Traffic Challan Complaint: ટ્રાફિક પોલીસે ખોટી રીતે ઇ-ચલણ મોકલ્યુ છે? રદ કરવા શું કરશો?

Traffic EChallan Complaint: જો ટ્રાફિક પોલીસે ખોટી રીતે ઇ-ચલણ મોકલ્યુ હોય તો તમે ઘરે બેસીને ટ્રાફિક ચલણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી દંડને રદ કરાવી શકો છો. અહીં જાણો ટ્રાફિક ચલણ રદ કરવાની સંપૂર્ણ સરળ પ્રક્રિયા

Traffic EChallan Complaint: જો ટ્રાફિક પોલીસે ખોટી રીતે ઇ-ચલણ મોકલ્યુ હોય તો તમે ઘરે બેસીને ટ્રાફિક ચલણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી દંડને રદ કરાવી શકો છો. અહીં જાણો ટ્રાફિક ચલણ રદ કરવાની સંપૂર્ણ સરળ પ્રક્રિયા

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Traffic Challan | Traffic e Challan | how to complaint against Traffic Challan | Traffic Rules | E Challan | Trafic Police | Auto News

વાહન ચાલકને રોકી રહેલા ટ્રાફિક પોલીસ (Express File Photo/ Representational Image)

Wrong traffic challan complaint Process : જો તમે કાર કે બાઇકના માલિક છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. ટ્રાફિક નિયમો હેઠળ તમને કેટલીકવાર આ માહિતીનો લાભ ફાયદો મળી શકે છે. હકીકતમાં, આજના સમયમાં ટ્રાફિકના નિયમ તોડનારાઓને રોકવામાં અને તેમની સાથે વાતચીત કરીને ટ્રાફિક ચલણ ફટકારવામાં સમય વેડફવાને બદલે, ટ્રાફિક પોલીસ મોબાઈલમાં ઉપલબ્ધ ટ્રાફિક એપમાંથી સીધો ફોટો લઈને ઈ-ચલણ ઈશ્યૂ કરે છે.

Advertisment

આ પ્રક્રિયામાં ઘણી વખત કાર કે બાઇક ચાલકોને ખબર પણ હોતી નથી કે તેમનું ટ્રાફિડ ચલણ જારી કરવામાં આવ્યું છે. બાદમાં જ્યારે તેઓના મોબાઈલ પર મેસેજ આવ્યો ત્યારે તેમને ખબર પડી કે ટ્રાફિક ચલણ કપાઈ ગયું છે. પરંતુ ઘણા લોકોની ફરિયાદ હોય છે કે તેઓએ કોઈ ટ્રાફિક નિયમનો ભંગ કર્યો નથી અને તેમનું ચલણ ખોટી રીતે ઈશ્યૂ કરવામાં આવ્યું છે. જો તમને પણ એવું લાગતુ હોય તો તમે ટ્રાફિક ચલણ સામે ફરિયાદ કરી શકો છો અને ચલણ રદ કરાવી શકો છો.

જો તમને ઈ-ચલણ જારી કરવામાં આવ્યું હોય, તો શક્ય છે કે કોઈ ટ્રાફિક કેમેરા અથવા પોલીસ અધિકારીએ તમને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા જોયા હોય. જો કે, જો તમને લાગે છે કે, તમને ખોટી રીતે ટ્રાફિક દંડ ફટકારવામાં આવ્યો છે, તો તમે ટ્રાફિક ચલનની ફરિયાદ નોંધાવી શકો છો. અહીં ખોટા ઈ-ચલણનો અર્થ એવો થાય છે કે, જ્યારે ડ્રાઈવર વિચારે છે કે તેણે ટ્રાફિકનો નિયમ તોડ્યો નથી, તો પણ તેને ઇ-ચલણ મોકલવામાં આવ્યું છે. ખોટા ઈ-ચલાનનો વિરોધ કરવા માટે વાહન માલિક ફરિયાદ નોંધાવી શકે છે અને દાવો કરી શકે છે કે તેને ટ્રાફિક ઇ-ચલણ ખોટી રીતે જારી કરવામાં આવ્યું છે. જો કે આ માટે તેનું વર્ણન કરવું પડશે અને કેટલાક પુરાવા આપવા પડશે. ટ્રાફિક ચલણ વિશે કરવાની પ્રક્રિયા અત્યંત સરળ છે.

