Top SUVs under Rs 8 lakh: ટાટા પંચ થી મહિન્દ્રા અને સોનેટ સુધી, 8 લાખમાં ઉપલબ્ધ પાવરફુલ 8 એસયુવી કારની યાદી

Best SUV Cars Under 8 Lakh: એસયુવી કારની લોકપ્રિયતા વધી રહી છે. ભારતીય કાર બજારમાં 8 લાખ રૂપિયામાં ઉપલબ્ધ ટાટા પંચ થી લઇ મહિન્દ્રા એક્સયુવી 3XO સુધીની ટોપ 8 એસયુવી કાર વિશે જાણકારી આપવામાં આવી છે.

Written by Ajay Saroya
May 28, 2024 17:22 IST
Top SUVs under Rs 8 lakh: ટાટા પંચ થી મહિન્દ્રા અને સોનેટ  સુધી, 8 લાખમાં ઉપલબ્ધ પાવરફુલ 8 એસયુવી કારની યાદી
Best SUV Cars Under 8 Lakh: ભારતમાં 8 લાખમાં ઉપલબ્ધ શ્રેષ્ઠ 8 એસયુવી કારની યાદી. (Image altered by FE)

Best Compact SUV Cars Under 8 Lakh in Gujarati: ભારતમાં એસયુવી કારની માંગ વધી રહી છે. લગભગ એક દાયકાથી ભારતીય કાર બજારમાં SUV સેગમેન્ટના વાહનો લોકોની પ્રથમ પસંદગી છે. SUV માટેનો ક્રેઝ હેચબેક સેગમેન્ટના બજાર હિસ્સા પરથી જાણી શકાય છે, જે એક સમયે પ્રથમ વખત કાર ખરીદનારાઓમાં ફેવરિટ હતો. માર્કેટમાં માઇક્રો, એમએમ, કોમ્પેક્ટ, મિડ સાઈઝ અને ફુલ સાઈઝ એસયુવી સેગમેન્ટ ઘણી કંપનીઓના વાહન ઉપલબ્ધ છે. જો તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો અને 8 લાખ રૂપિયાના બજેટમાં આવતી SUV શોધી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે.

તમારી સુવિધા માટે, અમે ભારતીય બજારમાં ઉપલબ્ધ બેસ્ટ કારની યાદી તૈયાર કરી છે. તેમાં તાજેતરમાં લોન્ચ થયેલ Mahindra XUV 3XO થી લઈને દેશમાં સૌથી વધુ વેચાતી ટાટા પંચનો સમાવેશ થાય છે. નવી કાર ખરીદતા પહેલા, તમે 8 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)ના બજેટમાં વેચાણ માટે ઉપલબ્ધ SUV કારની આ યાદી જોઈને નિર્ણય લઈ શકો છો.

ટાટા પંચ (Tata Punch)

ટાટા પંચ કિંમત : 5.99 લાખ રૂપિયા થી શરૂ (એક્સ-શોરૂમ)

ટાટા પંચ માત્ર ભારતમાં સૌથી વધુ વેચાતી એસયુવી સાથે સાથે છેલ્લા બે મહિનાથી તે દેશમાં સૌથી વધુ વેચાતી કાર પણ છે. ભારતીય કાર મેન્યુફેક્ચરિંગ કંપનીની આ કારની કિંમત 5.99 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે. ટાટા પંચ ઓછા બજેટની એસયુવી હોવા છતાં પણ તેમા ઘણા જબરદસ્ત ફીચર્સ છે.

Best SUV Cars Under 8 Lakh | Top SUV Cars Under 8 Lakh | Best 8 SUV Cars Under 8 Lakh in India | tata punch | Hyundai Exter | Maruti Suzuki Fronx | Mahindra XUV 3XO | Kia Sonet | Renault Kiger | Nissan Magnite | Tata Nexon | Auto News
Tata Punch: ટાટા પંચ Image: Tata Motors)

ટાટા પંચ કારના ફીચર્સની વાત કરીએ તો તેમાં ખાસ ડિઝાઇન કરવામાં આવેલ ઇન્ટીરીયર છે. કારમાં પૂરતી જગ્યા છે અને કેબિન હવાદાર લાગે છે. તેમા 7 ઇંચની ટચસ્ક્રીન, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, પુશ-બટન સ્ટાર્ટ, ઓટો હેડલેમ્પ જેવા ઘણા ફીચર્સ છે. બજેટના દૃષ્ટિકોણથી આ કાર 1.2 લિટર પેટ્રોલ એન્જિન વિકલ્પમાં ઉપલબ્ધ છે. 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન વિકલ્પ સાથે, આ એન્જિન 85bhpનો પાવર જનરેટ કરવામાં સક્ષમ છે. કંપનીનો દાવો છે કે આ કાર એક લીટર પેટ્રોલમાં 18.97 કિમી માઈલેજ આપવામાં સક્ષમ છે.

