Train Luggage Charge : ટ્રેનમાં કેટલી મોટી સુટકેસ લઇ જઇ શકાય? રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્રેનના લગેજ નિયમ જણાવ્યા

Train Luggage Weight Limit Rules : રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્રેનમાં મુસાફરી દરમિયાન કેટલા કિલોનું લગેજ ફ્રીમાં લઇ જઇ શકાય છે અને તેની મહત્તમ મર્યાદા વિશે જાણકારી આપી છે. સ્લીપર, સેકન્ડ એસી અને ફ્રસ્ટ એસી કોચ માટે અલગ અલગ નિયમ છે.

Train Luggage Weight Limit Rules : રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્રેનમાં મુસાફરી દરમિયાન કેટલા કિલોનું લગેજ ફ્રીમાં લઇ જઇ શકાય છે અને તેની મહત્તમ મર્યાદા વિશે જાણકારી આપી છે. સ્લીપર, સેકન્ડ એસી અને ફ્રસ્ટ એસી કોચ માટે અલગ અલગ નિયમ છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
indian railways | train | indian railways rules | trains news | Train Ticket fare | Train Ticket rules

Indian Railways : ભારતીય રેલવે. (Photo: Freepik)

Train Luggage Weight Limit Charge : ટ્રેન મુસાફરો માટે મોટા સમાચાર આવ્યા છે. વિમાન જેમ હવે ટ્રેનમાં પણ લિમિટ કરતા વધારે માલસામાન હશે તો લગેજ ચાર્જ ચૂકવવો પડશે. ભારતમાં મોટાભાગના લોકો લાંબી મુસાફરી માટે ટ્રેન દ્વારા મુસાફરી કરે છે. બસ, કાર કે અથવા ફ્લાઇટ્સની તુલનામાં ટ્રેન મુસાફરી આર્થિક દ્રષ્ટિએ પરવડે તેવી હોય છે, કારણ કે તેમા વધારે માલસામાન લઇ જઇ શકાય છે. જો કે હવે ટ્રેન અને બસ જેમ ટ્રેનમાં પણ વધારે માલસામાન પર લગેજ ચાર્જ ચૂકવવાની તૈયારી રાખવી પડશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ માહિતી આપી છે.

Advertisment

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે લોકસભામાં જણાવ્યું હતું કે, મુસાફરોએ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે નિર્ધારિત મફત માલસામાન મર્યાદા કરતા વધુ સામાન લઈ જવા માટે લગેજ ચાર્જ ચૂકવવો પડશે. સાંસદ વેમિરેડ્ડી પ્રભાકર રેડ્ડીએ પૂછેલા સવાલનો જવાબ આપી રહ્યા હતા કે, શું રેલવે એરપોર્ટ પર અનુસરવામાં આવતી પ્રથા મુજબ ટ્રેન મુસાફરો માટે માલસામાનના નિયમો લાગુ કરશે કે નહીં.

વૈષ્ણવે એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, હાલના સમયમાં કોચની અંદર મુસાફર દ્વારા પોતાની સાથે લઇ જવાતા સામાનની કેટેગરી મુજબ મહત્તમ મર્યાદા નર્ધારિત છે. તેમણે કેટેગરી મુજબ ફ્રી લગેજની મર્યાદા અને ટોચમર્યાદાની વિગતો કોષ્ટક સ્વરૂપમાં આપી હતી.

ટ્રેનમાં કેટલું લગેજ ફ્રી લઇ જઇ શકાય છે?

  • સેકન્ડ AC ક્લાસ કોચ : ટ્રેનના સેકન્ડ ક્લાસ એસી કોચમાં મુસાફરી દરમિયાન મુસાફરને 35 કિલો સુધીનો સામાન મફતમાં લઈ જવાની મંજૂરી છે અને 70 કિલો સુધીનો માલસામાન ચાર્જ ચૂકવીને સાથે લઈ જઈ શકાય છે.
  • સ્લીપર કોચ : ટ્રેનના સ્લીપર કોચમાં મુસાફરી દરમિયાન 40 કિલો સુધીનું લગેજ ફ્રીમાં લઇ જઇ શકાય છે, જેમાં મહત્તમ મંજૂર મર્યાદા 80 કિલોગ્રામ છે.
  • એસી 3 ટાયર અથવા ચેર કાર : એસી 3 ટાયર કોચમાં મુસાફરી કરનાર મુસાફરોને 40 કિલો સુધીનો મફત સામાન લઈ જવાની મંજૂરી છે, અને આ જ મહત્તમ મર્યાદા પણ છે.
  • ફર્સ્ટ ક્લાસ અને એસી 2 ટાયર કોચ: આ ટ્રેન કોચમાં 50 કિલોગ્રામ સુધીનો માલસામાન મફતમાં લઇ જવાની મંજૂરી છે, જેની મહત્તમ મર્યાદા 100 કિલો છે.
  • એસી ફર્સ્ટ ક્લાસ : ટ્રેનના ફર્સ્ટ ક્લાસ એસી કોચમાં 70 કિલો સુધીનો લગેજ ફ્રી લઇ જઇ શકાય છે અને મહત્તમ મર્યાદા 150 કિલો છે.
Advertisment

ટ્રેનમાં કેટલી મોટી સુટકેસ સાથે લઇ શકાય છે?

ઉપરાંત રેલવે મંત્રી એ માલસામાનના કદ વિશે પણ નિયમ સ્પષ્ટ કર્યા છે. જે મુજબ મુસાફર પોતાની સાથે માત્ર તે જ ટ્રંક, સુટકેસ કે બોક્સ પોતાના કોચમાં સાથે લઇ શકે છે, જેનું કદ 100 સેમી લંબાઇ × 60 સેમી પહોળાઇ × 25 સેમી ઉંચાઇ થી વધુ ન હોય.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણે કહ્યું કે, જો કોઇ મુસાફરના લગેજનું કદ તેના કરતા વધારે હોય, તો તેને કોચમાં સાથે લઇ જવાની મંજૂરી નથી અને તેનેી માટે બ્રેક વેન (SLR) કે પાર્સન વેનમાં બુક કરવું પડશે. ઉપરાંત કોઇ પ્રકારના વેપારી કે મર્ચેન્ડાઇ માલસામાન પર્સનલ લગેજ સ્વરૂપે ટ્રેનના ડબ્બામાં લઇ જવાની પરવાનગી નથી.

રેલવે બિઝનેસ