વિશ્વભરમાં ટોપ સૌથી વધુ વેચાતા સ્માર્ટફોનની લિસ્ટમાં એપલ આઈફોન 15 પ્રો મેક્સ ટોપ સેલર

iPhone 15 4.3 ટકા માર્કેટ શેર સાથે બીજા સ્થાને છે અને iPhone 15 Pro અને iPhone 14 અનુક્રમે ત્રીજા અને ચોથા સ્થાને છે. સેમસંગની ફ્લેગશિપ ઓફરમાં ગેલેક્સી એસ24 અલ્ટ્રા 1.9 ટકાના માર્કેટ શેર સાથે પાંચમા સ્થાને છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
iPhone 15 Pro Max

વિશ્વભરમાં ટોપ સૌથી વધુ વેચાતા સ્માર્ટફોનની લિસ્ટમાં એપલ આઈફોન 15 પ્રો મેક્સ ટોપ સેલર (Image credit: Vivek Umashankar/The Indian Express)

ટેક્નોલૉજી માર્કેટ રિસર્ચ ફર્મ, કાઉન્ટરપોઇન્ટ દ્વારા સોમવારે 2024 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વિશ્વભરમાં ટોચના 10 સૌથી વધુ વેચાતા સ્માર્ટફોનની લિસ્ટ જાહેર કરી હતી. આ લિસ્ટમાં એપલ અને સેમસંગ લિસ્ટમાં આગળ છે. પહેલીવાર તમામ 10 સ્માર્ટફોન 5G ડિવાઇસ છે, જેમાં એપલના ફ્લેગશિપ આઈફોન 15 પ્રો મેક્સ 4.4% માર્કેટ શેર સાથે ટોપ સેલર છે.

Advertisment

iPhone 15 4.3 ટકા માર્કેટ શેર સાથે બીજા સ્થાને છે અને iPhone 15 Pro અને iPhone 14 અનુક્રમે ત્રીજા અને ચોથા સ્થાને છે. સેમસંગની ફ્લેગશિપ ઓફરમાં ગેલેક્સી એસ24 અલ્ટ્રા 1.9 ટકાના માર્કેટ શેર સાથે પાંચમા સ્થાને છે.

best-selling-smartphones-2024
વિશ્વભરમાં ટોપ સૌથી વધુ વેચાતા સ્માર્ટફોનની લિસ્ટમાં એપલ આઈફોન 15 પ્રો મેક્સ ટોપ સેલર

આ પણ વાંચો: એસીના ફિલ્ટરની કેટલા દિવસોમાં સફાઇ કરવી જોઈએ? એક ભૂલ પડી શકે છે મોંઘી

Advertisment

એપલ માટે , iPhone 15 સિરીઝના ચારેય વેરિઅન્ટ્સનું પરફોર્મન્સ સારું રહ્યું છે. iPhone ની 60 ટકાથી વધુ આવક પ્રો iPhone મોડલ્સમાંથી આવી છે, કિંમતમાં વધારો થયો હોવા છતાં, યુઝર્સ પ્રીમિયમ ફીચર્સ પર વધુ ખર્ચ કરે છે.

આ વર્ષના ટોચના 10 સૌથી વધુ વેચાતા સ્માર્ટફોનમાંથી, પાંચ એપલના અને બાકીના સેમસંગના છે, જ્યાં ગેલેક્સી A15 અને ગેલેક્સી A34 જેવા બજેટ સ્માર્ટફોન લિસ્ટમાં છે. 10માંથી, સાત સ્માર્ટફોનને પ્રીમિયમ ડિવાઇસ ગણવામાં આવે છે, જેની કિંમત $600થી વધુ છે, અને આ ટ્રેન્ડ સ્પષ્ટપણે સૂચવે છે કે Appleની પ્રો iPhone લાઇનઅપ સમગ્ર વિશ્વમાં લોકપ્રિયતા મેળવી રહી છે.

આ પણ વાંચો: 15000 રૂપિયાથી ઓછી કિંમતમાં iPhone 15 ખરીદવાની તક, જાણો શું છે ધમાકેદાર ડીલ

એ હકીકત પણ નિર્દેશિત થાય છે કે AI-સંચાલિત ગેલેક્સી S24 સિરીઝએ સેમસંગને મજબૂત કામગીરીની જાણ કરવામાં મદદ કરી છે, અને રિપોર્ટ એ પણ સૂચવે છે કે, આગળ જતાં, વધુ ગ્રાહકો ફ્લેગશિપ સ્માર્ટફોન ખરીદે તેવી શક્યતા છે.

વિશ્વમાં ટોચના 10 સૌથી વધુ વેચાતા સ્માર્ટફોન (Q1, 2024)

  • Apple iPhone 15 Pro Max (એપલ આઈફોન 15 પ્રો મેક્સ)
  • Apple iPhone 15 (એપલ આઈફોન 15)
  • Apple iPhone 15 Pro (એપલ આઈફોન 15 પ્રો)
  • Apple iPhone 14 (એપલ આઈફોન 14)
  • Samsung Galaxy S24 Ultra (સેમસંગ ગેલેક્સી S24 અલ્ટ્રા)
  • Samsung Galaxy A15 5G ( સેમસંગ ગેલક્ષી એ15 5જી)
  • Samsung Galaxy A54 (સેમસંગ ગેલેક્સી A54)
  • Apple iPhone 15 Plus (એપલ આઈફોન 15 પ્લસ)
  • Samsung Galaxy S24 (સેમસંગ ગેલેક્સી એસ24)
  • Samsung Galaxy A34 (સેમસંગ ગેલેક્સી એ34)
સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ 5G