હ્યુન્ડાઇ એક્સ્ટર (Hyundai Exter)

હ્યુન્ડાઇ એક્સ્ટર કિંમત : 6.13 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)

હ્યુન્ડાઇ એક્સ્ટર બીજા ક્રમની એસયુવી છે જેની ભારતીય બજારમાં કિંમત રૂ. 6.13 લાખ (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે. Hyundai Xeter 3 પાવરટ્રેન વિકલ્પ સાથે આવે છે.

Best SUV Cars Under 8 Lakh | Top SUV Cars Under 8 Lakh | Best 8 SUV Cars Under 8 Lakh in India | tata punch | Hyundai Exter | Maruti Suzuki Fronx | Mahindra XUV 3XO | Kia Sonet | Renault Kiger | Nissan Magnite | Tata Nexon | Auto News
Hyundai Exter : હ્યુન્ડાઇ એક્સ્ટર (Image: Hyundai)

હ્યુન્ડાઇ એક્સ્ટરના ફીચર્સ વિશે વાત કરીએ તો માઇક્રો એસયુવી વૉઇસ સક્ષમ સ્માર્ટ ઇલેક્ટ્રિક સનરૂફ અને ડ્યુઅલ કેમેરા ડેશકેમથી સજ્જ છે. તેમાં ફ્રન્ટ અને રિયર કેમેરા, 5.84 સેમી (2.31 ઇંચ) એલસીડી ડિસ્પ્લે, સ્માર્ટફોન એપ્લિકેશન આધારિત કનેક્ટિવિટી અને બહુવિધ રેકોર્ડિંગ મોડ્સ છે. Hyundai Exeter 26 સેફ્ટી ફીચર્સ સાથે આવે છે.

મારુતિ સુઝુકી ફ્રોન્ક્સ (Maruti Suzuki Fronx)

મારૂતિ સુઝુકી ફ્રોન્ક્સ કિંમતઃ 7.51 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)

Best SUV Cars Under 8 Lakh | Top SUV Cars Under 8 Lakh | Best 8 SUV Cars Under 8 Lakh in India | tata punch | Hyundai Exter | Maruti Suzuki Fronx | Mahindra XUV 3XO | Kia Sonet | Renault Kiger | Nissan Magnite | Tata Nexon | Auto News
Maruti Fronx : મારૂતિ ફોર્નેક્સ (Image: Maruti Suzuki)

મારુતિ સુઝુકી કે સિરીઝ 1.0 લિટર બૂસ્ટરજેટ પેટ્રોલ એન્જિન અને 1.2 લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન (K12) વિકલ્પો સાથે આવે છે. તે ટર્ન-બાય-ટર્ન નેવિગેશન અને હેડ અપ ડિસ્પ્લે, 360 વ્યૂ કેમેરા, વાયરલેસ સ્માર્ટફોન ચાર્જર, વાયરલેસ એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો કનેક્ટિવિટી સાથે 22.86 સેમી (9”) HD સ્માર્ટ પ્લે પ્રો+ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ જેવી સુવિધાઓથી સજ્જ છે. ફ્રન્ટ ભારતીય બજારમાં 10 રંગ વિકલ્પમાં ઉપલબ્ધ છે જેમાં મોનો ટોન અને ડબલ ટોન બંને રંગ વિકલ્પોનો સમાવેશ થાય છે.

મહિન્દ્રા એક્સયુવી 3XO (Mahindra XUV 3XO)

મહિન્દ્રા એક્સયુવી 3XO કિંમતઃ 7.49 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ

મહિન્દ્રા આ સબ 4 મીટર એસયુવીની કિંમત માત્ર 7.49 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે. મહિન્દ્રા એક્સયુવી 3XO SUVમાં ઘણા એન્જિન વિકલ્પ ઉપલબ્ધ છે. તેને 1.2 લિટર ટર્બો પેટ્રોલ અને 1.5 લિટર ડીઝલ એન્જિન સાથે બજારમાં રજૂ કરવામાં આવ્યું છે. કંપનીનું કહેવું છે કે Mahindra XUV 3XOના એન્ટ્રી લેવલ વેરિઅન્ટમાં 1.2 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન છે. ટ્રાન્સમિશન માટે, 6-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક વિકલ્પોને એન્જિન સાથે જોડી દેવામાં આવ્યા છે.

