Toyota Urban Cruiser Ebella: ટોયોટાની પ્રથમ ઇલેક્ટ્રિક કાર લોન્ચ, સીંગલ ચાર્જમાં 543 કિમી રેન્જ અને 7 એરબેગ

Toyota Urban Cruiser Ebella Price And Battery Range : ટોયોટા અર્બન ક્રૂઝર ઇલેબા ઇલેક્ટ્રિક કાર 7 એરબેગ, બેટરી હીટિંગ અને કૂલિંગ સિસ્ટમ સાથે બે બેટરી પેક સાથે આવે છે. કંપનીએ દાવો ક્યો છે કે, સિંગલ ચાર્જમાં બેટરી 543 કિમીની રેન્જ આપે છે.

Toyota Urban Cruiser Ebella Price And Battery Range : ટોયોટા અર્બન ક્રૂઝર ઇલેબા ઇલેક્ટ્રિક કાર 7 એરબેગ, બેટરી હીટિંગ અને કૂલિંગ સિસ્ટમ સાથે બે બેટરી પેક સાથે આવે છે. કંપનીએ દાવો ક્યો છે કે, સિંગલ ચાર્જમાં બેટરી 543 કિમીની રેન્જ આપે છે.

author-image
Ajay Saroya
New Update
Toyota Urban Cruiser Ebella Lunch

Toyota Urban Cruiser Ebella Price And Safety Features : ટોયોટા અર્બન ક્રૂઝર ઇલેબા EV કારમાં 7 એરબેગ આવે છે. Photograph: (Toyota India)

Toyota Urban Cruiser Ebella Launch Price In India : ટોયોટા કંપનીએ ભારતમાં પોતાની પ્રથમ ઇલેક્ટ્રિક કાર ટોયોટા અર્બન ક્રૂઝર ઇબેલા લોન્ચ કરી છે. Toyota Urban Cruiser Ebella કોમ્પેક્ટ ઇલેક્ટ્રિક એસયુવી છે, જે હકીકતમાં મારૂતિ વિટારાનું રીબેઝ્ડ વર્ઝન છે. બંને કાર એક જ પ્લેટફોર્મ, બેટરી અને ફીચર્સ આપે છે, પરંતુ અર્બન ક્રૂઝર ઇબેલા કારને ટોયોટા એ આકર્ષક સ્ટાઇલ અને ડિઝાઇન સાથે રજૂ કરી છે. ટોયોટા અર્બન ક્રૂઝર ઇલેબા કાર સિંગલ ચાર્જમાં 543 કિમીની રેન્જ આપે છે. તેમા 7 એરબેગ અને બે બેટરી પેક આવે છે, જે બેટરી હીટિંગ અને કૂલિંગ સિસ્ટમ સાથે આવે છે. 

Advertisment

Toyota Urban Cruiser Ebella ડિઝાઇન

ટોટા Urban Cruiser Ebella નો લુક ઘણો ફ્યૂચરિસ્ટિક છે. તેના ફ્રન્ટમાં ગ્લોસ બ્લેક ગ્રિલ, LED હેન્ડલેમ્પ, પિક્સલ સ્ટાઇલ DRLs, મોટા બમ્પર અને ફોક્સ સ્ક્રિટ પ્લેટ આવે છે. સાઇડ પ્રોફાઇબ ઘણી હદે મારૂતિ e Vitara જેવી છે, પરંતુ 18 ઇંચના એલોય વ્હીલ્સ, બોડી ક્લેડિંગ અને શાર્ક ફિન એન્ટિના તેને પ્રીમિયમ બનાવે છે. પાછળથી કૂપે જેવી ડિઝાઇન, કનેક્ટેડ LED ટેલલેમ્પ અને રિયલ સ્પોઇલર તેને સ્પોર્ટી લુક આપે છે.

Toyota Urban Cruiser Ebella ઇન્ટિરિયર અને ફીચર્સ

ટોયોટા અર્બન ક્રૂઝર ઇલેબા એસયુવીની કેબિનમાં બ્લેક અને ટેન થીમ આવે છે, તે તેને ડ્યુઅલ સ્ક્રીન સેટએપ આપે છે. તેમા 10.1 ઇંચનું ડિજિટલ ઇન્સ્ટુમેન્ટ ક્લસ્ટર અને 10.25 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેન્મેન્ટ સિસ્ટમ આવે છે, જે વાયરલેસ કનેક્ટિવિટી સપોર્ટ કરે છે. ઉપરાંત વેન્ટિલેટેડ ફ્રન્ટ સીડ્સ, 10 વે ઇલેક્ટ્રિક ડ્રાઇવર સીટ, JBL સાઉન્ડ સિસ્ટમ, એમ્બિએન્ટ લાઇટિંગ અને ફિક્સ્ડ ગ્લાસ રૂફ જેવા ફીચર્સ આવે છે. પાછળ બેસનાર વ્યક્તિ માટે ઘણી આરામદાયક જગ્યા છે. 

Toyota Urban Cruiser Ebella સેફ્ટી ફીચર્સ

સેફ્ટી ફીચર્સની વાત કરીયે તો ટોયોટા અર્બન ક્રૂઝર ઇલેબ કારમાં 7 એરબેગ, લેવલ 2 ADAS, 360 ડિગ્રી કેમેરા, ABS સાથે EBD અને ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કન્ટ્રોલ મળે છે. ટોયોટા અર્બન ક્રૂઝર ઇલેબા કારની ભારતીટ બજારમાં Maruti e Vitara, હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક, ટાટા કર્વ ઇવી, એમજ ZS EV જેવી ઇલેક્ટ્રિક એસયુવી કાર સાથ હરિફાઇ છે.  

Advertisment

Toyota Urban Cruiser Ebella બેટરી રેન્જ

ટોયોટા કંપનીએ દાવો કર્યો છે કે બેટરી એક વખત ફુલ ચાર્જ કરવા પર 543 કિમી સુધીની રેન્જ આપે છે. કંપનીએ આ ઇલેક્ટ્રિક કારમાં બે અલગ અલગ બેટરી પેક (49kWh અને 61kWh) આપ્યા છે, જેમા 8 વર્ષની બેટરી વોરંટી આપે છે.. તેની મોટર 128kW પાવર અને 189kW ટોર્ક જનરેટ કરે છે. આ કાર લિથિયમ આયન ફોસ્ફેટ બેટરી પેકથી સજ્જ છે અને DC ફાસ્ટ ચાર્જિંગ સિસ્ટમને સપોર્ટ કરે છે. 

Toyota Urban Cruiser Ebella કિંમત

ટોયોટા અર્બન ક્રૂઝર ઇબેલા ઇલેક્ટ્રિક કારનું બુકિંગ 25000 રૂપિયાની ટોકન રકમથી કરી શકાય છે. જો કે કંપનીએ હાલ Toyota Urban Cruiser Ebella કારની વેરિયન્ટ મુજબ કિંમતની ઘોષણા કરી હતી. 

electric vehicles Auto news બિઝનેસ