ઈ-મેલ અને હેલ્પલાઈન નંબર પણ

ઈ-મેલ સરનામું : helpdesk-echallan@gov.in
હેલ્પલાઈન નંબર : 0120-2459171 (સવારે 6 થી રાત્રે 10 સુધી ખુલ્લું રહે છે)

Advertisment

ટ્રાફિક ચલણ વિશે ઓનલાઇન ફરિયાદ કરવાની પ્રક્રિયા

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે લોકોને ખોટા ટ્રાફિક ચલાન જારી કરવા અંગે ફરિયાદ કરવાની સુવિધા પણ આપી છે, જ્યાં તમે તમારી ફરિયાદ નોંધાવી શકો છો.

  • સૌ પ્રથમ તમારે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયની સત્તાવાર ટ્રાફિક સાઇટ echallan.parivahan.gov.in/gsticket/ પર જાવો.
  • સત્તાવાર ટ્રાફિક સાઇટની લિંક ઓપન કર્યા બાદ તમને ફરિયાદની લિંક દેખાશે, જ્યાં તમારે ક્લિક કરવાનું રહેશે.
  • આ લિંક પર ગયા બાદ, તમારે તમારા એકાઉન્ટમાં લોગ ઇન કરવું પડશે. જ્યાં તમારે તમારું નામ, તમારો નંબર, તમારો ચલણ નંબર સહિતની તમામ માહિતી યોગ્ય રીતે દાખલ કરવાની રહેશે, જે તમને તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર પ્રાપ્ત થઈ હશે.
  • તમામ જરૂરી વિગતો ભર્યા પછી તમારે ટ્રાફિક ઈ-ચલન ફરિયાદનો પુરાવો અપલોડ કરવો પડશે. આ માટે, અપલોડ વિકલ્પનો ઉપયોગ કરો અને કેપ્ચા કોડ યોગ્ય રીતે દાખલ કરો.
  • એકવાર અપલોડ કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય, તમારે છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરવું પડશે. હવે તમારી ફરિયાદ નોંધાઈ છે.

ટ્રાફિક ચલણની ફરિયાદનું સ્ટેટસ આવી રીતે ચેક કરો

તમે કરેલી ટ્રાફિક ચલણની ફરિયાદ પછી, ટ્રાફિક પોલીસ વિભાગ સબમિટ કરેલી ઇ-ચલન ફરિયાદની તપાસ કરશે. કમ્પ્લેન સિસ્ટમ પર તેની તપાસ કર્યા પછી, વિભાગ તમને ટૂંક સમયમાં અપડેટ મોકલશે. તમે ફરિયાદ સિસ્ટમ પર તેનું સ્ટેટસ ચકાસી શકો છો.

આ પણ વાંચો | Bajaj Pulsar N 150: બજાજ પલ્સર એન 150 લોન્ચ, જાણો કિંમત સાથે એન્જિન, રંગ, ફીચર્સ સહિત તમામ વિગત

  • સૌથી પહેલા તમારે ટ્રાન્સપોર્ટ ગ્રીવન્સ ટિકિટ સ્ટેટસ ખોલવું પડશે
  • હવે તમારા બ્રાઉઝરમાં વેબપેજ https://echallan.parivahan.gov.in/gsticket/ ખોલો.
  • નીચે સ્ક્રોલ કરો અને 'ટિકિટ સ્ટેટસ' લખેલા ટેબ પર ક્લિક કરો.
  • તમારી ઈ-ટિકિટ અથવા ઈ-ચલાન ફરિયાદ નંબર આપો અને કેપ્ચા કોડ ભરો
  • હવે 'સ્ટેટસ ચેક' પર ક્લિક કરો
  • તમને સ્ક્રીન પર તમારી ટ્રાફિક ચલણની ફરિયાદની લેટેસ્ટ અપડેટ મળશે
Auto news knowledge ટ્રેન્ડિંગ ન્યૂઝ બિઝનેસ