Best SUV Cars Under 8 Lakh | Top SUV Cars Under 8 Lakh | Best 8 SUV Cars Under 8 Lakh in India | tata punch | Hyundai Exter | Maruti Suzuki Fronx | Mahindra XUV 3XO | Kia Sonet | Renault Kiger | Nissan Magnite | Tata Nexon | Auto News
Mahindra XUV 3XO : મહિન્દ્રા એક્સયુવી 3XO (Image-Mahindra )

મહિન્દ્રા એક્સયુવી 3XOના માઇલેજ વિશે વાત કરીએ તો તેનું મેન્યુઅલ વેરિઅન્ટ એક લિટર ફ્યૂઅલમાં 18.89 કિમી માઇલેજ આપશે. ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે મહિન્દ્રા XUV 3XO કાર 17.96 કિમી પ્રતિ લીટર સુધીની માઈલેજ આપે છે. 1.5 લિટર ડીઝલ એન્જિન 6-સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડાયેલું છે. ડીઝલ મેન્યુઅલ વેરિઅન્ટ એક લિટર ઇંધણનો ઉપયોગ કરીને 20.6 કિમીની માઇલેજ આપશે. મહિન્દ્રા XUV 3XO તેના ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે 21.2 કિમી પ્રતિ લીટર સુધીની માઈલેજ આપવામાં સક્ષમ હશે. આ ઉપરાંત, ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથેનું પેટ્રોલ વેરિઅન્ટ ત્રણ ડ્રાઈવ મોડ્સ – Zip, Zap અને Zoom સાથે આવે છે. કંપનીનો દાવો છે કે મહિન્દ્રાની આ SUV માત્ર 4.5 સેકન્ડમાં 0 થી 60 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે, એટલે કે પાવર અને પર્ફોર્મન્સના સંદર્ભમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે.

કિયા સોનેટ (Kia Sonet)

કિયા સોનેટ કિંમતઃ 7.99 લાખ રૂપિયા થી શરૂ (એક્સ-શોરૂમ)

કિયા સોનેટ તેની આકર્ષક ડિઝાઇન અને ફિચર રિચને કારણે ભારતીય બજારમાં બેસ્ટ 10 સેલિંગ કાર પૈકીની એક છે. તેની કિંમત 7.99 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે. તેમાં મલ્ટિપલ પાવરટ્રેન વિકલ્પનો સમાવેશ થાય છે.

Best SUV Cars Under 8 Lakh | Top SUV Cars Under 8 Lakh | Best 8 SUV Cars Under 8 Lakh in India | tata punch | Hyundai Exter | Maruti Suzuki Fronx | Mahindra XUV 3XO | Kia Sonet | Renault Kiger | Nissan Magnite | Tata Nexon | Auto News
Kia Sonet : કિયા કોનેટ (Image: Financial Express)

કિયા મોનેટ ગર્વથી સિગ્નેચર ટાઈગર નોઝ ગ્રિલને પ્રદર્શિત કરે છે જે એલઇડી હેડલેમ્પ્સ સાથે સંકલિત ડીઆરએલ સાથે વધુ આકર્ષણ ઉમેરે છે. 16 ઇંચના ક્રિસ્ટલ કટ એલોય સ્ટાઇલમાં ઉમેરો કરે છે. ડ્યુઅલ-ટોન કેબિનમં રિમોટ સ્ટાર્ટ અને સાઉન્ડ મૂડ લાઇટિંગ સાથે ક્લાસમાં સૌથી મોટી ટચસ્ક્રીન છે.

