Toyota Land Cruiser FJ : ટોયોટા લેન્ડ કૂઝર એફજે એસયુવી કાર પરથી પડદો ઉંચકાયો છે. નવી લેન્ડ કૂઝર એફજે ટોયોટાના લેન્ડ ક્રૂઝર લાઇન અપની સૌથી અફોર્ડેબલ એસયુવી છે, જે એલસી 250 સીરિઝથી નીચું મોડલ છે, આથી તેને બેલી લેન્ડ કૂઝર કહેવામાં આવે છે. ટોયોટા 30 ઓક્ટોબરથી શરૂ થનાર જાપાન મોબિલિટી શો 2025માં લેન્ડ કૂઝર એફજે સત્તાવાર રજૂ કરશે. ચાલો જાણીયે ટોયોટા લેન્ડ કૂઝર એફજે કારના એન્જિન ફીચર્સ વિશે વિગતવાર
Toyota Land Cruiser FJ ખાસિયત
ટોયોટા લેન્ડ કૂઝર એફજે નો આકાર બોક્સી છે, જે એલસી લાઇન અપના લેટેસ્ટ એસયુવી મોડલ જેવા છે. આગળની તરફ એક નાની રેક્ટેંગુલર ગ્રિલ છે, જેી બંને બાજુ સી શેર્પ્ડ ડીઆરએલ LED હેન્ડલેમ્પ છે. માર્કેટ અને એરિયાના આધારે બ્રાન્ડના કસ્ટમાઇઝેશન પેકેજના ભાગરૂપે ક્લાસિક રાઉન્ડ હેન્ડલેમ્પનું ઓપ્શન પણ ઉપલબ્ધ થશે. ટોયોટા લેન્ડ કૂઝર એફજે વર્ષ 2026માં જાપાનમાં લોન્ચ કરવામાં આવશે.
નવી એસયુવીમાં મોટા ફ્રન્ટ અને રિયર બમ્પર છે, જેની ડિઝાઇન અલગ અલગ છે, જે ડેમેજ થાય તો સરળતાથી બદલી શકાય છે. સાઇડમાં તેમા એક ઉભરેલી શોલ્ડર લાઇન અને મજબૂત સાઇડ બોડી ક્લેડિંગ સાથે સાથે બ્લેક આઉટ રુફ રેલ્સ છે. પાછળની તરફ ટેલગેટ પર ફિટ સ્પેયર વ્હીલ અને વર્ટિકલ સ્ટેક્ડ ટેલ લેન્સ આપવામાં આવ્યા છે.
ટોયોટા લેન્ડ કૂઝર એફજે એસયુવી કદમાં નાની હોવાથી તેને બેબી લેન્ડ કૂઝર કહેવાય છે. પરંતુ તેની ઉંચાઇ અને આકર્ષક ડિઝાઇન તેને કોઇ પણ મોટી એસયુવીની સમકક્ષ ઉભી રાખે છે. તેની લંબાઇ 4575 mm, પહોંળાઇ 1855 mm, ઉંચાઇ 1960 mm છે, તેનું વ્હીલ બેઝ 2580 mm છે. તમને જણાવી દઇયે કે, આ ટોયોટા ફોર્ચ્યુનર થી લગભગ 220 mm નાની છે, પરંતુ તે તેના કરતા વધારે મસ્કુલર અને પ્રેઝન્ટેબલ દેખાય છે.
ઇન્ટિરિયરની વાત કરીયે તો લેટેસ્ટ લેન્ડ કૂઝર એફજે રગ્ડ અે ફંક્શનલ ડિઝાઇન ફિલોસોફી અપિલ આપે છે, જેની માટે ટોયોટા ફેમસ છે. કેબિનમાં ડિજિટલ ઇન્સ્ટુમેન્ટ ક્લસ્ટર, વાઇડ ઇન્ફોટેન્મેન્ટ સ્ક્રીન અે મોટા સ્ટીયરિંગ વ્હીલ આવે છે. તેમા ટોયોટા સેફ્ટી સેન્સ પેકેજ સ્ટાન્ડર્ડ તરીકે આપ્યા છે, જેમા એડેપ્ટિવ કૂઝર કન્ટ્રોલ, લેન કીપિંગ આસિસ્ટ અને પ્રો કોલિજન બ્રેકિંગ જેવા ફીચ્સ આવે છે.
ટોયોટા લેન્ડ કૂઝર એફજે એસયુવી કારમાં 2.7 લીટર 2TR FE ફોર સિલિન્ડર પેટ્રોલ એન્જિન આવે છે, જે 161 બીએચપી પાવર અને 246Nm ટોર્ક જનરેટ કરે છે. તે વિશ્વાસપાત્ર એન્જિન છે, જે ઘણા વર્ષોથી ઇનોવા ક્રિસ્ટા અને ફોર્ચ્યુનરમાં પોતાની ક્ષમતા પ્રદર્શિત કરી ચૂક્યું છે. તે 6 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ અને પાર્ટ ટાઇમ 4WD સિસ્ટમ સાથે જોડાયેલું છે.