Toyota Innova Crysta GX Plus: ટોયોટા ઇનોવા ક્રિસ્ટા જીએક્સ પ્લસ ભારતમાં લોન્ચ, કિંમત, સેફ્ટી ફીચર્સ સહિત તમામ વિગત જાણો

Toyota Innova Crysta GX Plus Price And Features : ટોયોટા ઇનોવા ક્રિસ્ટા મિડ સ્પેક જીએક્સ પ્લસને બે વેરિયન્ટમાં ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. આ એસયુવીમાં સેફ્ટી ફીચર્સમાં 3 એરબેગ્સ, વ્હીકલ સ્ટેબિલિટી કન્ટ્રોલ અને હિલ-સ્ટાર્ટ આસિસ્ટ કન્ટ્રોલ સામેલ છે.

Toyota Innova Crysta GX Plus Price And Features : ટોયોટા ઇનોવા ક્રિસ્ટા મિડ સ્પેક જીએક્સ પ્લસને બે વેરિયન્ટમાં ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. આ એસયુવીમાં સેફ્ટી ફીચર્સમાં 3 એરબેગ્સ, વ્હીકલ સ્ટેબિલિટી કન્ટ્રોલ અને હિલ-સ્ટાર્ટ આસિસ્ટ કન્ટ્રોલ સામેલ છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Toyota Innova Crysta GX Plus | Toyota Innova Crysta GX Plus Launch | Toyota Innova Crysta GX Plus Price | Toyota Innova Crysta GX Plus Features

ટોયોટા ઇનોવા ક્રિસ્ટા જીએક્સ પ્લસ ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. (Photo - Social Media)

Toyota Innova Crysta GX Plus Launch Price And Features : ટોયોટા ઇનોવા ક્રિસ્ટા મિડ સ્પેક જીએક્સ પ્લસ ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. ભારતમાં ટોયોટા ઇનોવા ક્રિસ્ટા જીએક્સ પ્લસ ટ્રિમને 21.39 લાખ રૂપિયાની પ્રારંભિક કિંમતે લોન્ચ કરી છે. નવી જીએક્સ+ ટ્રિમ બેઝ જીએક્સ વેરિઅન્ટમાં ટોચ પર છે, જેની કિંમત 19.99 લાખ રૂપિયા છે. જાપાની ઓટો જાયન્ટ ઇનોવા ક્રિસ્ટા જીએક્સ + ટ્રિમને બે વેરિઅન્ટ - 7-સીટર અને 8-સીટરમાં રજૂ કરી રહી છે, જેની કિંમત 21.44 લાખ રૂપિયા (તમામ કિંમતો એક્સ-શોરૂમ) છે.

Advertisment

1.40 લાખ રૂપિયાના પ્રીમિયમ પર, ઇનોવા ક્રિસ્ટાના જીએક્સ પ્લસ ટ્રિમમાં બેઝ જીએક્સ વેરિઅન્ટ પર વધારાની ટેકનોલોજી અને ફીચર્સ મળે છે. આ નવી કાર પાંચ કલરમાં ઉપલબ્ધ છે, જેમાં સુપર વ્હાઇટ, એટિટ્યુડ બ્લેક મીકા, અવંત-ગાર્ડે બ્રોન્ઝ મેટાલિક, પ્લેટિનમ વ્હાઇટ પર્લ અને સિલ્વર મેટાલિકનો સમાવેશ થાય છે.

ટોયોટા ઇનોવા ક્રિસ્ટા જીએક્સ પ્લસ આંતરિક અને બાહ્ય દેખાવ

ઇનોવા ક્રિસ્ટા જીએક્સ પ્લસ ટ્રિમનો બહારનો ભાગ બેઝ ટ્રિમથી અલગ છે, જેમાં પિયાનો બ્લેક ગ્રિલ પર સિલ્વર સરાઉન્ડ અને ડાયમંડ-કટ એલોય વ્હીલ્સ તેના બોલ્ડ સ્ટાંસને રેખાંકિત કરે છે. કેબિનની અંદર ઇનોવા ક્રિસ્ટા જીએક્સ પ્લસ વૂડ ફિનિશિંગ ઇન્ટિરિયર પેનલ્સ, ફેબ્રિક સીટ અને ઓટો-ફોલ્ડ મિરર સાથે આવે છે. બેઝ ટ્રિમમાં ઇનોવા ક્રિસ્ટા જીએક્સ પ્લસ માં સમાવિષ્ટ અન્ય ફીચર્સમાં રિયર વ્યૂ કેમેરા અને ડીવીઆર શામેલ છે. સેફ્ટી ફીચર્સમાં 3 એરબેગ્સ, વ્હીકલ સ્ટેબિલિટી કન્ટ્રોલ અને હિલ-સ્ટાર્ટ આસિસ્ટ કન્ટ્રોલ સામેલ છે.

ટોયોટા ઇનોવા ક્રિસ્ટા જીએક્સ પ્લસ પાવરટ્રેન સ્પેક્સ

ઇનોવા ક્રિસ્ટા જીએક્સ પ્લસને પાવર આપવા માટે અજમાવેલં અને ટેસ્ટિંગ કરાયેલું 2.4-લિટર ડીઝલ એન્જિન છે જે 148 બીએચપી પાવર અને 343 એનએમ પીક ટોર્ક ઉત્પન્ન કરે છે. આ યુનિટને ખાસ કરીને 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે જોડવામાં આવ્યું છે. ઓફર પર બે ડ્રાઇવ મોડ્સ છે: ઇકો અને પાવર.

Advertisment

આ પણ વાંચો | ભારતની પ્રથમ સીએનજી બાઇક આ તારીખે લોન્ચ થશે, મોંઘા પેટ્રોલની ચિંતા દૂર થશે, જાણો ખાસિયતો

ટોયોટા ઇનોવા ક્રિસ્ટા જીએક્સ પ્લસ વિશે કંપનીએ શું કહ્યું?

આ લોન્ચિંગ અંગે ટિપ્પણી કરતા ઓટો કંપની ટોયોટા કિર્લોસ્કર મોટરના સેલ્સ એન્ડ સર્વિસના વાઇસ પ્રેસિડેન્ટ, સબરી મનોહરે જણાવ્યું હતું કે, 2005માં લોન્ચ થયા બાદ, ઇનોવા બ્રાન્ડે ઓટો ઉદ્યોગોમાં સિમાચિહ્નો સ્થાપિત કરીને સેગમેન્ટ લીડર તરીકેની અતૂટ પ્રતિષ્ઠા મેળવી છે. ગુણવત્તા અને વિશ્વાસનો પર્યાય ધરાવતી ઇનોવાએ ભારતીયોની પેઢીઓની વિવિધ ગતિશીલતાની જરૂરિયાતો પૂર્ણ કરી છે અને સમાન મહત્વાકાંક્ષી મૂલ્ય જાળવી રાખ્યું છે.

Auto news બિઝનેસ