રેનો કિગર/નિસાન મેગ્નાઈટ (Renault Kiger/Nissan Magnite)

રેનો કાઇગર/નિસાન મેગ્નાઈટ કિંમતઃ 599990 રૂપિયા (એક્સ શોરૂમ)

Best SUV Cars Under 8 Lakh | Top SUV Cars Under 8 Lakh | Best 8 SUV Cars Under 8 Lakh in India | tata punch | Hyundai Exter | Maruti Suzuki Fronx | Mahindra XUV 3XO | Kia Sonet | Renault Kiger | Nissan Magnite | Tata Nexon | Auto News
2024 Renault Kiger : રેનો કાઇગર (Image: Renault)

રેનો કાઇગર અને નિસાન મેગ્નાઈટ ઘણી બાબતોમાં સમાનતા ધરાવે છે. બંને એસયુવી બંને 1.0L ટર્બો પેટ્રોલ અથવા 1.0L નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત છે. બંને SUVમાં CVT અને 5-સ્પીડ Easy-R AMT ટ્રાન્સમિશન ઓપ્શન સાથે સ્ટાન્ડર્ડ પતરીકે 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ ઓફર કરવામાં આવે છે. સેફ્ટી ફીચર્સની દૃષ્ટિએ રેનો કાઇગર અને નિસાન મેગ્નાઈટ ડ્રાઇવર અને આગળના મુસાફરોની સલામતી માટે ચાર એરબેગ્સ સાથે સજ્જ છે, જેમાં ડ્રાઇવર માટે પ્રિટેન્શનર અને લોડ-લિમિટર્સ દર્શાવતા સીટબેલ્ટ્સ છે.

ટાટા નેક્સન (Tata Nexon)

ટાટા નેક્સન કિંમતઃ રૂ. 7,99,000 (એક્સ શોરૂમ)

Best SUV Cars Under 8 Lakh | Top SUV Cars Under 8 Lakh | Best 8 SUV Cars Under 8 Lakh in India | tata punch | Hyundai Exter | Maruti Suzuki Fronx | Mahindra XUV 3XO | Kia Sonet | Renault Kiger | Nissan Magnite | Tata Nexon | Auto News
Tata Nexon: ટાટા નેક્સન (Image: Financial Express)

ટાટા નેક્સન એ ટાટા પંચ બાદ પાછળ ભારતીય કાર બજારમાં સૌથી વધુ વેચાતી SUV કાર પૈકીની એક છે જેની કિંમત રૂ. 7.99 લાખ (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે. ટાટા નેક્સોનની મુખ્ય યુએસપી તેની શાનદાર ફીચર્સ લિસ્ટ અને ટ્રીમ્સની સંખ્યા અને પાવરટ્રેન ઓપ્શન સહિત વિકલ્પની ઉપલબ્ધ છે. ટાટા મોટર્સ નેક્સન સાથે બે એન્જિન વિકલ્પો ઓફર કરે છે- 1.2L ટર્બો પેટ્રોલ એન્જિન અને 1.5L ડીઝલ એન્જિન. આ 5-સ્પીડ મેન્યુઅલ, 6-સ્પીડ મેન્યુઅલ, 6-સ્પીડ AMT, અને 7-સ્પીડ DCT ઓટોમેટિક સહિત ટ્રાન્સમિશન ઓપ્શન સાથે આવે છે.

હ્યુન્ડાઇ વેન્યૂ (Hyundai Venue)

હ્યુન્ડાઇ વેન્યૂ કિંમતઃ રૂ. 7,94,000 (એક્સ શોરૂમ

Best SUV Cars Under 8 Lakh | Top SUV Cars Under 8 Lakh | Best 8 SUV Cars Under 8 Lakh in India | tata punch | Hyundai Exter | Maruti Suzuki Fronx | Mahindra XUV 3XO | Kia Sonet | Renault Kiger | Nissan Magnite | Tata Nexon | Auto News
Hyundai Venue : હ્યુન્ડાઇ વેન્યૂ (Image : Hyundai)

આ પણ વાંચો | ઉનાળાની ગરમીમાં કાર એન્જિન ઠંડુ રાખવાની સરળ ટીપ્સ, મુસાફરી બનશે મજેદાર

Hyundai Cenue 3 એન્જિન ઓપ્શનથી સજ્જ છે જેમાં બે પેટ્રોલ યુનિટ્સનો સમાવેશ થાય છે – એક 82 bhp 1.2-લિટર પેટ્રોલ અને 118 bhp 1.0-લિટર ટર્બો-પેટ્રોલ, અને 1.5-લિટર ડીઝલ યુનિટ જે 115 bhp અને 250 Nm પીક ક્વેટર જનરેટ કરે છે. ઓટો કંપની હ્યુન્ડાઇની આ એસયુવી ત્રણેય એન્જિન મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે ઉપલબ્ધ છે, જ્યારે ટર્બો-પેટ્રોલ યુનિટ્સ સાથે વૈકલ્પિક સાત-સ્પીડ DCT અને છ-સ્પીડ iMT ઓફર કરવામાં આવે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