણકારોને વાર્ષિક 15.28 ટકાના દરે રિટર્ન મળ્યું છે. તો લોંગ ટર્મ એટલે કે 10 વર્ષમાં ફંડનું સરેરાશ રિટર્ન 14.38 ટકા રહ્યું છે.

SIP | SIP Investment Tips | Mutual Funds SIP | SIP Scheme | sip return | Systematic Investment Plan
મ્યુચ્યુઅલ ફંડની એસપીઆઈ એ શેરબજારમાં રોકાણ કરવાની સૌથી સરળ રીત છે. (Photo – Freepik)

પરાગ પરીખ ફ્લેક્સી કેપ ડાયરેક્ટ ગ્રોથ (Parag Parikh Flexi Cap Direct Growth)

પરાગ પરીખ ફ્લેક્સી કેપ ડાયરેક્ટ ગ્રોથ ફંડે એક વર્ષમાં 43.40 ટકાનું જબરદસ્ત રિટર્ન આપ્યું છે. તો ત્રણ વર્ષમાં 20.81 ટકા અને 5 વર્ષમાં 18.31 ટકા વળતર આપ્યું છે. આ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકાણખારોને છેલ્લા 10 વર્ષમાં 17.26%ના દરે વાર્ષિક વળતર મળ્યું છે.

એચડીએફસી મિડ કેપ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ (HDFC Mid-Cap Opportunities Fund)

એચડીએફસી મિડ કેપ ઓપોર્ચ્યુનિટીઝ ફંડમાં અત્યાર સુધી શાનદાર વળતર મળ્યું છે. આ મ્યુ. ફંડ સ્કીમે એક વર્ષમાં 54.59 ટકાની આસપાસ અને 3 વર્ષમાં સરેરાશ 25 ટકા રિટર્ન આપ્યું છે. તેવી જ રીતે આ ફંડ સ્કીમ છેલ્લા 5 વર્ષમાં 22 ટકા અને 10 વર્ષમાં 20.17 ટકા વાર્ષિક વળતર આપ્યું છે.

આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ મલ્ટીકેપ ફંડ (ICICI Prudential Multicap Fund)

ICICI પ્રુડેન્શિયલ મલ્ટીકેપ ફંડમાં રોકાણકારોને એક વર્ષમાં લગભગ 49.32 ટકા અને 3 વર્ષમાં 23.66 ટકાનું વાર્ષિક રિટર્ન મળ્યું છે. તો 5 વર્ષમાં 21 ટકાની આસપાસ અને લાંબા ગાળા 10 વર્ષમાં આ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં વાર્ષિક 18 ટકાથી વધુ રિટર્ન મળ્યું છે.

આ પણ વાંચો | આ કંપની આપી રહી છે એક શેર પર 950 ટકા ડિવિડન્ડ, શું તમારી પાસે છે આ સ્ટોક

ક્વાન્ટ સ્મોલ કેપ ફંડ (Quant Small Cap Fund)

ક્વાન્ટ સ્મોલ કેપ ફંડમાં રોકાણ પર છેલ્લા એક વર્ષમાં આશરે 55 ટકા રિટર્ન મળ્યું છે. તો છેલ્લા ત્રણ વર્ષમાં સરેરાશ 30.80 ટકા, 5 વર્ષમાં લગભગ 27 ટકા અને 10 વર્ષમાં વાર્ષિક 23 ટકાના દરે વળતર મળ્યું છે.

(Disclaimer : આ માહિતી માત્ર સામાન્ય જાણકારી છે. ભૂતકાળ જેટલું રિટર્ન ભવિષ્યમાં પણ મળશે તે નક્કી નથી. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા ફાઈનાન્સિયલ એડવાઇઝર પાસેથી સલાહ લેવી જોઇએ.)

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