ટોયોટા કિર્લોસ્કર મોટર (Toyota Kirloskar Motor)ના વાઇસ ચેરમેન વિક્રમ એસ. કિર્લોસ્કર (Vikram S. Kirloskar)નું 64 વર્ષની ઉંમરે નિધન થયું હોવાનું સામે આવ્યું છે. કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ મંગળવારે મોડી રાત્રે હાર્ટ એટેકના કારણે તેમનું નિધન થયું હતું.
આજે (બુધવાર) બપોરે 1 વાગ્યે બેંગલુરુના હેબ્બલ સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. વિક્રમ કિર્લોસ્કરના પરિવારમાં તેમની પત્ની ગીતાંજલિ અને પુત્રી માનસી કિર્લોસ્કર છે. કંપની દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર માહિતીમાં કહેવામાં આવ્યું છે કે “વાઇસ ચેરમેન વિક્રમ એસ. કિર્લોસ્કરનું અકાળે અવસાન થયું છે. આ માહિતી આપતા અમને ખૂબ જ દુઃખ થાય છે. દુઃખની આ ઘડીમાં અમે દરેકને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવા વિનંતી કરીએ છીએ.”
બાયોકોનના એક્ઝિક્યુટિવ ચેરપર્સન કિરણ મઝુમદારે આ પ્રસંગે કહ્યું કે, “વિક્રમના અકાળે અવસાનથી હું આઘાતમાં છે. આવા પ્રિય અને સાચા મિત્ર હતા જેને હું ખૂબ જ યાદ કરીશ. હું તેમની પત્ની ગીતાંજલિ અને પુત્રી માનસી અને પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.”
મેસાચુસેટ્સ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીથી મિકેનિકેલ એન્જીનિયરમાં ગ્રેજ્યુએશન કર્યા બાદ વિક્રમ કિર્લોસ્કરે મહત્વની ભૂમિકા નિભાવી હતી. વર્ષ 1997માં જાપાની ફર્મ ટોયોટા મોટર કોર્પને ભારત લાવવાનો ફાળો તેને જાય છે. ટોયોટા કિર્લોસ્કરનું બેંગલુરૂ સ્થિત રામનગર જિલ્લાના બિદાદીમાં ઉત્પાદન પ્લાન્ટ છે. જે દેશનું સૌથી મોટું ઓટોમોટિવ ઉત્પાદન પ્લાન્ટસમાંથી એક માનવામાં આવે છે. અશોક કિર્લોસ્કર વર્ષ 1988માં સ્થાપિત કિર્લોસ્કર જૂથની ચોથી પેઠીના સદસ્ય હતા.
કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇએ વિક્રમ કિર્લોસ્કરને ઓટોમોટિવ ઉધોગના દિગ્ગજોમાંથી એક ગણાવ્યાં છે. ત્યારે તેમના અવસાન પર બસવરાજે ટ્વિટ કર્યું છે કે, ટોયોટા કિર્લોસ્કર મોટરના અધ્યક્ષ શ્રી વિક્રમ કિર્લોસ્કરના દુ:ખદ અને અકાળે અવસાન પર હાર્દિક સંવેદના, તેની આત્માને ભગવાન શાંતિ અર્પે, ભગવાન તેમના પરિવાર અને મિત્રોને આ સહ્ન કરવાની હિંમત આપે.
કેંન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રેશેખરે તેના શોક સંદેશમાં તાજેતરમાં વિક્રમ કિર્લોસ્કર સાથે થયેલી વાતચીતને યાદ કરી છે. જેમાં તેને કહ્યું કે, હું અશોક કિર્લોસ્કરને તાજેતરમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ મીટમાં હંમેશાની જેમ મળ્યો હતો. આ દરમિયાન મેં તેમને મજાકીયા અંદાજમાં કહ્યું હતુ કે, જીઓકેએ તેમને દાયકાઓ સુધી સરકાર અને કર્ણાટક માટે એક નિરંતર ભાગીદારી માટે જીવનભરની ઉપલ્બધિ આપી છે.અશોક કિર્લોસ્કરના નિધન પર તેમના પરિવાર, મિત્રો પ્રતિ ઉંડી સંવેદના. શાંતિ
બાયોકોન લિમિટેડની કાર્યકારી અધ્યક્ષ કિરણ મજૂમદારે શોએ ટ્વીટમાં જણાવ્યું હતું કે,વિક્રમ કિર્લોસ્કરની મોતથી તે ભાંગી ગઇ છે. અશોક કિર્લોસ્કર તેમના ખાસ મિત્ર હતા, જેમને તે હંમેશા યાદ કરશે.